ભારતમાં વેચાતી હોન્ડાની ટોપ 5 કાર્સ, કિંમત 4થી 25 લાખ સુધી
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા પોતાની શ્રેષ્ઠ અને લોકપ્રીય કારને વેચાણ અર્થે રજૂ કરવામાં આવે છે. વૈશ્વિક ઓટો ક્ષેત્રે ભારત મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. ભારતમાં કાર્સનું વેચાણ વધતા હવે વિદેશી કંપનીઓ પણ ભારતીય ઓટો બજારને પહેલું પ્રાધાન્ય આપી રહી છે. જેમાં હોન્ડા, હુન્ડાઇ, નિસાન, ટોયોટા, શેવરોલે, મર્સીડિઝ, બીએમડબલ્યુ, ફોક્સવેગન, સ્કોડા અને ઑડી જેવી કાર નિર્માતા કંપની છે. વાત બ્રાન્ડની થઇ રહી છે, ત્યારે હોન્ડા ભારતમાં સારી એવી લોકપ્રીયતા ધરાવે છે.
હોન્ડા દ્વારા ભારતમાં પાંચ મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં હોન્ડા બ્રાયો તેનું એન્ટ્રી લેવલનું એટલે કે એફોર્ડેબલ મોડલ છે, જ્યારે તેનું સૌથી ઉંચુ મોડલ સીઆરવી છે, તેની કિંમત 25 લાખ રુપિયાની આસપાસ છે. જો તમે પણ હોન્ડાની કારને પસંદ કરી રહ્યાં હોવ અથવા તો ફોક્સવેગનની કાર પર પસંદગી ઉતારવાનું વિચારી રહ્યાં હોવ તો આજે અમે અહીં હોન્ડાની ટોપ પાંચ કાર્સ અંગે કિંમત અને એન્જીન સ્પેસિફિકેશન સહિતની માહિતી આપી રહ્યાં છીએ, જે તમને તમારી પસંદગીની કાર ખરીદવામાં મદદરૂપ થઇ શકે છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.
આ પણ વાંચોઃ- ભારતમાં વેચાતી ફોક્સવેગનની ટોપ 8 કાર્સ, કિંમત 4થી 77 લાખ સુધી
આ પણ વાંચોઃ- ડ્રાઇવિંગ દરમિયાન આ સિસ્ટમનો ઉપયોગ બની શકે છે જોખમી
આ પણ વાંચોઃ- કોલેજ સ્ટૂડન્ટ્સ માટેની ટોપ 10 ભારતીય કાર્સ

હોન્ડા બ્રાયો
કિંમતઃ- 4.24થી 6.37 લાખ રૂપિયા
એન્જીનઃ- 1198 સીસી, 1.2 લિટર પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 88 બીએચપી અને 4500 આરપીએમ પર 109 એનએમ ટાર્ક
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 16 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર

હોન્ડા અમેઝ
કિંમતઃ- 5.34થી 8.04 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2 લિટર પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 88 બીએચપી અને 4500 આરપીએમ પર 109 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિટર ડીઝલ એન્જીન, 3600 આરપીએમ પર 98 બીએચપી અને 1750 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 15 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 17 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(પેટ્રોલ), 22 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 25 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)

હોન્ડા મોબિલિયો
કિંમતઃ- 6.81થી 11.4 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1497 સીસી, 1.5 લિટર આઇ વીટેક પેટ્રોલ એન્જીન, 6600 આરપીએમ પર 118 બીએચપી અને 4600 આરપીએમ પર 145 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિટર, આઇ ડીટેક ડીઝલ એન્જીન, 3600 આરપીએમ પર 99 બીએચપી અને 1750 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 15 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 17 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(પેટ્રોલ), 20 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 22 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)

હોન્ડા સિટી
કિંમતઃ- 7.56થી 11.6 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1497 સીસી, 1.5 લિટર, આઇ વીટેક પેટ્રોલ એન્જીન, 6600 આરપીએમ પર 119 બીએચપી અને 4600 આરપીએમ પર 145 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિટર, આઇ વીટેક ડીઝલ એન્જીન, 3600 આરપીએમ પર 100 બીએચપી અને 1750 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 16 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(પેટ્રોલ), 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 16 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)

હોન્ડા સીઆર વી
કિંમતઃ- 21.44થી 25.75 લાખ રૂપિયા
એન્જીનઃ- 2354 સીસી, 2.4 લિટર પેટ્રોલ એન્જીન, 7000 આરપીએમ પર 190 બીએચપી અને 4400 આરપીએમ પર 226 એનએમ ટાર્ક
એવરેજઃ- 10 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 12 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
