Nude Beaches in india : ભારતના આ બીચ પર પ્રવાસીએ કોઈપણ કપડા વગર હરી ફરી શકે છે
Nude Beaches in india : ભારત એક એવો દેશ છે જ્યાં વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ એકસાથે જીવંત છે. અહીંના દરિયાકિનારા પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિ માટે પ્રખ્યાત છે.
સામાન્ય રીતે, ભારતીય બીચ પર લોકો પરિવાર સાથે સમય વિતાવા આવે છે. જો કે કેટલાક એવા પણ બીચ છે જ્યાં લોકો કપડાં વિના આરામથી સૂર્યસ્નાન કરી શકે છે અને પ્રકૃતિનો આનંદ લઈ શકે છે.

આવી જગ્યાઓ ખાસ કરીને વિદેશી પ્રવાસીઓ અને સ્વતંત્રતાને મહત્ત્વ આપતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ચાલો જાણીએ ભારતના ટોપ ન્યુડ બીચ વિશે.
ઓઝરન બીચ - ગોવા
ગોવા પોતાના સુંદર બીચ અને આકર્ષક નાઈટલાઈફ માટે પ્રખ્યાત છે. ઓઝરન બીચને હિપ્પી બીચ પણ કહેવામાં આવે છે. વિદેશી પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે. અહીં ન્યુડ સનબાથ સામાન્ય બાબત છે. જો કે, આ સ્થળ પર ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર પ્રતિબંધ છે અને પકડાય તો કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
અગાટી આઈલેન્ડ - લક્ષદ્વીપ
લક્ષદ્વીપનું અગાટી આઈલેન્ડ તેના સુંદર બીચ અને શાંત વાતાવરણ માટે ઓળખાય છે. સફેદ રેતી, નારિયેળના વૃક્ષો અને સુંદર પરવાળાની ખડકો આ બીચને વિશેષ બનાવે છે.
આ બીચ પર ટોપલેસ સનબાથિંગ સામાન્ય છે. આ જગ્યા પર્યટન માટે લોકપ્રિય છે. અહીં મુલાકાત લેવા માટે વિશેષ પરવાનગીની જરૂર પડે છે, જેથી પર્યાવરણનું સંરક્ષણ જળવાઈ રહે.
ઓમ બીચ - કર્ણાટક
કર્ણાટકનો ઓમ બીચ તેના અનોખા ઓમ આકારને કારણે પ્રખ્યાત છે. યોગ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા પ્રવાસીઓ માટે આ બીચ શ્રેષ્ઠ સ્થળ છે. અહીંના શાંત વાતાવરણ અને પ્રાકૃતિક સૌંદર્યને કારણે ઘણા લોકો અહીં સ્વતંત્રતાપૂર્વક સમય વિતાવે છે.
મરારી બીચ - કેરળ
કેરળનું મરારી બીચ શાંતિ અને સાફ-સૂથરાપણું માટે ઓળખાય છે. આ જગ્યા ખાસ કરીને એવા પ્રવાસીઓ માટે પરફેક્ટ છે જેઓ ઘણાં ટોળાંથી દૂર શાંતિનો આનંદ માણવા માંગે છે. અહીંના કેટલાક વિસ્તારોમાં ટોપલેસ અથવા ન્યુડ સનબાથિંગની મંજૂરી છે અને બીચ પર આરામથી સમય વિતાવા માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
પેરેડાઇઝ બીચ - ગોકર્ણ
ગોકર્ણમાં આવેલા પેરેડાઇઝ બીચને સ્વર્ગનો ટુકડો માનવામાં આવે છે. આ એક ઓફબીટ સ્પોટ છે, જ્યાં માત્ર બોટ દ્વારા જ પહોંચી શકાય છે. આ એકુંત અને શાંત બીચ છે, જ્યાં લોકો નિર્ભય રીતે ન્યુડ સનબાથિંગ કરી શકે છે. જો તમે શાંતિ અને એકાંત શોધી રહ્યા છો તો આ બીચ એક પરફેક્ટ ડેસ્ટિનેશન બની શકે છે.
ભારતમાં ન્યુડ બીચ સંસ્કૃતિ હજુ વ્યાપક રીતે પ્રચલિત નથી પરંતુ કેટલાક સ્થાનોએ આ સ્વતંત્રતા પર્યટકોને પૂરી પાડી છે. જો તમે આવા બીચ પર જવાનું વિચારી રહ્યાં હો તો ત્યાંના નિયમો અને પરવાનગીઓની જાણકારી રાખવી જરૂરી છે.
સન્માનજનક વ્યવહાર રાખવો અને બીચના નિયમોનું પાલન કરવું મહત્ત્વનું છે, જેથી દરેક પ્રવાસી પોતાના સમયે આનંદ માણી શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
