સર્કસ, કેક અને ક્રિકેટની ભૂમિ છે કેરળનું આ શહેર
કન્નૂર જિલ્લામાં સ્થિત, થાલાસ્સેરી, ઉત્તરીય કેરળના સૌથી ગતિશીલ શહેરોમાનું એક છે. તે તેલીચેરીના નામથી પણ જાણીતું છે, આ શહેર માલાબાર તટ પર પોતાના જીવંત ઇતિહાસ અને અદભૂત પ્રાકૃતિક સૌંદર્ય માટે વિખ્યાત છે. આ જીવંત સ્થળનું નામ ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસમાં સર્કસ, ક્રિકેટ અને કેકના જન્મસ્થાનના રૂપમાં ચિન્હિત છે.
વ્યાપારની સ્થાપનાના ઉદ્દેશ્ય સાથે બ્રિટિશે 1682માં થાલાસ્સેરીમાં પ્રવેશ કર્યો. તટીય રેખાની સમીપતાના કારણે આ શહેર મુખ્ય વાણિજ્યિક કેન્દ્ર બન્યુ. આ શહેરને માલાબારની સાંસ્કૃતિક રાજધાનીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, કારણ કે, મોટી સંખ્યામાં સાહિત્યિક અને રાજકીય ગતિવિધિઓ થતી રહી છે. આ જીવંત શહેરથી પહેલું મલયાલમ સમાચાર પત્ર અને ઉપન્યાસ પણ પ્રસ્તૃત થયા છે.
થાલાસ્સેરીના મુખ્ય પ્રવાસન આકર્ષણોમાં ઇંગ્લિશ ચર્ચ, માછીમાર મંદિર, ઓવરવ્યૂરી ફોલી, થાલાસ્સેરી કિલ્લો અને જૂમા મસ્જિદ સામેલ છે. ઇતિહાસ પ્રેમી અહી આવીને હર્મન ગનર્ડટના બંગલોને પસંદ કરશ, હર્મન ગનડર્ટ એક જર્મન મિશનરી હતા, જેમણે પહેલો મલયાલમ-અંગ્રેજી શબ્દકોશને સંકલિત કર્યો હતો. માહે, ભારતમાં પ્રમુખ ફ્રેન્ચ ઉપનિવેશ છે, જે થાલાસ્સેરીથી 15 કિ.મી દૂર સ્થિત છે અને યાત્રા કરવા લાયક છે. વેલસ્લે બંગલો, રાનદાટ્ટરા દાલચીની એસ્ટેટ, કેથોલિક રોજરી ચર્ચ, વામિલ મંદિર, ટૈગોર પાર્ક, ઉદય કલારી સંગમ, ગર્વનમેન્ટ હાઉસ અને ઓદાથિલ પલ્લી આ ઐતિહાસિક શહેર તરફ સૈકડો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. મુઝાપિલાંગડ તટ કેરળનું ડ્રાઇવ ઇન બીચ છે જે થાલાસ્સેરીથી લગભગ 9 કિ.મી દૂર સ્થિત છે. તો ચાલો તસવીરો થકી જોઇએ થાલાસ્સેરીને.

વિશ્નુમૂર્થી થિરા
થાલાસ્સેરીમાં આવેલું વિશ્નુમૂર્થી થિરા

જુમા મસ્જિદ
થાલાસ્સેરીમાં આવેલી જુમા મસ્જિદ

થાલાસ્સેરી કિલ્લો
થાલાસ્સેરીનો ઐતિહાસિક અને શાનદાર કોતરણીવાળો કિલ્લો

થાલાસ્સેરી કિલ્લો
થાલાસ્સેરીનો ઐતિહાસિક અને શાનદાર કોતરણીવાળો કિલ્લો

થાલાસ્સેરી કિલ્લો
થાલાસ્સેરીનો ઐતિહાસિક અને શાનદાર કોતરણીવાળો કિલ્લો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
