પાણીમાં ડૂબેલી કારમાંથી કેવી રીતે નીકળવું સુરક્ષિત? જાણો ખાસ ટિપ્સ
દરેક કાર અકસ્માત ભયાવહ હોય છે, પરંતુ જ્યારે તમારી કારને અકસ્માત નડે અને એ પાણીમાં ડૂબી જાય તો? તે ઘણું જ બિહામણું હોય છે. આ પ્રકારના અકસ્માત થયેલી ઘટનાઓ આપણે અનેકવાર સમાચારમાં વાંચીએ છીએ અને તેમાં જીવ ગુમાવનારાઓની સંખ્યા પણ વધારે હોય છે. પાણીમાં કાર ડૂબી જવાથી તેમાંથી સુરક્ષિત બહાર નિકળવું ઘણું જ મુશ્કેલ બની જાય છે, કારણ કે પાણીની અંદર આપણે પોતાની જાતને બચાવવાનો અથવા તો આપણી સાથે મુસાફરી કરેલા લોકોને બચાવવા માટે જેટલી શક્તિનો ઉપયોગ જમીન પર કરી શકીએ છીએ તેટલો કરી શકતા નથી.
જોકે કેટલીક એવી ટિપ્સ છે, જેને અપનાવવામાં આવે અથવા તો તેને ફોલો કરવામાં આવે તો તમે પાણીમાં ડુબેલા તમારા વાહનમાંથી સુરક્ષિત રીતે બહાર નિકળી શકો છો અને તમારી સાથે મુસાફરી કરી રહેલા તમારા પરિજનો અથવા તો મુસાફરોનો જીવ પણ બચાવવામાં મદદરૂપ થઇ શકો છો. પૂરગ્રસ્ત વિસ્તારમાં પણ જ્યારે કાર ડૂબી જાય ત્યારે તમે આ ટિપ્સનો ઉપયોગ કરીને તમારી જાતને સુરક્ષિત કરી શકો છો, તો ચાલો તસવીરો થકી જાણીએ કે એવી કઇ કઇ ટિપ્સ અપનાવાથી આપણે પાણીની અંદર ડૂબેલી કારમાંથી સુરક્ષિત બહાર આવી શકીએ છીએ. અંતિમ સ્લાઇડમાં તેનો વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો છે, જે તમને સમજવામાં વધુ સહાયરૂપ સાબિત થશે.
આ પણ વાંચોઃ- ડીઝલ કાર લવર્સને આકર્ષી શકે તેવી ટોપ 10 એસયુવી
આ પણ વાંચોઃ- મર્સીડિઝ બેન્ઝની નવી જીએલએ આપશે આ ટોપ 3 વૈભવી કારને ટક્કર
આ પણ વાંચોઃ- 50 હજાર કરતા ઓછી કિંમતની ટોપ 7 કમ્યુટર બાઇક
આ પણ વાંચોઃ- શા માટે કારમાં આપવામાં આવે છે આરપીએમ, શું છે તેનું કાર્ય?

તમારી જાતને મજબૂત બનાવો
જ્યારે તમે જાણી જાઓ કે તમારી કાર રોડની સાઇડમાં ઉતરી ગઇ છે અને પાણીમાં જઇ રહી છે, ત્યારે તમારી જાતને બ્રેસ પોઝિશન એટલેકે મજબૂત સ્થિતિમાં લાવી દો. આ માટે તમે તમારી કારના સ્ટીયરિંગને નાઇન-થ્રી પોઝિશનમાં પકડી રાખો. જો અન્ય પોઝિશનમાં સ્ટીયરિંગને પકડવામાં આવે તો તેનાથી તમને ગંભીર ઇજાઓ પણ થઇ શકે છે અને તમે તમારી જાતને પાણીની બહાર કાઢવામાં મુશ્કેલી અનુભવશો.

સીટબેલ્ટ ખોલી નાંખો
જ્યારે પણ તમારી કાર પાણીમાં ડૂબવા લાગે કે તુરંત જ તમારી સીટબેલ્ટને ખોલી નાંખો, કારણ કે પાણી ભરાઇ જવાથી તમે સીટ બેલ્ટ ખોલી શકશો નહીં અથવા તો પાણી ભરાઇ જવાથી તે કામ કરતું પણ બંધ થઇ શકે છે, આવી સ્થિતિમાં તમે પાણીની બહાર નિકળી શકશો નહીં, તેથી જેમ બને તેમ સીટબેલ્ટને ખોલી નાંખવા જોઇએ.

પાણીમાં કાર ઘૂસે કે તુરંત જ વિન્ડો ખોલી નાખો
જ્યારે પણ તમારી કાર પાણીમાં ડૂબવા લાગે ત્યારે દરવાજો ખોલવામાં સમય વેડફ્યા વગર પહેલા વિન્ડોના કાંચને નીચે કરી લો, કારણ કે પાણીમાં કાર જતાં જ ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થઇ જાય છે અને જો એ સમયે વિન્ડો ખોલી દેવામાં આવે તો તમારી કારનો દરવાજો ન ખુલે તો પણ તમે બારીમાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરી શકો છો.

વિન્ડોનો કાંચ તોડી નાંખો
જો પાણીમાં કાર ડૂબવા લાગે અને તમે કારનો દરવાજો કે વિન્ડો ઓપન ન કરી શકતા હોવ તો વિન્ડોના કાંચને તોડી નાંખો, એ માટે જે કોઇપણ વસ્તુ હાથમાં આવે તેનાથી કાંચ તોડવાનો પ્રયાસ કરો. જેથી તમે પહેલી તકે કારની બહાર નિકળી શકો છો.

કારમાં પાણી સમાંતર થાય ત્યારે નિકળો
કારમાં પાણી ઘૂસવાની શરૂઆત થાય અને પાણી કારમાં સમાંતર લેવલે આવી જાય ત્યારે તેમાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરો. આ તમે એકદમ ચપળતા અને સજાગ રહીને કરવું પડશે, આ માટે તમારી પાસે વધુમાં વધુ 1 કે 2 મીનિટનો સમય હોઇ શકે છે. જો કારમાં અન્ય લોકો હોય તો તેમને પણ તમારે વહેલામાં વહેલી તકે કારની બહાર કાઢવાનો પ્રયાસ કરવો પડશે. કારમાંથી બહાર નિકળતાની સાથે જ જમીની ભાગ તરફ જવા માંડો.
કેવી રીતે ડૂબેલી કારમાંથી સુરક્ષિત બહાર નિકળવું
અહીં વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છેકે કાર પાણીમાં ડૂબી જાય ત્યારે તેમાંથી કેવી રીતે સુરક્ષિત બહાર નિકળવું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
