Bangladesh Crisis: બાંગ્લાદેશની સ્થિતિ ના સુધરે તો ગુજરાતને વર્ષે અધધધ 12000 કરોડનું નુકસાન થશે
Bangladesh Crisis: ભારતની પૂર્વ પટ્ટીમાં આવેલા આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં વિદ્રોહ ફાટી નિકળ્યો છે. બાંગ્લાદેશના પીએમ શેખ હસીના રાજીનામું આપી ભારત પલાયન કરવા મજબૂર બન્યાં હતાં. બાંગ્લાદેશમાં ભારતીયો પર હુમલા થઇ રહ્યા હોવાના પણ અહેવાલ છે. ઉપદ્રવીઓએ હિંસાનો રસ્તો અપનાવી લીધો છે. જેને લઈ ગુજરાતના ઉદ્યોગોને જબરું નુકસાન વેઠવું પડે તેમ છે.
બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી અનામતની આગ હવે ગુજરાતના ઉદ્યોગોને દઝાડી રહી છે. અહીં ચાલી રહેલા તોફાનોના કારણે ગુજરાતના ટેક્સટાઈલ અને કેમિકલ ઉદ્યોગને ખૂબ મોટી અસર થવાની સંભાવના છે.

ગુજરાતથી દર મહિને અંદાજે રુ.800થી 1000 કરોડનુ નિકાસ થાય છે. બાંગ્લાદેશમાં સર્જાયેલી કટોકટીના પરિણામે આ કરોડોના પેમેન્ટ અટકાઈ જવાની સંભાવના છે. ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકોના કહેવા મુજબ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન બાંગ્લાદેશમાં અંદાજે રુ.5000 કરોડની નિકાસ થઈ હતી. દર મહિને અંદાજે રુ.400-500 કરોડનો વેપાર થાય છે.
હાલમાં સર્જાયેલા સંકટના લીધે શિપમેન્ટ અટકાવી દેવાયા છે. જે શિપમેન્ટ પોર્ટ પર છે, તેમનુ અનલોડિંગ અટકી ગયુ છે. નવા ઑર્ડર લેવામાં નથી આવી રહ્યા. તમને જણાવી દઈએ કે ગુજરાતથી બાંગ્લાદેશમાં કોટન, યાર્ન, મેન મેઈડ ફાઈબરની નિકાસ કરવામાં આવે છે. સુરતથી દર મહિને લગભગ રુ.200 કરોડની નિકાસ થાય છે.
મળતી માહિતી મુજબ બાંગ્લાદેશમાં 3000થી વધુ ટેક્સટાઈલ મિલો બંધ થઈ ગઈ છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ બાંગ્લાદેશ સંકટથી ગુજરાતને કોઈ લાભ નહિ થાય. ભારતથી બાંગ્લાદેશમાં નિકાસ વધુ અને આયાત ઓછી છે. ત્યાંથી ગુજરાતમાં નજીવો માલ આવે છે.
વળી, બાંગ્લાદેશમાં કપડાંનુ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. સસ્તી મજૂરીના કારણે યુરોપ અને અમેરિકાના દેશોમાંતી મોટા ઓર્ડર મળતા હોય છે. જો બાંગ્લાદેશનુ રાજકીટ સંકટ 6 કરતા વધુ મહિના ચાલે તો આ ઓર્ડર ભારત આવવાની સંભાવના છે.
ભારતમાંથી બાંગ્લાદેશમાં એક્સપોર્ટ થતી વસ્તુઓ
વાણિજ્ય મંત્રાલય મુજબ ભારત દર મહિને અંદાજે 71 અબજનો માલસામાન બાંગ્લાદેશમાં એક્સપોર્ટ કરે છે. એક્સપોર્ટ થતી વસ્તુઓની વાત કરીએ તો ભારત 146000નું મીટ બાંગ્લાદેશમાં એક્સપોર્ટ કરે છે, 21 કરોડનું માછલી અને ક્રસ્ટેસિયન, મોલસ્ક અને અન્ય જળચર અપૃષ્ઠવંશી પ્રાણીઓ એક્સપોર્ટ થાય છે. 2 કરોડના ડેરી પ્રોડક્ટ્સ જેવાં કે ઈંડાં, નેચરલ હની વગેરે એક્સપોર્ટ થાય છે. 1 અબજ 48 લાખનું બકાલું એક્સપોર્ટ થાય છે. 25 લાખનાં ફળ-ફળાદી એક્સપોર્ટ થાય છે. 2 અબજ 47 લાખના કોફી, ચા, મેટ અને મસાલા એક્સપોર્ટ થાય છે.
1 અબજ 16 લાખની કિંમતનું અનાજ એક્સપોર્ટ થાય છે. 2 અબજ 17 લાખનાં ખાંડ અને ખાંડ કન્ફેક્શનરી એક્સપોર્ટ થાય છે. 12 અબજ 98 લાખના ખનિજ ઇંધણ, ખનિજ તેલ અને તેમના નિસ્યંદનના ઉત્પાદનો; બિટ્યુમિનસ પદાર્થો; મિનરલ વેક્સ વગેરે એક્સપોર્ટ થાય છે. 6 અબજનો ખાદ્ય ઉદ્યોગોમાંથી અવશેષો અને કચરો; તૈયાર પશુ ચારો એક્સપોર્ટ થાય છે.
આ ઉપરાંત બાંગ્લાદેશમાં 81 કરોડના અકાર્બનિક રસાયણો એક્સપોર્ટ થાય છે. 2 અબજ 9 કરોડનાં ઓર્ગેનિક કેમિકલ્સ એક્સપોર્ટ થાય છે. 33 લાખની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે. 1 અબજ 44 લાખના ટેનિંગ અથવા ડાઇંગ અર્ક એક્સપોર્ટ થાય છે. 39 કરોડના આવશ્યક તેલ અને રેસિનોઇડ્સ એક્સપોર્ટ થાય છે.
1 અબજ 5 કરોડના વિવિધ કેમિકલ ઉત્પાદનો એક્સપોર્ટ થાય છે. 1.5 અબજની પ્લાસ્ટિક અને તેનાથી સંબંધિત વસ્તુઓ એક્સપોર્ટ થાય છે. આ ઉપરાંત 12.5 અબજનું કોટન એક્સપોર્ટ થાય છે. 3 અબજની ન્યુક્લિયર રિએક્ટર, બોઈલર, મશીનરી અને યાંત્રિક ઉપકરણો અને તેના ભાગો એક્સપોર્ટ થાય છે.
નોંધનીય છે કે ભારતમાંથી બાંગ્લાદેશમાં એક્સપોર્ટ થતી ચીજ-વસ્તુઓનો અહીં આપેલ ડેટા વાણિજ્યિક વિભાગ તરફથી મળેલ છે અને આ ડેટ મે 2024નો છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વેપાર સંબંધો ઘણા જૂના છે. શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા હતા. શેખ હસીના અને તેમની નીતિઓને ભારત તરફી ગણવામાં આવે છે. બાંગ્લાદેશમાં બની રહેલી સરકારનું ભારત પ્રત્યે શું વલણ રહેશે તે હવે જોવાનુ રહેશે.
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
