આ માયાવી નગરીની અનોખી છે ‘માયા’
મુંબઇ સપનાંઓનું શહેર છે, જ્યાં ફેશન, આકર્ષક જીનવશૈલી, બૉલીવુડ અને પ્રસિદ્ધ સિને કલાકારોના ઘર માટે જાણીતું છે. સીધા શબ્દોમાં કહીએ તો મુંબઇનું સ્વપ્ન વિશ્વમાં અમેરિકાના સ્વપ્ન જેવું છે. મુંબઇ શહેરના વિભિન્ન રંગ તેની સર્વદેશીય ભીડ, પૂજાને વિભિન્ન સ્થાન અને પ્રકાર અને વિભિન્ન વ્યંજનોમાં સ્પષ્ટ રીતે જાહેર થાય છે. જ્યારે તમે મુંબઇ પહોંચો છો તો તમે દેશના અન્ય ભાગોની જીવન પદ્ધતિ અને મુંબઇની જીવન પદ્ધતિમાં અંતર સ્પષ્ટ રીતે જોઇ શકો છો. અહીની હવામાં દોસ્તીની એક અંતર્નિહિત ભાવના છે અને અહી તમે વ્યસ્ત રસ્તામાં ચાલતી ટેક્સીઓ અને સ્કાયવોક પર ચાલનારા રાહગીરોને અનુશાસનના એક વિચિત્ર પ્રકારના સંકજામાં જોશો, જેના તે આદી થઇ ગયા છે. મુંબઇ અત્યારસુધી ભારતનું અદ્વીતિય પ્રવાસન સ્થળ થઇ ગયું છે.
મુંબઇમાં બધુ મળે છે, શોપિંગથી લઇને ખાવાનું અને દર્શનીય સ્થળોથી લઇને પ્રસિદ્ધ નાઇટલાઇફ સંસ્કૃતિ. આ શહેરમાં બ્રાન્ડ ખરીદી ઉપરાંત ફેશન સ્ટ્રીટ અને બાંદ્રામાં લિંકિંગ રોડ બે પ્રમુખ રોડ સાઇડ શોપિંગ સ્થળ છે. બપોરના સમયે સમુદ્ર કિનારે જાઓ, પિકનિકની યોજના બનાવો અને સમુદ્ર કિનારાના મુંબઇના કેટલાક પ્રસિદ્ધ વ્યંજનો જેમ કે સેન્ડવિચ, કુલ્ફી અને ફાલુદા, પાણીપૂરી અને મહારાષ્ટ્રના પ્રસિદ્ધ વડાપાંવની વિભિન્ન શૈલીનો આનંદ ઉઠાવો.
મુંબઇમાં ત્રણ પ્રસિદ્ધ બીચ છે, જુહૂ બીચ, ચૌપાટી અને ગોરાઇ. પ્રકૃતિ પ્રેમી પ્રવાસી જે વધુ ભીડને પસંદ કરતા નથી તેમના માટે ગોરાઇ બીચ ઉપયુક્ત સ્થળ છે, અન્ય પ્રવાસન સ્થળોની સામે મુંબઇને તમે ત્યારે જ સારી રીતે જોઇ શકો છો, જો તમારી પાસે વ્હીકલ હોય તો. જો તમે આ શહેરમાં છો તો ટેક્સી અથવા કાર ભાડે લઇ લેવી જોઇએ. તો ચાલો તસવીરો થકી જોઇએ માયાવી નગરી મુંબઇને.

બેંડસ્ટેંડ
મુંબઇમાં આવેલું બેંડસ્ટેંડ

હાજી અલી મસ્જિદ
મુંબઇમાં આવેલી હાજી અલી મસ્જિદ

હૈંગિંગ ગાર્ડન
મુંબઇમાં આવેલું હૈંગિંગ ગાર્ડન

તારામંડળ
મુંબઇમાં આવેલું નહેરુ સંગ્રહાલય તારામંડળ

મરીન ડ્રાઇવનો સાંજનો નજારો
મુંબઇમાં આવેલા મરીન ડ્રાઇવનો સાંજનો નજારો

મરીન ડ્રાઇવ
વાદળોથી ઘેરાયેલું મરીન ડ્રાઇવ

સી લિંક
મુંબઇ ખાતે આવેલો સી લિંક

ગેટવે ઓફ ઇન્ડિયા
મુંઇબમા આવેલું ગેટ વે ઓફ ઇન્ડિયા

સિદ્ધિ વિનાયક મંદિર
મુંબઇમાં આવેલું સિદ્ધિ વિનાયક મંદિર

સુંદર નજારો
મુંબઇ સેન્ટ્રલ પાર્કનો સુંદર નજારો

મસ્તીની પળો
મુંબઇ એસ્સેલ વર્લ્ડ અને વોટર કિંગડમમાં મસ્તીની પળો

કોલાબા કોજ વે
મુંબઇમાં આવેલું કોલાબા કોજવે

વિક્ટોરિયા ટર્મિનસ
મુંબઇમાં આવેલું વિક્ટોરિયા ટર્મિનસ

મુંબઇ બ્રિજ
રોશનીથી ઝળહળતો મુંબઇ બ્રિજ

તાજ હોટલ
મુંબઇમાં ગેટવે ઓફ ઇન્ડિયા પાસે આવેલી તાજ હોટલ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
