Travel: આ વિદેશ નહીં બોસ... આપણું ગુજરાત જ છે!
[પ્રવાસ] સાપુતારા ગુજરાતની શુષ્ક પ્રકૃતિની વચ્ચે બિલકુલ અલાયદુ, રમણિય, સુંદર અને એકમાત્ર હિલ સ્ટેશન છે. આ ગુજરાતના ઉત્તર-પૂર્વ સીમાંત પર આવેલું છે અને પશ્ચિમી ઘાટના સહ્યાદરી પર્વતમાળા સુધી ફેલાયેલું છે. સહ્યાદ્રી રેંજના ડાંગ વનમાં વસેલુ, સાપુતારા હરિયાળીની સાથે ખૂબ જ વિવિધતાથી ભરપૂર એક રમણિય હિલ સ્ટેશન છે.
સાપુતારા ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે. આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે 1000 મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે.
પૌરાણિક સંબંધ:- આને લઇને એક પૌરાણિક કથા છે, કે ભગવાન રામ પોતાના વનવાસ દરમિયાન એક લાંબા સમય સુધી અહીં રોકાયા હતા. સાપુતારાનો અર્થ છે કે 'નાગાઓનું વાસ'. ડાંગ વન જ્યાં સાપુતારા સ્થિત છે, ત્યાંની વસ્તીમાં 90 ટકા આદિવાસી છે અને આ આદિવાસી નાગપંચમી અથવા હોળી જેવા તહેવારો દરમિયાન સર્પગંગા નદીના તટ પર સાંપની એક છબીની પૂજા કરે છે.
બદલાઈ ચૂક્યું છે આપણુ સાપુતારા, સ્વર્ગની અનુભૂતિ કરવા કરો ઊતારા...
|
જોવાલાયક સ્થળો
જળાશય (નૌકાવિહાર સગવડ સાથે), રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર (ડાંગી સંસ્ક્રૃતિનું દર્શન) તેમ જ ઋતુંભરા વિદ્યાલય વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે.
|
જોવાલાયક સ્થળો
સાપુતારા સંગ્રહાલય: આ સંગ્રહાલયન આદિવાસી કલા અને સંસ્કૃતિ માટે વિખ્યાત છે. અહીં પ્રદર્શન મુખ્ય ૪ વર્ગોમાં વહેંચવામાં આવેલું છે આદિવાસી સંગીતવાદ્યો, આદિવાસી વસ્ત્ર, આદિવાસી દાગીના, ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે. સંગ્રહાલયમા લગભગ 420 પ્રકારના પ્રદર્શન છે.
|
સાપુતારામાં સનસેટ
બગીચા: રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન.
|
પ્રવાસનના સ્થળો
વનસ્પતિ-ઉદ્યાન: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર, ભારતભરમાંથી 1400 છોડની જાતો સાથે 24 હેક્ટરમાં બગીચો આવેલો છે.
|
ગીરા ધોધ
ગીરા ધોધ: સાપુતારાથી 49 કિ.મી. દૂર સાપુતારા-વઘઈ માર્ગ પર આવેલો છે. આ ધોધને પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે 300 ફૂટ જેટલે ઉંચેથી, બિલકુલ સીધો જ નીચે પડે છે. ચોમાસામાં પાણી ઘણું વધારે હોય ત્યારે આ ધોધ ખૂબ ભવ્ય લાગે છે. એટલે એને ‘ગુજરાતનો નાયગરા' કહેવાય છે.
|
રોપવે
સાપુતારામાં રોપવે સુવિધા
|
સપ્તશૃંગી ગઢ
સપ્તશૃંગી ગઢ: સાપુતારાથી 50 કિ.મી. દૂર આવેલ સ્થળ.

કેવી રીતે આવશો
સાપુતારા અમદાવાદથી 420 કિ.મી., ભાવનગરથી 598 કિ.મી., રાજકોટથી 603 કિ.મી., સુરતથી 172 કિ.મી., વઘઇથી 49 કિ.મી., બીલીમોરાથી 110 કિ.મી., નાસિકથી 80 કિ.મી., મુંબઇથી 185 કિ.મી.ના અંતરે આવેલું છે.
વિમાનમથક: સુરત 172 કિમી દૂર, મુંબઇ 225 કિ.મી. દૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

કેવી રીતે આવશો
નેરોગેજ રેલ્વેસ્ટેશન: વઘઇ
બ્રોડગેજ રેલ્વેસ્ટેશન: બીલીમોરા
ધોરી માર્ગ: સાપુતારાથી આહવા, વઘઇ, બીલીમોરા, સુરત, વલસાડ, વડોદરા, પાટણ, અમદાવાદ, નાસિક, સપ્તશ્રુંગી ગઢ, કળવણ, શીરડી જવા માટે ગુજરાત તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસો પ્રાપ્ય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
