ભારતના બેસ્ટ રોમાંટિક વેડિંગ ડેસ્ટિનેશન્સ
[ટ્રાવેલ] 'પ્યાર હમારા અમર રહેગા, યાદ કરેગા જહાં..' હા મિત્રો પ્રેમમાં પડનારાઓ માટે કસ્મે-વાદે, ઇરાદા અને આજીવન સાથે રહેવાની ઇચ્છા જ રળીયામણી હોય છે અને તેનાથી પણ વધારે સુંદર પળ તે હોય છે જ્યારે બે પ્રેમિઓ હંમેશા માટે એક બંધનમાં બંધાઇ રહ્યા હોય. જ્યાં કોઇ અંતર નથી રહેતું, અને નથી રહેતી કોઇ મજબૂરી. બસ કંઇ રહે છે તો તે છે અગણિત સપનાઓ.
જો આપ પણ આવા સુંદર બંધનમાં બંધાવાની તૈયારી કરી રહ્યા હોવ તો અમે આપને જણાવી રહ્યા છીએ ભારતના બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન. જ્યાં આપ માત્ર આપના લગ્નને રોમાંટિક બનાવશો પરંતુ દરેકના મોઢે છવાઇ પણ જશો. તો મિત્રો તૈયાર થઇ જાવ આ રોમાંટિક ડેસ્ટિનેશન અંગે જાણવા માટે અત્રે આપ આપના લગ્નને ખૂબ જ રોમાંચક બનાવી શકો છો.
આવો જોઇએ ભારતમાં આવેલા પાંચ શાનદાર વેડિંગ ડેસ્ટિનેશન...

ગોવા
હનીમૂન હોય કે બેચલર પાર્ટી, ફેમિલી સાથે ફરવાની વાત આવે તો દરેક યુવાનોની ઇચ્છા હોય છે કે ગોવા ફરવા જવું. તો પછી ગોવા વેડિંગ ડેસ્ટિનેશનમાં કેવી રીતે પાછળ રહી શકે છે. આપે ફિલ્મોમાં ઘણા લગ્નોને અથવા પાર્ટીને જોઇ હશે જે ગોવા બીચ પર થઇ હોય, આપના લગ્ન પણ અહી કરો અને તેને એક યાદગાર પળ બનાવી દો.

ઉદયપુર
રાજસ્થાનનું શાહી શહેર ઉદયપુર આમતો હંમેશાથી પોતાના આકર્ષણો અને ઐતિહાસિક ધરોહરો માટે વિશ્વ પ્રસિદ્ધ છે. પરંતુ જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે ઉદયપુરનું નામ મોખરે આવે છે. જો આપ ઇચ્છતા હોવ કે આપના લગ્ન શાહી અંદાજમાં થાય તો આપ આપના લગ્ન ઉદયપુરમાં ગોઠવી શકો છો. અહીં આપને ઐતિહાસિક આબોહવા મળશે, અને રાજઘરાણા જેવા ઠાઠ મળશે.

કેરળ
શું આપે ક્યારેય એવી કલ્પના કરી છે કે આપના લગ્ન હાઉસ બોટ પર થાય, જ્યાં ચારેય તરફ પાણી પાણી જ હોય અને આપની નાવ ધીમી ગતિમાં તરતી જઇ રહી હોય. જો આપે એવું વિચાર્યું હોય તો એકદમ સાચુ વિચાર્યું છે. કેરળના હાઉસબોટમાં આપ આપનું આ સપનું પુરુ કરી શકો છો.

જોધપુર
જોધપુર રાજસ્થાનનું ગૌરવમયી શાહી શહેર છે, જે ઐતિહાસિક ક્રિયાઓથી ભરપુર છે. અત્રે એકથી ચડીયાતુ એક શાહી મહેલ છે, જેમાં 5 સ્ટાર હોટેલમાં ફેરવાઇ ચૂક્યા છે. અત્રે ઉમ્મેદ ભવન, મેહરાનગઢ વગેરે વિશાળ મહેલો છે. જો આપ પણ પોતાના લગ્ન અત્રે કરવા માંગતા હોવ તો બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં આવનારા મહેમાનો પણ વાહવાહ બોલી ઊઠશે.

અંદમાન અને નિકોબાર
આસમાની રંગનું પાણી, ચાંદી જેવી ચમકદાર રેત અને દૂર દૂર સુધી પાણી અને વૃક્ષો. આ દ્રશ્યો કોઇ સ્વપ્ન કરતા અલગ નથી. લગ્ન કરવા માટે કોઇ આદેશની જરૂરીયાત નથી. પરંતુ લગ્ન એવા હોય જે હંમેશા યાદ રાખવામાં આવે તે મહત્વની વાત છે. તો આ એક સુંદર પળ બની રહેશે આપના જીવનની કે આપ અને આપનો પાર્ટનર કૂદરતના ખોળામાં લગ્ન સૂત્રે બંધાશો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
