Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતના કયા શહેરમાં કંઇ વાનગી છે ચાખવા જેવી

[પ્રવાસ] આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં ફરવાનું એક માત્ર ઉત્તમ સ્થળ ગુજરાત છે, તેમાંય જ્યારે આપણા બિગ બી આ જગતને આવકાર આપીને એવું કહેતા હોય કે 'કુછ દિન તો ગુજારીએ ગુજરાતમેં' ત્યારે રાજ્યનું પ્રવાસન ઉદ્યોગ ફુલ્યો ફાલ્યો છે. ગુજરાતમાં ફરવા લાયક અઢળક સ્થળો છે. પરંતુ ગુજરાતમાં જેમ બાર ગામે બોલી બદલાય છે તેવી જ રીતે તેની વાનગીઓ પણ બદલાય છે. અને આખી દુનિયા એ વાતથી અજાણ નથી કે ગુજરાત વિવિધ વાનગીઓ માટે પ્રસિદ્ધ છે.

જ્યારે પણ કોઇ બિન-ગુજરાતીના મોઢે ગુજરાતનું નામ આવે ત્યારે સાથે સાથે ગાંઠીયા-ફાફડા-જલેબી જેવા શબ્દો પણ સરી જ પડે છે. જોયું આ શબ્દો વાંચતા જ આપની આંખોની સામે ફાફડા અને મોઢામાં પાણી આવી ગયું ને. આજે અમે આપને આ લેખમાં જણાવીશું કે ગુજરાતના કયા શહેરમાં કઇ વાનગી, કયું ફરસાણ, કે કયું ફળ ખૂબ જ વખણાય છે, જેથી આપ જ્યારે પણ ગુજરાતના એ શહેરનો પ્રવાસ ખેડો તો એ વાનગી ચાખવાનું ના ભૂલો.

સામાન્ય રીતે આખા ગુજરાતમાં આપ ગમે ત્યાં જાવ આપને દરેક પ્રકારની વાનગીનો સ્વાદ ચાખવા જરૂર મળી રહેશે, જેમાં મેથીના ગોટા, ગાંઠીયા, જલેબી, ફાફડા, પાપડી, પાણીપુરી વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ જુદાજુદા શહેરની જુદી જુદી વસ્તુઓની કંઇક વાત જ ઔર છે...

તો આવો જોઇએ કઇ વાનગીઓ ગુજરાતમાં ચાખવા જેવી છે...

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદમાં જાણે પ્રવાસનનું હબ છે. અહીં આપને દરેક પ્રકારની વાનગી મળી રહેશે, ગુજરાતની જ નહીં પરંતુ અન્ય રાજ્યોની પણ. પરંતુ અહીં આવો તો રાયપુરના ભજીયા ચોક્કસ ટેસ્ટ કરવા. તેમજ આરટીઓ પાસે જેલના ભજીયા પણ ફેમશ છે, જેને સાબરમતી જેલના કેદીઓ બનાવે છે. આ ઉપરાંત આપને અહીં જલેબી, ફાફડા, પાપડી, પાણીપુરી બધું જ મળી જશે.

ભાવનગર

ભાવનગર

સૌરાષ્ટ્રમાં ભાવનગર ફરવાનું ઉત્તમ સ્થળ છે. જ્યારે પણ આપ ભાવસિંહના ભાવનગરમાં આવો તો અહીંના ગાંઠીયા ચાખવાનું ભૂલતા નહીં. અહીં ગાંઠીયા એકવાર ખાસો તો આખું જીવન યાદ રહીં જશે. જ્યારે ફળોમાં દાડમ, જામફળ વખણાય છે. આ ઉપરાંત ભાવનગરમાં બનતા પટારા પણ ફેમશ છે.

જુનાગઢ

જુનાગઢ

એક પ્રવાસીય સ્થળ તરીકે જુનાગઢ ફેમશ તો છે, તેના ઐતિહાસિક વારસાની સાથે સાથે તેની કેસર કેરી પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. જો અહીં આવો કો કેસર કેરી ખાવાનું ના ભૂલતા.

સુરત

સુરત

સુરતને સોનાની મુરત તરીકે ઓળખવામાં આવે છે. અહીં હીરા અને જરી ઊદ્યોગ ખૂબ જ મોટા પાયે વિકસ્યો છે. પંરંતુ તેની સાથે સાથે અહીંનું ઊંધીયુ પણ ખૂબ વખણાય છે. તેમજ ઘારી અને પોંક અહીં ફેમશ છે.

ખંભાત

ખંભાત

ખંભાતના અખાતમાં ગુજરાતની મોટા ભાગની નદીઓ મળે છે. જો આપ હલવો અને સુતરફેણી ખાવાના શોખીન હોવ તો ખંભાત શહેરમાં ચોક્કસ આવવું. અહીના તાળા પણ ફેમશ છે.

ધોળકા

ધોળકા

ધોળકા એ અભિમન્યુની સાસરી કહેવાય છે. અહીંના જામફળ પણ એટલા જ જાણીતા છે.

વલસાડ

વલસાડ

વલસાડ ગુજરાતના દક્ષિણમાં સૌથી છેલ્લે આવેલો જિલ્લો છે. તે ઓરંગા નદી પાસે આવેલું છે. જ્યારે પણ આપનું અહીં આવવાનું થાય ત્યારે હાફૂસ કેરી અને ચીકુ ખાવાનું ના ભૂલતા.

નડિયાદ

નડિયાદ

નડિયાદને ચરોદર પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીનો લીલો ચેવડો આખા ગુજરાતમાં વખણાય છે.

રાજકોટ

રાજકોટ

રાજકોટ તો રંગીલું શહેર છે. રાજકોટમાં ફરવાલાયક ઘણા સ્થળો છે પરંતુ જો આપ અહીં આવ્યા હોવ તો પેંડા ચોક્કસ ચાખવા અને ચીક્કી પણ અહીની ફેમશ છે.

ડાકોર

ડાકોર

કહેવાય છે કૃષ્ણ ભગવાન દ્વારકાથી ડાકોર આવ્યા હતા. ડાકોરના ગોટા ખૂબ જ ફેમશ છે. અહીં આપને તેનો લોટ પણ પેકિંગમાં મળી રહેશે જેને આપ ઘરે લઇ જઇને પણ બનાવી શકો છો. અહીંના મગધના લાડુ પણ ફેમશ છે.

વડોદરા

વડોદરા

ગાયકવાડી નગરી વડોદરામાં ભાખરવડી ખૂબ જ ફેમશ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X