આ કાર જોતા જ મહિલાઓના મુખેથી સરી પડે છે WOW
આમ તો સામાન્ય રીતે જ્યારે કોઇ કારની ખરીદી કરવામાં આવે છે ત્યારે પરિવારના મોભી દ્વારા કે પછી યુવાનો દ્વારા પસંદ કરવામાં આવેલી કારને વધું મહત્વ આપવામાં આવે છે અને કારની ખરીદી વખતે મહિલાઓ દ્વારા તેમાં કોઇપણ પ્રકારનો હસ્તક્ષેપ કરવામાં આવતો નથી. જેથી આપણને એવું લાગે કે મહિલાઓની કોઇ ખાસ કાર પંસદગી નહીં પરંતુ જો, તમે એવું વિચારી રહ્યાં હોવ તો ખોટા છો, કારણ કે અહીં એક એવો સર્વે આપવામાં આવ્યો છે, જેમાં મહિલાને પસંદ પડતી ટોપ ટેન કાર અંગે જણાવવામાં આવ્યું છે.
વિશ્વ ભરમાં એકથી એક શાનદાર કાર રજૂ કરીને લોકોને મોહિત કરતી વિવિધ કાર નિર્માતા કંપનીઓની કેટલીક એવી કાર છે કે જેણે મહિલાઓના દિલા ખાસ સ્થાન મેળવ્યું છે, જેમાં વોલ્વો, નિસાન, ફોક્સવેગન સહિતની કંપનીઓ છે, તો ચાલો તસવીરો થકી આપણે મહિલાઓને કઇ કાર કેટલી પસંદ છે તે અંગેના એક રોચક સર્વે પર નજર ફેરવીએ.

વોલ્વો એસ 40(Volvo S40)
આ કાર મહિલામાં ઘણી જ લોકપ્રિય છે, સર્વે અનુસાર મહિલાઓ દ્વારા ખરીદવામાં આવેલી કારની ટકાવારી 57.9 છે.

નિસાન રોગ(Nissan Rogue)
વોલ્વોની એસ40ની જેમ નિસાનની રોગ પણ મહિલાઓમાં ખાસ્સી લોકપ્રિય છે. સર્વેમાં જણાવવામાં આવેલી ટકાવારી અનુસાર વિશ્વમાં 56.9 ટકા મહિલાઓ દ્વારા આ કારની ખરીદી કરવામાં આવે છે.

ફોક્સવેગન ઇઓસ(Volkswagon Eos)
ફોક્સવેગનની ઇઓસ મહિલાઓની પસંદગીના મામલે ત્રીજા નંબર પર આવે છે. મહિલાઓ દ્વારા આ કારની ખરીદીની ટકાવારી 54.4 ટકા છે.

ફોક્સવેગન બીટલ(Volkswagen Beetle)
ફોક્સવેગનની બીટલ પણ મહિલાઓની પસંદગીમાં ખરી ઉતરી છે. મહિલાઓ દ્વારા આ કારની ખરીદી કરવાની ટકાવારી 54.6 ટકા છે.

હુન્ડાઇ ટસ્કન(Hyundai Tucson)
મહિલાઓ દ્વારા હુન્ડાઇની ટસ્કન કારની ખરીદી કરવાની ટકાવારી 54 ટકા છે.

હોન્ડા સીઆરવી(Honda CR-V)
હોન્ડાની સીઆરવી પણ મહિલાઓનું દિલ જીતવામાં સફળ નીવડી છે. વિશ્વભરમાં આ કારની મહિલાઓ દ્વારા કરવામા આવતી ખરીદીની ટકાવારી 53.4 ટકા છે.

ટોયોટા આરએવી 4(Toyota RAV4)
વિશ્વની 53 ટકા મહિલાઓ દ્વારા ટોયોટાની આરએવી 4ની ખરીદી કરવામાં આવે છે.

નિસાન જૂક(Nissan JUKE)
વિશ્વની 52.7 ટકા મહિલાઓ દ્વારા નિસાનની જૂક કારને ખરીદવામાં આવે છે.

જીપ કોમ્પાસ(Jeep Compass)
જીપ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી કારની વાત કરવામાં આવે તો વિશ્વની 52.7 ટકા મહિલાઓ દ્વારા જીપની કોમ્પાસની ખરીદી કરવામાં આવે છે.

નિસાન વેર્સા(Nissan Versa)
મહિલાઓમાં નિસાન કાર ઘણી જ લોકપ્રિય છે. આ સર્વેમાં મહિલાઓ દ્વારા ખરીદવામાં આવતી કારમાં નિસાનની આ ત્રીજી કાર છે. નિસાનની આ કાર ખરીદવામાં મહિલાઓની ટકાવારી 52.2 ટકા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
