વરરાજાને લગ્નમાં ઊંધો લટકાવીને મારવામાં આવે છે, જાણો અનોખી પરંપરા
દુનિયામાં ઘણા અજીબોગરીબ રીત રીવાજો જોવા મળે છે. જેના વિશે જાણીને તમે ચોંકી જશો. દુનિયાના અલગ અલગ દેશોનાં લગ્નના રીત રીવાજો પણ અલગ અલગ હોય છે. જેમાંથી કેટલાક હાસ્યાસ્પદ હોય છે, તો કેટલાક ડરામણા.
દુનિયામાં ઘણા અજીબોગરીબ રીત રીવાજો જોવા મળે છે. જેના વિશે જાણીને તમે ચોંકી જશો. દુનિયાના અલગ અલગ દેશોનાં લગ્નના રીત રીવાજો પણ અલગ અલગ હોય છે. જેમાંથી કેટલાક હાસ્યાસ્પદ હોય છે, તો કેટલાક ડરામણા. જેમ કે, ભારતમાં બુટ ચોરવાનો રીવાજ છે, જે બીજા દેશમાં નવાઇ પમાડનારો હશે. તો આવો જાણીએ લગ્નના આવા અજીબ રીવાજો વિશે.

ભારતની જેમ વિશ્વના અન્ય દેશોમાં પણ લગ્નમાં ઘણા પ્રકારની વિધિઓનું પાલન કરવામાં આવે છે, જે આપણને ખૂબ જ વિચિત્ર લાગી શકે છે. આજે અમે તમને દક્ષિણ કોરિયાના લગ્નમાં એક એવી વિધિ વિશે જણાવીશું, જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ દેશમાં લગ્ન દરમિયાન છોકરાએ પોતાની મરદાનગી સાબિત કરવી પડે છે, જેના માટે ઘણી મારપીટ કરવામાં આવે છે.
દક્ષિણ કોરિયામાં લગ્ન બાદ છોકરાને લાકડાથી બાંધીને ઊંધો લટકાવી દેવામાં આવે છે. આ પછી છોકરાને તેના તળિયા પર લાકડી વડે મારવામાં આવે છે. આ સિવાય છોકરાને જૂતા પણ મારવામાં આવે છે.
આ પરંપરાને અનુસરવાનું એક મોટું કારણ છે. દક્ષિણ કોરિયાના લોકોનું માનવું છે કે, જો છોકરાઓ આ પરંપરામાં પાસ થઈ જાય તો આવનારા સમયમાં તેમને કોઈ સમસ્યા નથી. તેઓ પહેલેથી જ માર ખાવા ટેવાયેલા હોય છે, તેથી તેઓ તેમના બાકીના જીવન માટે મજબૂત રહે છે.
દક્ષિણ કોરિયામાં લોકો આ વિધિને ખૂબ જ આનંદથી ઉજવે છે. એવું કહેવાય છે કે, વરરાજાના મિત્રો છોકરાને લટકાવી દે છે અને તેના તળિયા પર લાકડી વડે માર મારે છે. દક્ષિણ કોરિયાની જેમ દુનિયાના ઘણા દેશોમાં વિચિત્ર રીત-રિવાજોનું પાલન કરવામાં આવે છે.
લગ્નમાં પૈસા આપીને બોલાવવામાં આવે છે મહેમાન
લગ્ન સમારોહમાં વધુને વધુ લોકોને આમંત્રિત કરીને તેમને સમાજમાં તેમની સ્થિતિ સાથે જોડીને જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, લગ્ન સમારોહમાં જેટલા વધુ મહેમાનો આવે છે, તેટલા તે વધુ પ્રખ્યાત છે. અહીં લોકો સમાજમાં પોતાની ઓળખ બનાવવા માટે મહેમાનોની ખરીદી કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ કામ કરવા માટે ત્યાં એજન્સીઓ પણ કામ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
