તુલા રાશિમાં 18 ઓક્ટોબરથી બનશે ત્રિગ્રહી યોગ, જાણો શું પડશે પ્રભાવ?
સૂર્ય તુલા રાશિમાં 17 ઑક્ટોબરના રોજ પ્રવેશ કરશે ત્યારબાદ 18 ઓક્ટોબરના રોજ શુક્ર પણ તુલા રાશિમાં આવશે. જાણો આનાથી શું પ્રભાવ પડશે.
સૂર્ય તુલા રાશિમાં 17 ઑક્ટોબરના રોજ પ્રવેશ કરશે ત્યારબાદ 18 ઓક્ટોબરના રોજ શુક્ર પણ તુલા રાશિમાં આવશે. વળી, કેતુ પહેલેથી જ તુલા રાશિમાં છે માટે 18 ઓક્ટોબરથી તુલા રાશિમાં સૂર્ય, શુક્ર અને કેતુની ત્રિગ્રહી યુતિ થઈ જશે. આ સાથે જ સૂર્ય-કેતુની યુતિથી અહીં સૂર્ય ગ્રહણ દોષ પણ બની જશે. તેમની સાથે પ્રેમ સંબંધ, દાંપત્ય, ભૌતિક સુખોનો ગ્રહ શુક્ર પણ રહેશે માટે સૌથી વધુ પ્રભાવ વૃષભ-તુલાના જાતકો પર હશે. વૃષભ અને તુલા રાશિના જાતકોના પ્રેમ સંબંધ સંકટપૂર્ણ સ્થિતિમાં રહેશે. વિવાહિતોનુ દાંપત્ય જીવન સંકટમાં આવી શકે છે. વળી, ભૌતિક સુખોમાં પણ કમી આવી શકે છે.

તુલા રાશિમાં આવશે સૂર્ય
કેતુનુ ગોચર પહેલેથી જ તુલા રાશિમાં ચાલી રહ્યુ છે. 17 ઓક્ટોબરે રાત્રે 9.38 કલાકે સૂર્ય તુલા રાશિમાં જશે. જે તેની નીચ રાશિ છે. આના બરાબર 24 કલાક પછી 18 ઓક્ટોબરે શુક્ર રાત્રે 9.38 કલાકે તુલા રાશિમાં પ્રવેશ કરશે. આમ 18 ઓક્ટોબરથી શુક્ર, સૂર્ય અને કેતુના પ્રભાવમાં આવશે. શુક્ર અસ્ત જેવો થઈ જશે, શુક્ર નિસ્તેજ થઈ જશે અને તેનો કોઈ પ્રભાવ નહિ રહે. અન્ય રાશિના લોકો પણ આની અસરથી પ્રભાવિત થશે.

શુક્ર નિસ્તેજ થવાનો અર્થ
સૂર્યના પ્રભાવ હેઠળ શુક્રની પોતાની કોઈ અસર નહિ થાય. તુલા રાશિ શુક્રની રાશિ છે છતાં શુક્રનો પ્રભાવ સમાપ્ત થશે. શુક્ર પ્રેમ, લગ્ન, જાતીય શક્તિ, સૌંદર્ય, આકર્ષણનો પ્રતિનિધિ ગ્રહ છે. આ બધી અસરો ઓછી થઈ જશે અને તમામ રાશિઓ આનાથી પ્રભાવિત થશે. સૂર્ય-કેતુના ગ્રહણ દોષને કારણે તમામ રાશિઓના માન-સન્માનમાં ઘટાડો થશે.

શું ઉપાય કરશો
ત્રિગ્રહી દોષથી બચવા માટે રોજ નવગ્રહ સ્તોત્રનો પાઠ કરો. આ સ્થિતિ એક મહિના માટે એટલે કે 17 નવેમ્બર સુધી રહેશે. તેથી આ દરમિયાન દરરોજ નવગ્રહ સ્તોત્રનો પાઠ કરવો જરૂરી છે. નવગ્રહ પેન્ડન્ટ અથવા નવગ્રહ વીંટી પહેરો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
