કેવી રીતે ચલાવવી ડીઝલ કાર, જાણો અસરકારક બાબતો
પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે, જોકે પેટ્રોલ કારધારકોને થોડીક રાહત આપતા સરકારે પેટ્રોલના ભાવમાં 1 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે, તેમ છતાં ડીઝલની સરખામણીએ પેટ્રોલનો ભાવ વધારે છે, જેને લઇને ભારતમાં ડીઝલ કારધારકોની સંખ્યામાં વધારો થયો છે. જેને લઇને દરેક કાર નિર્માતા કંપનીઓ ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં પોતાની ડીઝલ કારને લોન્ચ કરી રહી છે.
જોકે, સૌથી મહત્વની વાત એ છેકે ડીઝલ કાર ચલાવતી વખતે કેવા પ્રકારની સાવધાની રાખવામાં આવે તો તે પેટ્રોલ કાર કરતા વધારે સારી અને પોકેટ અનુરૂપ રહી શકે છે. હાલ ભારતના ઓટો માર્કેટની વાત કરવામાં આવે તો પેટ્રોલ કારની જેમ ડીઝલ કાર પણ એટલી જ માત્રામાં જોવા મળી રહી છે અને બની શકે કે તમારી પાસે પણ ડીઝલ કાર હોય, ત્યારે એ વાતને ધ્યાનમાં રાખીને અમે આજે અહીં ડીઝલ કાર સાથે જોડાયેલી કેટલીક અસરકારક બાબતો જણાવી રહ્યાં છીએ જે તમારી ડીઝલ કારને ચલાવવામાં મદદરૂપ થઇ શકે છે.
આ પણ વાંચોઃ- BMWની કાર છે તો ચોક્કસપણે જુઓ આ વીડિયો
આ પણ વાંચોઃ- વિશ્વના સુંદર રસ્તાઓ જ્યાં એકવાર તો અવશ્ય કરવું ડ્રાઇવ
આ પણ વાંચોઃ- કઇ કાર રહેશે સારીઃ ફિએસ્ટા, સિટી, વેન્ટો, વેરના કે સન્ની

એફિસિઅન્સી ડાયનેમિક
પેટ્રોલ એન્જીન કરતા ડીઝલ એન્જીન વધારે એફિસિઅન્ટ હોય છે, પરંતુ હંમેશા બે બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ તેથી તમારી ઓછા ડીઝલમાં વધારે મુસાફરી કરી શકે. ડીઝલ કાર ઓછા આરપીએમમાં વધારે ટાર્ક આપે છે, તેથી તમે ઉંચા ગીયરને ઓછી સ્પીડમાં રાખી શકો છો. તેનો અર્થ એ થાય કે જ્યારે તમે તમારી કારની સ્પીડ ઓછી કરો ત્યારે ગીયર બદલવાની ઝંઝટ રહેતી નથી. જોકે તેનો અર્થ એ નથી કે તમારી કારના એન્જીનને વધારે હાર્ડ બનાવો, જેમ ઉપર જણાવ્યા તેમ ટર્બો બુસ્ટ જોનથી ડીઝલ એન્જીન વધારે એફિસિઅન્ટ બને છે.

ઓવરટેક દરમિયાન
ડીઝલ કારની વાત કરવામાં આવે તો પેટ્રોલ કારની સરખામણીએ ડીઝલ કાર ઓછા આરપીએમમાં વધારે ટાર્ક પ્રોડ્યુસ કરે છે. તેથી ઓવરટેક વખતે ડીઝલ કાર સહેલાયથી જરૂરિયાત પ્રમાણેની સ્પીડ પકડી શકે છે. તેમજ તમારે વારંવાર કારને સ્લો કરતી વખતે ગીયર બદલવો પડતો નથી, તેમ છતાં તેના ટર્બો બૂસ્ટ આરપીએમની ઉપર આવી જાય તે પહેલા એન્જીનને 1000-1500 આરઇવીએ શક્ય તેટલું ઝડપી શિફ્ટ કરવું જોઇએ. તેથી ઓવરટેક કરતી વખતે કારને વધારે ભારણ ના પડે અને શક્તિ સાથે કાર ઓવરટેક કરી શકે.

ટ્રાફિક દરમિયાન
તમારી કાર ડીઝલ એન્જીન ધરાવે છે એનો અર્થ એ નથી કે તમે તેને ટ્રાફિકમાં પણ હાયર ગીયર પર રાખો, જ્યારે તમારે ક્લચનો વધારે ઉપયોગ કરવો પડે છે. આવા સમયે જ્યારે કારને ગીયર બદલવાની જરૂરિયાત ઉભી જણાય ત્યારે તમારી કારને એ પ્રમાણે અનુસરવી જોઇએ.

ટ્વિસ્ટી માઉન્ટેન રોડ પર ડ્રાઇવ
ટ્વિસ્ટી માઉન્ટેન રોડ પર ડીઝલ કાર ચલાવવાનો આનંદ જ અનેરો હોય છે. જોકે તેમાં પણ મહત્વની ભૂમિકા ટાર્ક ભજવે છે, ત્યારે ડીઝલ કારને આવા રસ્તા પર ચલાવતી વખતે તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે જાણી લેવાની જરૂર છે. તેથી જ્યારે તમે આવા રસ્તા પર કોર્નર પર કાર ચલાવો ત્યારે કાર તેના યોગ્ય ગીયરમાં હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. કારણ કે માઉન્ટેનમાં અચાનક વણાંક આવતા હોય છે તેથી એ પ્રમાણે તુરંત જ તેને બદલવા માટે તૈયાર રહો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
