આ કાર અને બાઇક સ્ટંટને જોઇને રહી જશો દંગ
રફ્તાર અને સ્ટંટની દુનિયામાં રોજ નવા નવા કારનામા થતા રહે છે. દરેકને ઝડપી બાઇક અને કારમાં ફરવાનો શોખ હોય છે. આ શોખ ત્યારે વધુ રોમાંચક થઇ જાય છે, જ્યારે તેમાં સ્ટંટ અને ડ્રિફ્ટીંગ જેવા શબ્દોનો ઉપયોગ થઇ જાય છે. બાઇક સવારનો પીછો જ્યારે એક ઝડપી પોલીસ કાર કરે છે, તો તે નજારો કેવો હશે તેની કલ્પના તમે કરી શકો છો.
બૉલીવુડની એક જાણીતી ફિલ્મમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને એક શાનદાર ડાયલોગ માર્યો હતો કે,' ઇસ તરહ લાઇફમે ઇન્સાન સિર્ફ દો કેસમાં ભાગતા હે, યા તો ઓલિમ્પિક કી રેસ હો યા ફિર પુલિસ કા કેસ હો.' કંઇક આવું જ આ વખતે અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ. જી હા, તો ચાલો તસવીરો અને વીડિયો થકી જોઇએ દીલ હચમચાવી નાંખે તેવા સ્ટંટ અને ડ્રીફ્ટીંગના કારનમા અને તેની પાછળ છૂપાયેલી કહાણીને.

રેસની આખી કહાણી
નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરો તથા વીડિયોના માધ્યમથી જોઇએ રેસની આખી કહાણી.

કહાણીની શરૂઆત
આ કહાણીની શરૂઆત થાય છે, એક ફરજ બજાવતા પોલીસ કર્મી અને બે બાઇક રેસર વચ્ચેની પકડાં પકડીથી. એક પોલીસવાળો પોતાની ડ્યુટી દરમિયાન બે બાઇકર્સને રસ્તા પર સ્ટંટ કરતા જુએ છે અને ઝડપભેર ભાગતી બાઇકને જુએ છે અને પછી તે તેનો પીછો કરવા લાગે છે.

બાઇકર્સ પણ ચોંક્યા
પોલીસની કાર પીછો કરી રહી હોવાનું જોઇને બાઇકર્સના પણ હોંશ ઉડી ગયા હતા અને તેઓ તેનાથી પીછો છોડાવવા માટે બાઇક વધુ ભગાવવા લાગ્યા. તમે તસવીરમાં જોઇ શકો છો કે તે કેવી રીતે એક બીજાને ક્રોસ કરીને ઓવરટેક કરી રહ્યાં છે.

પોલીસકર્મીએ પોતાનું હુનર દર્શાવ્યું
બીજી તરફ પોલીસે બાઇકર્સનો પીછો કરે છે, પરંતુ થોડીવારમાં તેઓ આંખોથી દૂર થઇ જાય છે. પોલીસકર્મી દિમાગ લગાવે છે અને રસ્તા પર પડેલા ટાયરના નિશાન જોઇને એ દિશામાં જવા લાગે છે.

પર્વતો પર થાય છે ઘર્ષણ
ત્યારબાદ ખીણો પાસે આ બાઇકર્સની ટક્કર કારથી પીછો કરી રહેલા પોલીસ કર્મી સાથે થાય છે. પોલીસની કાર જોઇને તેમના હોંશ ઉડી જાય છે.

ઇન્ડ ઓફ રોડ પર સરેન્ડર
લાંબા ડ્રામા બાદ આખરે પોલીસકર્મી તેમને પકડી પાડે છે.

બાઇકર્સની ધોલાઇ
અનેક કીલોમીટર સુધી બાઇકર્સનો પીછો કર્યા બાદ ગુસ્સે ભરાયેલા પોલીસકર્મીએ બાઇકર્સની ધોલાઇ કરી હતી.

બાઇકર્સ પર કર્યું ફાયરિંગ
અચાનક પોલીસવાળાની પિસ્તોલમાંથી ગોળીઓ વરસી અને બાઇકર્સ પાસેથી પસાર થતા સાંપને ભેદીને જમીનમાં ઘુસી જાય છે.

ક્સટમાઇઝ સ્પોર્ટ બાઇકની દમદાર રફ્તાર
આ રેસમાં ટ્રોયમ્પની શાનદાર સ્પોર્ટ બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રેસર્સે આ બાઇકમાં કેટલાક ખાસ ફેરબદલ પણ કર્યા છે. જેનાથી શાનદાર સસ્પેન્શન અને ડ્રીફ્ટ માટે આ બાઇકમાં રોઅરિકંગ ટોયલના ગ્રીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંક્ષેપમાં જાણીએ આ બાઇકમાં પ્રયોગમાં લેવામાં આવેલી એક્સ્ટ્રા એક્સેસરિઝ.

ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવેલો રેસિંગ ડ્રેસ
આ એક એવી રેસ હતી, જેમાં દરેક પળે જીવનું જોખમ હતું. તેથી રેસર્સ માટે ખાસ ડ્રેસિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વેરિએન્ટ હેલ્મેટ
ઓવરલોડ જેકેટ
જસ્ટીસ ગ્લવ્સ
ઓવરલોડ પેન્ટ

ખાસ પ્રકારે તૈયાર કરાયેલી પોલીસ કાર
આ પોલીસ કારને પણ ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવી છે, જીહાં, આ કારને તૈયાર કરવામાં નીચે જણાવેલી કંપનીઓએ ભૂમિકા નિભાવી છે.
કાર ક્રાફ્ટર
વ્હેલેન
ગુથરી રેસિંગ
ફોલ્કેન

આ છે એ બે રેસર અને પોલીસવાળા
આ એક ગ્રુપ છે જે ડ્રિફ્ટપોકીલિક્સ નામથી એક વીડિયો સીરિઝ બનાવી રહ્યાં છે, આ સીરિઝનો બીજો ભાગ છે.
બાઇક રેસર અને પોલીસનો વીડિયો
આ બાઇક રેસર અને પોલીસનો વીડિયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
