એડવેન્ચર સાથે થ્રીલ ફિલ કરવા માંગો છો તો આ જગ્યાએ જાવ
ફરવા-હરવાનું કોને ના ગમે. અને આમ પણ હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. તો આ કાળજાળ ગરમીથી દૂર કોઇ સરસ મઝાની જગ્યાએ ફરવા ગયા કે નહીં.
જો તમને એડવેન્ચર અને થ્રીલ ગમતું હોય આ સાથે પ્રાકૃતિક સુંદરતાનો પણ ભરપૂર આનંદ માણવા ઇચ્છતા હોવ તો અમારી પાસે કેટલીક તેવી જગ્યાઓનું લિસ્ટ છે જે તમને એડવેન્ચર અને પ્રાકૃતિક સૌદર્ય બન્નેની મઝા કરવાશે.
તો ચલો આજે અમે તમને તેવી 15 જગ્યાઓ વિષે જણાવીએ જે તમારા હોશ ઉડાવી નાખશે. ભારતની આ રોમાંચક જગ્યાઓની તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

યમથંગ વેલી- સિક્કમ
સિક્કમમાં આવેલ યમથંગ વેલી પોતાની અંદર અકૂટ સુંદરતા ભરીને બેઠી છે. હિમાલયના હિમઇચ્છાદિત પર્વતો, લીલા પહાડ, ખળખળ વહેતા ઝરણાં આ બધુ જોઇને તમારું મન ખુશ થઇ જશે. આ જગ્યા વેલી ઓફ ફ્લાવર્સ નામે પણ ઓળખવામાં આવે છે.

ટી ગાર્ડન- મુનાર
કેરળમાં આવેલ મુનાર એક રમણીય શહેર છે. ઊંચાઇ પર આવેલા આ શહેરમાં રસ્તામાં ચારે બાજુ ચાના ખેતરો જોવા મળે છે. વળી અહીંનું હવામાન પણ ખૂબજ સુંદર હોય છે. તમે અહીં સુંદર લેન્ડસ્કેપની ભરપૂર મઝા માણી શકો છો.

સ્ટોક રેંજ- લડ્ડાક
લડ્ડાક એક શાનદાર જગ્યા છે. પ્રાકૃતિક સુંદરતાનો જે નજારો તમને અહીં જોવા મળશે તેવો બીજી ક્યાંક નહીં જોવા મળે. પહાડો કાપીને અહીં રસ્તા બનાવામાં આવ્યા છે. અહીં ફરવાની મઝા જ કંઇક વિશેષ છે.

નૂબરા વેલી- લડ્ડાક
નુબરા વેલી, લડ્ડાકનો આ એક સુંદર ખીણ વિસ્તાર છે. પ્રકૃતિની સુંદરતાના અહીં જેટલા વખાણ થાય તેટલા ઓછા છે.

નોહખાલીકાઇ ફોલ્સ- ચેરાપૂંજી
ચેરાપૂંજી એટલે વરસાદનું ઘર. પણ નોહખાલીકાઇ ફોલ્સ એકદમ અલગ જ જગ્યા છે. અહીં ખૂબ જ સુંદર વોટર ફોલ આવેલો છે.

નંદા દેવી- ઉત્તરાખંડ
નંદા દેવી પર્વત ભારતનો બીજો અને વિશ્વનો 23મો સૌથી ઊંચો પર્વત છે. વધુમાં અહીં પ્રખ્યાત નંદા દેવી નેશનલ પાર્ક આવેલું છે જે ખાસ જોવા જેવું છે.

મિઝોરમ
મિઝોરમ જેમાં તમને ચારે તરફ પર્વતો, ઝરણાં અને સુંદર ખીણ વિસ્તાર જોવા મળશે. વધુમાં મિઝોરમમાં આવેલ આઇજોલ નામના સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળ પણ હરવા ફરવા માટે શ્રેષ્ઠ જગ્યા છે.

લોનાર ઝીલ, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલ લોનાર ઝીલ એક ખારા પાણીની તળાવ છે. તેનું નિર્માણ એક ઉલ્કા પિંડ પડવાના કારણે થયું હતું. આ સરોવરને જોઇને તમે ખરેખરમાં રોમાંચિત થઇ જશો.

માથેરાન મહારાષ્ટ્ર
મુંબઇ નજીક આવેલ માથેરાન દેશનું સૌથી નાનું હિલસ્ટેશન છે. વધુમાં અહીંનો સન સેટ અને સન રાઇઝ જોવા લાયક છે.

લેહ
લાંબી કાળી સડક અને બન્ને બાજુએ ઊંચા ઊંચા પહાડો આવું રોમાચંક દ્રશ્ય તમને જોવા મળશે લેહમાં. આ જગ્યાએ બાઇક રાઇડિંગ કરવી એક અદ્ધભૂત અનુભવ છે વધુમાં તમે અહીંની વાર્ષિક ઇવેન્ટમાં પણ ભાગ લઇ શકો છો.

કાશ્મીર
જો ક્યાંક સ્વર્ગ છે તો તે અહીં જ છે. તો દુનિયાના આ સ્વર્ગની મુલાકાત એક વાર તો લેવી જ જોઇએ.

હોગેનાકલ ફોલ્સ- તમિલનાડુ
તમિલનાડુના ઘર્માપૂરી જિલ્લામાં આવેલ આ ફોલ્સ ખરેખરમાં રમણીય છે. કાવેરી નદીનું પાણી અહીં ત્રણેય તરફથી પહાડોથી થઇને નીચે પડે છે.

ડ્રૈંગ ડ્રંગ ગ્લેશિયર- કારગિલ
કારગિલમાં આવેલ ડ્રૈંગ ડ્રંગ ગ્લેશિયર એક જોવા લાયક જગ્યા છે. આ જગ્યા જઇને તમને અંદરથી ખુશી થશે.

તુંગનાથ- ઉત્તરાખંડ
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલ તુંગનાથ પર્વત જોવા લાયક જગ્યા છે. વધુમાં અહીં તુંગનાથ મંદિર પણ આવેલું છે. તેવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ પાંડવોએ કર્યું હતું.

દેવદાર જંગલ- હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશમાં આવેલ દેવદારના વિશાળ જંગલોમાં ફરવાની મઝા કંઇક વિશિષ્ટ છે. આ લીલાછમ વૃક્ષો અને તેની સુંદરતા જોવા લાયક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
