LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા?
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લોકરક્ષક દળ (LRD) ની શારીરિક કસોટીનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો હવે બોર્ડની વેબસાઈટ પર જઈને પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે.

રાજ્યના 15 અલગ-અલગ સેન્ટરો પર 21 જાન્યુઆરી 2026 થી આ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવી હતી, જેમાં હજારો યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ભરતી પ્રક્રિયા દ્વારા પોલીસ વિભાગમાં ખાલી પડેલી કુલ 13,591 જગ્યાઓ પર લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
કુલ 10 લાખ જેટલા અરજી કરનારા ઉમેદવારોમાંથી અંદાજે 1.10 લાખ ઉમેદવારોએ દોડ અને શારીરિક કસોટીમાં સફળતા મેળવી આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. આ પાસ થયેલા ઉમેદવારોમાં કોન્સ્ટેબલ અને PSI એમ બંને કેડરના રનર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભરતી બોર્ડ દ્વારા પુરુષો, મહિલાઓ અને માજી સૈનિકો માટે અલગ-અલગ લિંક જાહેર કરવામાં આવી છે, જેથી ઉમેદવારો સરળતાથી પરિણામ જોઈ શકે. જે ઉમેદવારોને પોતાના ગુણ કે પરિણામ સામે કોઈ પ્રશ્ન હોય તેઓ 8 એપ્રિલ સુધી રજૂઆત કરી શકશે.
વાંધા અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ 8 એપ્રિલ 2026 ના રોજ સાંજે 5:30 વાગ્યા પહેલા તમામ પુરાવાઓ સાથે ગાંધીનગર કચેરીએ લેખિત જાણ કરવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા પૂરી થયા બાદ બોર્ડ દ્વારા કોઈપણ પ્રકારની રજૂઆત કે દસ્તાવેજ સ્વીકારવામાં આવશે નહીં.
વધુ વિગતો અને લેટેસ્ટ અપડેટ માટે ઉમેદવારોએ સતત gprb.gujarat.gov.in વેબસાઈટ જોતા રહેવું જોઈએ, જેથી ભરતી અંગેની કોઈ મહત્વની સૂચના ચૂકી ન જવાય. આ પરિણામ બાદ હવે ટૂંક સમયમાં લેખિત પરીક્ષાના આયોજન અંગેની વિગતો પણ જાહેર કરવામાં આવશે.
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ











Click it and Unblock the Notifications
