એક સમયે 400 જહાજો ધરાવતુ હતું ગુજરાતનું આ શહેર
માંડવી કચ્છનું પ્રમુખ બંદર છે તથા મુંબઇ અને સુરત પહેલા આ ગુજરાતનું પણ પ્રમુખ બંદર હતું. પૂર્વ આફ્રિકા, ફારસની કાડી, માલબાર તટ અને દક્ષિણ પૂર્વીય એશિયાના જહાજો અહીં અરબ સાગર પાસે આ બંદરે આવતા હતા. કચ્છના રાજા ખેંગાર્જીએ વર્ષ 1574માં માંડવીની સ્થાપના બંદર શહેરના રૂપમાં કરી હતી. માંડવી થોડા સમયની અંદર સમૃદ્ધ થયું કારણ કે તે ગુજરાતનું મહત્વપૂર્ણ બંદર બની ગયું હતુ. ટૂંક સમયમાં જ માંડવીના ઐતિહાસિક સ્થળ જેમકે સુંદરવર મંદિર, જામા મસ્જિદ, લક્ષ્મી નારાયણ મંદિર, કાજીવાલી મસ્જિદ અને રામેશ્વર મંદિરનું નિર્માણ થયું.
એક મહત્વપૂર્ણ બંદરના રૂપમાં માંડવી પાસે 400 જહાજો હતા જે ઇંગ્લેન્ડ સુધી જતા અને પરત ફરતા હતા. માંડવી એક કિલ્લા દ્વારા સંરક્ષિત હતું જેની દિવાલ 8 મીટર ઉંચી હતી, તેના અનેક દરવાજા હતા અને 25 બુર્જ હતા. વર્તમાનમાં આ દિવાલ લગભગ નષ્ટ થઇ ગઇ છે, પરંતુ દક્ષિણ પશ્ચિમમાં સ્થિત સૌથી મોટો બુર્જ હજુ લાઇટ હાઉસનું કામ કરી રહ્યો છે. એક બંદરના રૂપમાં માંડવીનું મહત્વ ઘટી ગયું છે, કારણ કે મોટા આધુનિક જહાજોને અહીં રાખવામાં આવતા નથી, પરંતુ રુક્માવતી નદીના કિનારે હાથોથી જહાજો બનાવવાનું કામ આજે પણ યથાવત છે.
લગભગ 400 વર્ષથી માંડવી જહાજ બનાવવાના ઉદ્યોગનું કેન્દ્ર રહ્યું છે. રુક્માવતી નદીના કિનારે સ્થિત જહાજ બનાવવાના શિપયાર્ડ છે જ્યાં તમે હાથથી બનેલા લાકડાના જહાજ જોઇ શકો છો. અહીં એક અન્ય સ્થળ છે, જેને ટાવર ઓફ વાગેર્સ કહેવામાં આવે છે, જ્યાં જહાજના માલિક માનદંડો અનુસાર જહાજને બારીકાઇથી તપાસ કરે છે જ્યારે તેમનો બેડો પરત આવવાનો હોય છે. માંડવી શાંત અને સ્વચ્છ સમુદ્ર તટો માટે પણ પ્રસિદ્ધ છે જ્યા પ્રવાસી પક્ષી જેવા ફ્લેમિંગો પોતાની યાત્રાને વચમાં રોકે છે.
માંડવીનું અન્ય એક આકર્ષણ વિજય વિલાસ મહલ છે, જેનું નિર્માણ રાવ વિજયરાજજીએ વર્ષ 1929માં કરાવ્યું હતું. આ બ્રિટિશ ઉચ્ચાયોગનું ગરમીના સમયનું ઘર હતું તથા અહીં સ્થિતિ કબરસ્તાન આ વાતનું પ્રમાણ છે કે બ્રિટિશ લોકો આ ક્ષેત્રમાં પણ સક્રિય હતા. જહાજ બનાવવા માટે પ્રાચીન કૌશલની સાથોસાથ, સાંસ્કૃતિક ઇતિહાસ અને માંડવીનો સમુદ્ર તટ નિશ્ચિત રીતે ભૂલાવી ના શકાય તેવો અનુભવ છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ માંડવીને.

મુંદ્રા
માંડવી ખાતે આવેલું મુંદ્રા

નવજીવન પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર
માંડવીમાં આવેલું નવજીવન પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રનુ અનુરક્ષિત ગાર્ડન

ચિકિત્સા કેન્દ્રનો એરિયલ વ્યૂ
માંડવીમાં આવેલા નવજીવન પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રનો એરિયલ વ્યૂ

સુંદર સંરચના
માંડવીમાં આવેલા કોડેની સુંદર સંરચના

યાર્ડ
માંડવીમાં જહાજ નિર્માણ યાર્ડ

વાસ્તુશિલ્પ ચિત્રણ
માંડવીમાં આવેલા વિજય વિલાસ પેલેસનું વાસ્તુશિલ્પ ચિત્રણ

નિર્મળ દ્રશ્ય
માંડવીના વિજય વિલાસ પેલેસનું નિર્મણ દ્રશ્ય

હિન્દુ મૂવી શૂટિંગ પ્લેસ
માંડવીમાં આવેલા વિજય વિલાસ પેલેસમાં હિન્દી મૂવી શૂટિંગ પ્લેસ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
