Hindenburg : અદાણી બાદ હવે કોનો વારો? મોટો ખુલાસો કરવાની તૈયારીમાં હિંડનબર્ગ
Hindenburg : અમેરિકન શોર્ટ સેલર હિંડનહર્ગે ગૌતમ અદાણી અને તેમની કંપનીઓના ભ્રષ્ટાચારનો ખુલાસો કરીને પુરી દુનિયા હલાવી દીધી હતી. હવે હિંડનબર્ગ વધુ એક ખુલાસો કરવાની તૈયારીમાં છે.
હિન્ડેનબર્ગે એક્સ પર એક ચેતવણી આપતા કહ્યું છે કે, ભારતમાં કઈંક મોટુ થવાનું છે. હિંડનબર્ગ રિસર્ચે ગયા વર્ષે અદાણી ગ્રૂપ પર એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેના પછી ગૌતમ અદાણીની કંપનીના શેરમાં મોટો કડાકો થયો હતો.

હિંડનબર્ગ રિસર્ચે તેની પોસ્ટમાં લખ્યું છે કે, ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે. હવે આ પોસ્ટને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હિંડનબર્ગ રિસર્ચ ફરી એકવાર એક ભારતીય કંપની વિશે મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે.
હિંડનબર્ગ રિસર્ચે જાન્યુઆરી 2023માં ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ પર રિપોર્ટમાં ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણી વિશ્વના નંબર 2 અબજોપતિમાંથી સીધા 36મા નંબર પર આવી ગયા હતા. આ પછી ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ અદાણી-હિંડનબર્ગ કેસમાં નવા ઘટનાક્રમનો ખુલાસો કર્યો છે, જેમાં યુએસ કંપની હિંડનબર્ગ રિસર્ચ અને ન્યૂયોર્કના હેજ ફંડ મેનેજર માર્ક કિંગ્ડન વચ્ચેના સંબંધોને હાઈલાઈટ કર્યા છે.
Something big soon India
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024
સેબીના જણાવ્યા અનુસાર, હિંડનબર્ગે તેના જાહેર પ્રકાશનના લગભગ બે મહિના પહેલા અદાણી ગ્રૂપ પરના તેના અહેવાલની એડવાન્સ કોપી કિંગ્ડન સાથે શેર કરી હતી, જેના કારણે વ્યૂહાત્મક વેપાર દ્વારા નોંધપાત્ર નફો થયો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
