વિશ્વની સૌથી લાંબી બસ, લંબાઇ 101 ફૂટ
વિશ્વ ક્રિએટિવીટીથી ભરપૂર છે, આપણને દરેક પળે દરેક ક્ષેત્રમાં કંઇક ને કંઇક નવીનતાભર્યું જોવા મળતું હોય છે. આવું જ કંઇક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે કરવામાં આવ્યું છે. અત્યારસુધી આપણે ડબલ ડેક્કર કે પછી સામાન્ય બસમાં જ બે બસ જેટલી સ્પેસ ઉભી કરેલી ટ્રાવેલ્સ કે પછી અન્ય ટ્રાન્સપોર્ટ વ્હીકલ જોયું હશે અથવા ટ્રાવેલિંગ દરમિયાન આંખે ચઢી હશે, પરંતુ ઓટો ટ્રામ દ્વારા એક એવી બસની રચના કરવામાં આવી છે, જે ત્રણ બસ સમાન એક બસ જેવી છે, માર્ગ પર એ દોડતી હોય તો એવું લાગે કે જાણે ટ્રેનના ત્રણ ડબ્બા રોડ પર દોડી રહ્યાં છે.
ઓટો ટ્રામ દ્વારા બનાવવામાં આવેલી આ બસને વિશ્વની સૌથી લાંબી બસ તરીકે જાહેર કરવામાં આવી છે. આ બસની ક્ષમતા એક સાથે 256 જેટલા મુસાફરોને વહન કરવાની છે. આ બસની લંબાઇ 101 ફૂટ છે એટલે કે અંદાજે 31 મીટર લાંબી. આ બસને નીહાળતા જ લોકો તેને મીની ટ્રેનની ઉપમા આપી સંબોધે છે. નોંધનીય છે કે, આ બસ મોટા ભાગે ઇલેક્ટ્રિક પાવર પર ચાલે છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે આ બસ સાથે જોડાયેલી કેટલીક બાબતો પર નજર ફેરવીએ.

લંબાઇ 101 ફૂટ
ઓટો ટ્રામ એક્સ્ટ્રા ગ્રાન્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વિશ્વની સૌથી લાંબી બસની લંબાઇ 101 ફૂટ હોવાનું જણાવવામાં આવ્યું છે એટલે કે બસની લંબાઇ અંદાજે 31 મીટરની આસપાસ હશે.

ફ્યૂચર ઓરિએન્ડેટ ટેક્નોલોજી
ઓટો ટ્રામ એક્સ્ટ્રા ગ્રાન્ડ દ્વારા આ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફ્યૂચર ઓરિએન્ટેડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પબ્લિક ટ્રાન્સપોર્ટએ બસ અને ટ્રામ્સના સંયુક્ત ભવિષ્ય સમાન છે.

હાઇ ફ્લેક્સિબિલિટી
આ બસના ભવિષ્યની વાત કરવામાં આવે તો હાઇ ફ્લેક્સિબિલિટી, લો ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર કોસ્ટ છે. ટ્રામ્સમાં એડવાન્ટેજ ઉમેરવામાં આવ્યું હોય તેમ હાઇ ટ્રાન્સપોર્ટ કેપેસિટી, સારી ડ્રાઇવિંગ સુવિધા આ બસમાં આપવામાં આવી છે.

256 મુસાફરોના વહનની ક્ષમતા
અન્ય બસોની સરખામણીએ આ બસ 30 મીટર લાંબી છે અને તેની ક્ષમતા 256 મુસાફરોનું વહન કરવાની છે. બસમાં મલ્ટી યુનિટ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બસના નિર્માણ પાછળ કોનું છે ભેજુ
બસના નિર્માણની વાત કરવામાં આવે તો જર્મન ફેડરલ મિન્સ્ટ્રી ઓફ એજ્યુકેશન અને રિસર્ચના માર્ગદર્શન હેઠળ રિજીઓનલ વોચ્સુમસ્કેર્નનું સંશોધન છે. બસમાં જે ઓટો ટ્રામ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ફ્રાઉન્હોફેર દ્વારા ડેવલોપ કરવામાં આવેલા વ્હીકલ કોન્સેપ્ટ પર આધારિત છે. જેનો ઉપયોગ પહેલા માત્ર સંશોધન સમયે જ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેનો ઉપયોગ ટ્રાયલમાં પણ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત તેના નિર્માણમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ પાવર એન્જીનિયરિંગ, ટીયુ ડ્રેસડેન અને વિત્તુર ઇલેક્ટ્રિક ડ્રાઇવ જીએમબીએચના સંશોધનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પહેલીવાર વિશ્વ સમક્ષ રજૂ કરાઇ
22 ઓગસ્ટ 2012ના રોજ આ ન્યુ ઓટો ટ્રામ એક્સ્ટ્રા ગ્રાન્ડને પહેલી વાર લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ બસને હિસ્ટોરિક સિટી સેન્ટર ઓફ ડ્રેસેડેનમાં રજૂ કરવામાં આવી હતી.

લોકોમાં જગાવ્યું આકર્ષણ
વિશ્વની આ સૌથી લાંબી બસને લોકો સમક્ષ મુકવામાં આવ્યા બાદ તેની લોકપ્રિયતામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. બેઇજિંગ અને શાંઘાઇ જેવા શહેરોએ તો આ બસ માટેના ઓર્ડર પણ આપી દીધા છે.

બસની અંદાજીત કિંમત
વિશ્વાની સૌથી લાંબી બસની કિંમત 1.25 મિલિયન ડોલકર આંકવામાં આવી છે એટલે કે અંદાજે 6.2 કરોડ રૂપિયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
