આપણા પેટ્રોલિયમ મંત્રીએ શીખવ્યું, આ રીતે બચાવો પેટ્રોલ
નવી દિલ્હી, 9 ઓક્ટોબરઃ દેશમાં પેટ્રોલિયમ પેદાશની કિંમત સતત વધી રહી છે. એક તરફ મોંઘવારી અને બીજી તરફ આકાશને આંબી રહેલા પેટ્રોલના ભાવના કારણે સામાન્ય નાગરીક આર્થિક મુશ્કેલીઓમાં સતત સપડાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી દ્વારા એક અનોખો નુસ્કો દેશના સામાન્ય નાગરિકને જણાવ્યો હતો.
તેમણે દેશવાસીઓને કહ્યું હતું કે, પેટ્રોલિયમ પેદાશનો ભાવ વધી રહ્યો છે, ત્યારે તેનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો, અને એ માટે તમે પોતાના ખાનગી વાહનોમાં મુસાફરી કરવાના બદલે પબ્લિક ટ્રાન્સ્પોટેશનનો સહારો લઇ શકો છો. જો કે, આ વાત એટલી અસરકારક નહીં જણાતા તેમણે એમ પણ કહ્યું હતું કે હું પણ પેટ્રોલ બચાવવા માટે મેટ્રોમાં મુસાફરી કરીશ.
આ વાતને એક મહિનો વિતી ગયા બાદ આજે કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી અને એક સામાન્ય નાગરિકની જેમ ઓફીસ પહોંચ્યા હતા. તેમણે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવાનું વચન આપ્યું હતું તે પૂર્ણ તો કર્યું, પરંતુ એક પ્રશ્ન હજુ પણ ત્યાંનો ત્યાં જ છે કે શું આમ કરવાની પેટ્રોલની કિંમતમાં ઘટાડો થશે, સામાન્ય નાગરિક જ્યાં સહેલાયથી પોતાના ખાનગી વાહનમાં પહોંચી શકતો હોય ત્યાં તે પબ્લિક ટ્રાન્સપોટેશન થકી પહોંચી શકશે ખરા...શું આ એક માત્ર જ વિકલ્પ છે પેટ્રોલને બચાવવા માટેનો?

રેસક્રોસ સ્ટેશને પહોંચ્યા મંત્રી
પેટ્રોલિયમ મંત્રી એમ વીરપ્પા મોઇલી નવી દિલ્હીમાં ઓફીસ જવા માટે રેસકોર્સ મેટ્રો સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાંથી ટ્રેન પકડી હતી.

મેટ્રોમાં બેસીને ગયા ઓફીસ
પેટ્રોલ કેવી રીતે બચાવી શકાય તે ભારતીયો શીખવવા માટે કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી નવી દિલ્હીમાં મેટ્રોમાં બેસીને ઓફીસ ગયા હતા.

મેટ્રોમાં મુસાફરી
નવી દિલ્હીમાં મેટ્રોમાં મુસાફરી કરી રહેલા કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલી.

ગયા મહિને આપેલા વચનને કર્યુ પૂર્ણ
કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીએ ગયા મહિને વચન આપ્યું હતું કે તેઓ જાતે મેટ્રો ટ્રેનમાં બેસીને ઓફીસે જશે અને પેટ્રોલ કેવી રીતે બચાવાય તે જણાવશે. જે અનુસાર તેમણે દિલ્હીમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી.

મોઇલીની મેટ્રો મુસાફરી
આ તસવીરમાં તમે જોઇ શકો છો કે વીરપ્પા મોઇલી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છે.

મુસાફર સાથે ચર્ચા
મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતી વેળા સાથી મુસાફર સાથે ચર્ચા કરી રહેલા કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલી.

મેટ્રોમાંથી ઉતરતા મોઇલી
મેટ્રો ટ્રેનમાંથી ઉતરી રહેલાં કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલી.

સુરક્ષા તેનાત
પેટ્રોલિયમ મંત્રી જ્યારે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને આવ્યા ત્યારે સ્ટેશન પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
