રાજસ્થાનનું સુંદર પ્રવાસન સ્થળ સરિસ્કા
રાજસ્થાનના અલવર જિલ્લામાં જયપુરથી 110 કિમી દૂર સ્થિત ‘સરિસ્કા' એક લોકપ્રીય પ્રવાસન સ્થળ છે. આ સ્થળ 1995માં સ્થાપિત સરિસ્કા રાષ્ટ્રીય વાઘ અભ્યારણ્ય માટે પ્રસિદ્ધ છે. વર્ષ 1979માં આ અભ્યારણ્યને એક રાષ્ટ્રીય પાર્કનો દરરજો આપવામાં આવ્યો. જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
અહી પ્રત્યેક પ્રકારના વિભિન્ન પ્રકારના વન્યજીવો જેમકે, દીપડા, ચીતા, નીલગાય, વાનર, જરખ, સાંભર અને સોનેરી શિયાળ, સરિસ્કા રાષ્ટ્રીય પાર્કને જંગલ સફારી માટે એક આદર્શ ગંતવ્ય સ્થળ જણાવે છે. આ પાર્ક કિંગફિશર, સેંડ ગ્રાઉસ, ગોલ્ડ બૈક સહિતના પક્ષીઓને આકર્ષિત કરે છે. ટાઇગર રિઝર્વમાં ખાનગી વાહનોને પરવાનગી નથી. તથા પ્રવાસી જીપ અથવા હાથીની સવારી થકી વન અભ્યારણ્યમાં સફારીનો આનંદ લઇ શકે છે.
સરિસ્કામાં અનેક કિલ્લા, મંદિર અને ઝીલો પણ છે. 17મી સદીમાં જયસિંહ દ્વિતીય દ્વારા બનાવવામં આવેલો કનકાવડી કિલ્લાનુ ઘણું જ ઐતિહાસિક મહત્વ છે. આ ક્ષેત્રમાં સ્થિત અન્ય સ્મારકોમાં ભાનગઢ કિલ્લો, પ્રતાપગઢ કિલ્લો અને અજબગઢ કિલ્લો સામેલ છે.
અહી સ્થિત મંદિરોમાં કેટલાક મંદિરો જેમકે પાંડુપોલનું હનુમાન મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર અને ભર્તુહરી મંદિર એવા મંદિર છે, જે દેશભરમાં ભક્તોને અહી આકર્ષિત કરે છે. રમણીય પિકનિક સ્પોટના રૂપમાં બે સુંદર જલ સ્ત્રોત- સિલીસેડ ઝીલ અને જય સમંદ ઝીલ છે. સરિસ્કા પેલેસ પણ ક્યારેક મહારાજા જય સિંહનો શિકારગાહ હતો, જે ગંતવ્ય સ્થળનું અન્ય એક લોકપ્રીય પ્રવાસન સ્થળ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ સરિસ્કાને.

ભાનગઢ કિલ્લો
સરિસ્કા પાસે આવેલો ભાનગઢ કિલ્લો

સરિસ્કા પેલેસ
સામેથી કંઇક આવો દેખાય છે સરિસ્કા પેલેસ

સુંદર છબી
સરિસ્કા પેલેસની સુંદર છબી

પેલેસની નીકટની તસવીર
સરિસ્કા પેલેસની નીકટની તસવીર

શાંત નજારો
સરિસ્કા પેલેસ નજીકનો શાંત નજારો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
