યુએસ-ઇઝરાયલી હુમલામાં મધ્ય પૂર્વનો સૌથી ઊંચો પુલ ધરાશાયી, ઈરાન માટે મોટો ફટકો
ઇરાનના અલ્બોર્ઝ પ્રાંતમાં સ્થિત મધ્ય પૂર્વનો સૌથી ઊંચો B1 પુલ અમેરિકા અને ઇઝરાયેલના હવાઈ હુમલામાં ધ્વસ્ત થયો છે. આ વર્ષે જ ઉદ્ઘાટન કરાયેલ આ પુલ પર થયેલા હુમલાએ સમગ્ર પશ્ચિમ એશિયામાં ભારે તણાવની સ્થિતિ પેદા કરી છે.

હુમલાના કારણે પુલને વ્યાપક નુકસાન થયું છે અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા જનજીવન ઠપ્પ થઈ ગયું છે. કારાજ સહિતના પડોશી વિસ્તારોમાં અંધારપટ છવાયો છે અને આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.
તેહરાન અને કારાજ શહેરને જોડતો આ પુલ ઇરાન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ માનવામાં આવતો હતો. આ હુમલો ઇરાનના પરિવહન ક્ષેત્ર અને આંતરમાળખાકીય સુવિધાઓ માટે એક મોટો આંચકો સાબિત થઈ રહ્યો છે.
આ ભવ્ય પુલના નિર્માણમાં અંદાજે 400 મિલિયન ડોલર એટલે કે 37,000 કરોડ રૂપિયાથી વધુનો માતબર ખર્ચ કરવામાં આવ્યો હતો. 136 મીટરની ઊંચાઈ ધરાવતા સ્તંભો પર ટકેલો આ પુલ ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણવામાં આવતો હતો.
ઇરાની મીડિયા 'પ્રેસ ટીવી'એ આ વિનાશ માટે સીધો જ અમેરિકા અને ઇઝરાયેલના દળો પર નિશાન સાધ્યું હોવાનું જાણવા મળ્યું છે. નાગરિક સુવિધાઓ પરના આ હુમલાથી હોસ્પિટલો અને શાળાઓ જેવી પાયાની સંસ્થાઓ પર ગંભીર અસર પડી છે.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?











Click it and Unblock the Notifications
