ભારતમાં વેચાતી ફોક્સવેગનની ટોપ 8 કાર્સ, કિંમત 4થી 77 લાખ સુધી
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા પોતાની શ્રેષ્ઠ અને લોકપ્રીય કારને વેચાણ અર્થે રજૂ કરવામાં આવે છે. વૈશ્વિક ઓટો ક્ષેત્રે ભારત મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. ભારતમાં કાર્સનું વેચાણ વધતા હવે વિદેશી કંપનીઓ પણ ભારતીય ઓટો બજારને પહેલું પ્રાધાન્ય આપી રહી છે. જેમાં હોન્ડા, હુન્ડાઇ, નિસાન, ટોયોટા, શેવરોલે, મર્સીડિઝ, બીએમડબલ્યુ, ફોક્સવેગન, સ્કોડા અને ઑડી જેવી કાર નિર્માતા કંપની છે. વાત બ્રાન્ડની થઇ રહી છે, ત્યારે ફોક્સવેગન ભારતમાં સારી એવી લોકપ્રીયતા ધરાવે છે.
ફોક્સવેગન દ્વારા ભારતમાં પાંચ મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં પોલો તેનું એન્ટ્રી લેવલનું એટલે કે એફોર્ડેબલ મોડલ છે, જ્યારે તેનું સૌથી ઉંચુ મોડલ ફેન્ટન છે, તેની કિંમત 77 લાખ રુપિયાની આસપાસ છે. જો તમે પણ ફોક્સવેગનની કારને પસંદ કરી રહ્યાં હોવ અથવા તો ફોક્સવેગનની કાર પર પસંદગી ઉતારવાનું વિચારી રહ્યાં હોવ તો આજે અમે અહીં ફોક્સવેગનની ટોપ આઠ કાર્સ અંગે કિંમત અને એન્જીન સ્પેસિફિકેશન સહિતની માહિતી આપી રહ્યાં છીએ, જે તમને તમારી પસંદગીની કાર ખરીદવામાં મદદરૂપ થઇ શકે છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.
આ પણ વાંચોઃ- યમરાજ બની આવી કાર, કિસ્મત સામે મોતે પણ નમતુ જોખ્યું
આ પણ વાંચોઃ- ભારતમાં વેચાતી સ્કોડાની ટોપ 5 કાર્સ, કિંમત 4થી 27 લાખ સુધી
આ પણ વાંચોઃ- ભારતમાં ધૂમ મચાવી રહેલી 25 બેસ્ટ કાર્સ

ફોક્સવેગન પોલો
કિંમતઃ- 4.99થી 8.35 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2 લિટર પેટ્રોલ એન્જીન, 5400 આરપીએમ પર 75 બીએચપી અને 3750 આરપીએમ પર 110 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિટર ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 90 બીએચપી અને 2500 આરપીએમ પર 230 એનએમ ટાર્ક
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 16 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર( પેટ્રોલ), 16 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 18 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)

ફોક્સવેગન વેન્ટો
કિંમતઃ- 7.44થી 10.95 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 1.6 લિટર પેટ્રોલ એન્જીન, 5250 આરપીએમ પર 105 બીએચપી અને 3800 આરપીએમ પર 153 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4400 આરપીએમ પર 105 બીએચપી અને 2500 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
એવરેજઃ- 16 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 18 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(પેટ્રોલ), 12 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 14 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)

ફોક્સવેગન ક્રોસ પોલો
કિંમતઃ- 7.98થી 7.99 લાખ રૂપિયા
એન્જીનઃ- 1199 સીસી, 1.2 લિટર, 3 સિલિન્ડર, ઇનલાઇન ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 75 બીએચપી અને 2000 આરપીએમ પર 180 એનએમ ટાર્ક
એવરેજઃ- 16 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 18 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર

ફોક્સવેગન જેટ્ટા
કિંમતઃ- 13.61થી 19.47 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1390 સીસી, 1.4 લિટર પેટ્રોલ એન્જીન, 5000 આરપીએમ પર 122 બીએચપી અને 4000 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1968 સીસી, 2.0 લિટર ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 103 બીએચપી અને 2500 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 16 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(પેટ્રોલ), 16 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 18 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)

ફોક્સવેગન બીટલ
કિંમતઃ- 21.73 લાખ રૂપિયા
એન્જીનઃ- 1984 સીસી, 2.0 લિટર પેટ્રોલ એન્જીન, 5400 આરપીએમ પર 116 બીએચપી અને 3200 આરપીએમ પર 172 એનએમ ટાર્ક
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 16 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર

ફોક્સવેગન પાસટ
કિંમતઃ- 22.62થી 27.96 લાખ રૂપિયા
એન્જીનઃ- 1968 સીસી, 1.9 લિટર ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 170 બીએચપી અને 2500 આરપીએમ પર 350 એનએમ ટાર્ક
એવરેજઃ- 16 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 18 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર

ફોક્સવેગન ટોઉરેજ
કિંમતઃ- 59.54 લાખ રૂપિયા
એન્જીનઃ- 2967 સીસી, વી6 ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4400 આરપીએમ પર 245 બીએચપી અને 2250 આરપીએમ પર 550 એનએમ ટાર્ક
એવરેજઃ- 10 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 12 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર

ફોક્સવેગન ફેન્ટન
કિંમતઃ- 77.7 લાખ રૂપિયા
એન્જીનઃ- 3597 સીસી, 3.5 લિટર પેટ્રોલ એન્જીન, 6250 આરપીએમ પર 280 બીએચપી અને 3500 આરપીએમ પર 370 એનએમ ટાર્ક
એવરેજઃ- 12 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 14 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
