છત્રપતિ શિવાજી પણ નહોતા જીતી શક્યા આ અભેદ કિલ્લાને
મુરુડ જંજીરા એક પ્રસિદ્ધ બંદર છે, જે મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લા હેઠળ એક તટીય ગામ મુરુડમાં સ્થિત છે. ક્યારેક તે સિદ્દી રાજવંશ દ્વારા કબજે કરવામાં આવેલો આ એક માત્ર કિલ્લો છે, જે મરાઠાઓ, પોર્ટુગિઝો, ડચ તથા ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓના અનેક હુમલાઓ પછી પણ ક્ષતિગ્રસ્ત થયો નથી. જંજીરા નામ ભારતીય નથી.
તેનો ઉદ્દભવ અરબી શબ્દ- જજીરાથી થયો છે. જેનો અર્થ થાય છે ટાપૂ અથવા દ્વીપ. મુરુડને ક્યારેક હબસન અથવા હબસી નામથી ઓળખવામાં આવતું હતું, જેનો મરાઠી અર્થ થાય છે અબ્યિ્સ્સનિયન. મુરુડ શબ્દ મોરોડ સાથે જોડાયેલો છે, જે એક કોંકણી શબ્દ છે. આ પ્રકારે આ કિલ્લાનું નામ કોંકણી અને અરબી શબ્દ- મોરોડ અને જજીરાથી પડ્યું, જે બાદમાં મુરુડ જંજીરા તરીકે લોકપ્રીય થઇ ગયું. અનેક લોકો આ કિલ્લાને જલ જીરા પણ કહે છે, કારણ કે આ સ્મારક ચારેકોર અરબ સાગરથી ઘેરાયોલું છે.
12મી સદીમાં જ્યારે સિદ્દી રાજવંશ દ્વારા આ કિલ્લો બનાવવામાં આવ્યો, તે સમયે મુરુડ શહેર જંજીરના સિદ્દિઓની રાજધાની હતું. વિદેશી અને ઘરેલું સત્તારૂઢ રાજવંશોએ આ કિલ્લામાં ઘુસીને કબજો કરવાના અનેક અસફળ પ્રયત્નો કર્યા, જેમાં સૌથી વધારે નુક્સાન મરાઠાઓને થયું. છત્રપતિ શિવાજી મહારાજે છ વખત આ કિલ્લા પર હુમલો કર્યો પરંતુ તેઓ દરેક વખતે નિષ્ફળ રહ્યાં. સ્મારકનો દુર્ગ શાનદાર રીતે બનાવવામાં આવ્યો હતો.
પ્રારંભમાં મુરુડના સ્થાનિક માછીમારો દ્વારા એક લાકડાના ગઢના રૂપમાં બનાવવામાં આવેલો આ કિલ્લો સમુદ્રી ડાકુઓ દ્વારા કરવામાં આવતા આક્રમણથી બચવા અને રક્ષણ માટે બનાવવામાં આવ્યો હતો. કહેવામાં આવે છે કે બાદમાં પીર ખાને અહમદનગરના નિજામ શાહી રાજવંશ હેઠળ આ કિલ્લા પર કબજો કરી લીધો. જેમ-જેમ સમય વિતતો ગયો આ કિલ્લો વધુ મજબૂત બનતો ગયો, અને એટલો શક્તિશાળી બની ગયો કેઆ હુમલા કરનારા દુશ્મનો માટે અભેદ્ય બની ગયો. તો ચાલો તસવીરો થકી જોઇએ આ કિલ્લાને.

મુરુડ જંજીરા
ચારેકોર દરિયાથી ઘેરાયેલું મુરુડ જંજીરા

જંજીરા કિલ્લો
મુરુડ જંજીરામાં આવેલા શક્તિશાળી કિલ્લાનું દૂરનું ચિત્ર

કિલ્લાનું નજીકનું ચિત્ર
મુરુડ જંજીરામાં આવેલા કિલ્લાનું નજીકુનું ચિત્ર

ચારેકોર પાણીથી ઘેરાયેલો કિલ્લો
મુરુડ જંજીરાનો કિલ્લો ચારેકોર પાણીથી ઘેરાયેલો છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
