વિશ્વની ટોપ 10 સૌથી મોંઘી સાઇકલ, કિંમત લાખો ડોલર
આજ કાલ સાઇકલ ચલાવનારાઓ બહુ જ ઓછા જોવા મળશે, પરંતુ એક સમય હતો જ્યારે ભારતમાં સાઇકલનું વેચાણ ઘણું જ થતું હતું, જોકે આજે બાઇક અને સ્કૂટરનું ચલણ વધી ગયું હોવાથી સાઇકલનું પ્રમાણ ઓછું થઇ ગયું છે, તેમ છતાં આપણને રસ્તાઓ પર સાઇકલની હાજરી જોવા મળી જાય છે. હીરો, એટલાસ સહિતની અનેક કંપનીઓ દ્વારા સાઇકલનું નિર્માણ કરવામાં આવે છે. કિંમત અંગે વાત કરવામાં આવે તો પણ સાઇકલની કિંમત એટલી ઓછી હોય છેકે, આપણે તેને સહેલાયથી લઇ શકીએ છીએ. ભારતમાં સાઇકલની કિંમત 2000થી લઇને 10 હજાર રૂપિયા સુધીની હોય છે.
જોકે વિશ્વની કેટલીક એવી સાઇકલ છેકે જેની કિંમત સાંભળવા માત્રથી તમે આશ્ચર્ય પામી જશો કે આટલી બધી મોંઘી સાઇકલ. આજે અમે અહીં એવી જ ટોપ 10 સાઇકલ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જેની કિંમત હજારો ડોલરથી લઇને લાખો ડોલર સુધીની છે. તો ચાલો તસવીરો થકી એ સાઇકલ કઇ કઇ છે, અને તેમની કિંમત કેટલી છે એ અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- 15 લાખ રૂપિયામાં ધૂમ મચાવી રહી છે આ પાંચ કાર્સ
આ પણ વાંચોઃ- સુઝુકી ગિક્સરની આ ચાર બાઇક્સ સાથે થશે જોરદાર ટક્કર
આ પણ વાંચોઃ- જોતા જ દિલ જીતી લે તેવી ભારતની 10 કન્વર્ટેબલ કાર્સ

ટ્રેક બટરફ્લાઇ મડોન
સાઇકલની કિંમતઃ- 500,000 ડોલર
આ સાઇકલને બ્રિટિશ આર્ટિસ્ટ ડેમિન હિર્સ્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ સાઇકલ વિશ્વની સૌથી મોંઘી સાઇકલ ગણાય છે.

ટ્રેક યોશિતોમો નારા સ્પીડ કોન્સેપ્ટ
સાઇકલની કિંમતઃ- 200,000 ડોલર
આ વિશ્વની બીજા નંબરની સૌથી મોંઘી સાઇકલ છે. આ સાઇકલને લાન્સ આર્મસ્ટ્રોગ દ્વારા આયોજીત કેન્સર જાગૃતિ અભિયાનમાં રજૂ કરવામાં આવી હતી.

કાવાસ, ટ્રેક મેડોન
સાઇકલની કિંમતઃ-160,000 ડોલર
આ એક સુંદર સાઇકલ છે અને વિશ્વની સૌથી મોંઘી સાઇકલ્સની યાદીમાં તે ત્રીજા ક્રમે આવે છે.

એઉરુમેનિયા ક્રિસ્ટલ એડિશન ગોલ્ડ બાઇક
સાઇકલની કિંમતઃ-114,400 ડોલર
સૌથી મોંઘી સાઇકલની યાદીમાં આ ચોથા ક્રમે આવે છે, જેમાં ગોલ્ડ પ્લેટેડ બોડી છે.

ટ્રેક મેડોન 7 ડાયમન્ડ
સાઇકલની કિંમતઃ-75,000 ડોલર
આ યાદીમાં ટ્રેક મેડોન 7 ડાયમન્ડ પાંચમાં ક્રમે આવે છે.

ક્રોમ હાર્ટ્સ એક્સ સેરવેલો
સાઇકલની કિંમતઃ-60,000 ડોલર
આ યાદીમાં ક્રોમ હાર્ટ્સ એક્સ સેરવેલો છઠ્ઠાં ક્રમે આવે છે.

રેર ટિફ્ફની એન્ડ કુ. સિલ્વર માન્ટેડ લેડીઝ બાઇસિકલ
સાઇકલની કિંમતઃ-50,000-70,000 ડોલર
આ યાદીમાં રેર ટિફ્ફની એન્ડ કુ. સિલ્વર માન્ટેડ લેડીઝ બાઇસિકલ સાતમા ક્રમે આવે છે.

માઉન્ટેન્ટ લક્ઝરી ગોલ્ડ કલેક્શન
સાઇકલની કિંમતઃ-46,000 ડોલર
આ યાદીમાં માઉન્ટેન્ટ લક્ઝરી ગોલ્ડ કલેક્શન આઠમાં ક્રમે આવે છે.

લિટસ્પીડ બ્લેડ બાઇક
સાઇકલની કિંમતઃ-40,800 ડોલર
આ યાદીમાં લિટસ્પીડ બ્લેડ બાઇક નવામાં ક્રમે આવે છે.

કેજીએસ ટાઇર 3 કસ્ટમ બાઇક
સાઇકલની કિંમતઃ-30,000
વિશ્વની સૌથી મોંઘી સાઇકલની યાદીમાં 10માં ક્રમે કેજીએસ ટાઇર 3 કસ્ટમ બાઇક આવે છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
