KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું
KKR vs SRH: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મોટો સ્કોર ખડો કરી દીધો હતો. હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 226 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસેનનું બેટ આજે જોરદાર ચાલ્યું હતું. હૈદરાબાદે 65 રનથી આ મુકાબલો પોતાના નામે કર્યો, જ્યારે કેકેઆરને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો.

હૈદરાબાદની તોફાની બેટિંગ
ઇનિંગની શરૂઆતમાં ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરી હતી. હેડે 21 બોલમાં 46 રન ફટકાર્યા હતા, જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. જ્યારે અભિષેક શર્માએ 21 બોલમાં 48 રન બનાવીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ત્યારબાદ હેનરિક ક્લાસેને 52 રનની મહત્વની ઇનિંગ રમી, જ્યારે નીતીશ રેડ્ડીએ 39 રન ઉમેરીને સ્કોરને 200ને પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મધ્યક્રમમાં ઈશાન કિશન અપેક્ષાઓ પર ખરો ન ઉતર્યો, તેણે માત્ર 14 રનનું યોગદાન આપ્યું. જોકે, નીચેના ક્રમમાં કેટલીક ઝડપી રનગતિને કારણે ટીમ 226 સુધી પહોંચી શકી હતી. કેકેઆરના બોલરોએ વચ્ચે-વચ્ચે વાપસી જરૂર કરી, પરંતુ તેઓ રન રેટ પર બ્રેક લગાવી શક્યા નહીં.
કેકેઆરની બોલિંગ
બોલિંગની વાત કરીએ તો બ્લેસિંગ મુઝારાબાની કેકેઆરનો સૌથી સફળ બોલર રહ્યો, જેણે 3 વિકેટ ઝડપી હતી. તે સિવાય વૈભવ અરોરાએ 2 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તી અને અનુકૂલ રોયને 1-1 સફળતા મળી હતી.
કેકેઆરની ઇનિંગ અને પતન
જવાબી ઇનિંગમાં રમતા કેકેઆરની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. એલન 28 રન અને કેપ્ટન અજિંક્ય રહાણે 8 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. અહીંથી વિકેટો પડવાનો સિલસિલો શરૂ થયો હતો. કેમેરોન ગ્રીન માત્ર 5 રન બનાવી આઉટ થયો.
ગઈ મેચમાં ફિફ્ટી ફટકારનાર અંગક્રિશ રઘુવંશીએ આ વખતે પણ તોફાની બેટિંગ કરતા ફિફ્ટી ફટકારી અને 29 બોલમાં 52 રન બનાવ્યા. રિંકુ સિંહના બેટથી 35 રન આવ્યા, પરંતુ અન્ય ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા.
હૈદરાબાદની જીત
કેકેઆરે 159 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યાં સુધીમાં મેચ હૈદરાબાદની પકડમાં આવી ચૂકી હતી. અંતે 16 ઓવરમાં કેકેઆર 161 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ અને હૈદરાબાદે જીત મેળવી લીધી. કેકેઆરની આ સતત બીજી હાર છે. હૈદરાબાદ તરફથી જયદેવ ઉનડકટે 3 વિકેટ ઝડપી હતી.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?











Click it and Unblock the Notifications
