દક્ષિણ ભારતની મુસાફરી દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન
દક્ષિણ ભારતની મુસાફરી દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન
જો તમે દેશના દક્ષિણ ભાગમાં ફરવા જવાનું ઈચ્છી રહ્યા છો તો કુદરતી સોંદર્ય, ભીડ અને નવી નવી જગ્યાઓમાં ભળી જવા માટે તૈયાર થઈ જાવ. દેશના દક્ષિણ ભાગમાં મુખ્ય ચાર રાજ્ય કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ છે. આ દરેક રાજ્ય ભાષા, રીત-રિવાજ, ખાણી-પીણીની રીતે વિશેષ છે. આ રાજ્યોમાં પ્રવાસીઓનું ખુલ્લા દિલથી સ્વાગત કરવામાં આવે છે. દક્ષિણ ભારતની પરંપરા અને રીતિ-રિવાજ આખા ભારત કરતા જુદી છે અને અહીં ફરવા જશો તો તમને આ તમામ બાબતો સાથે રૂબરુ થવાની તક મળશે.

દક્ષિણ ભારતમાં પ્રવાસ વખતે આ વાતોનું ધ્યાન રાખો
આજે અમે તમને જણાવીશું કે દક્ષિણ ભારતમાં ફરવા જવા દરમિયાન તમારે શું ધ્યાન રાખવું જોઈએ ?

સ્થાનિક લોકો જેવા કપડા
દક્ષિણ ભારતમાં ફરવા જતા પહેલા પેકિંગ કરતા સમયે અહીંના લોકોની વેશભૂષા પર વધુ ધ્યાન ન આપો, કારણ કે અહીંના લોકો એવા કપડા પહેરે છે જે તમારા વોર્ડરોબમાં ભાગ્યે જ હોઈ શકે છે. દક્ષિણ ભારતમાં ફરવા જવા દરમિયાન તમે અહીંના વાતાવરણ અને હવામાન જેવા કપડા પહેરી શકો છો. ઢીલા સૂતરના પેન્ટ તમે તમારી બેગમાં રાખો કારણ કે અહીં ખૂબ જ ગરમી પડે છે અને સૂતરના પેન્ટથી તમને ગરમીમાં રાહત રહેશે. મહિલાઓ હળવા અને સિમ્પલ કપડા પહેરી શકે છે. માથામાં બાંધવા, ખભા અને પગ ઢાંકવા માટે મોટા સ્કાર્ફ પણ જોડે રાખો.

રોડ પર ભીડ
ભારતના ઘણા મોટા શહેરોની જેમ દક્ષિણ ભારતમાં પણ ખૂબ જ ટ્રાફિક રહે છે. અહીંના રસ્તા પર તમને દરેક પ્રકારના વાહન જોવા મળશે. જો તમે પહેલીવાર દક્ષિણ ભારતમાં જઈ રહ્યા છો તો આ તમામ બાબતો માટે જાતને રેડી કરી લો. ભીડભાડ વાળી બસો, ઓટ રિક્શા, બાઈક, ટ્રક, કારના ટ્રાફિક ઉપરાંત રસ્તા પર પર પાણી ભરાવાની સમસ્યાથી બચવા ઈચ્છો છો તો શુક્રવારે રાત્રે દક્ષિણ ભારતના શહેરોમાં ફરવાથી બચો. વીક એન્ડના કારણે આ શહેરમાં શુક્રવારે રાત્રે રસ્તા પર ખૂબ જ ભીડ રહેતી હોય છે, એટલે આ સમયે ફરવા ન જાવ તો જ સારુ છે.

દક્ષિણ ભારતીય શહેરનું હવામાન
દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આખું વર્ષ સારી અને ઠંડી હવા ફૂંકાય છે. આ સાથે જ વાતાવરણ ભેજવાળુ પણ રહે છે. બેંગ્લોરનું વાતાવરણ આખું વર્ષ સારુ રહે છે, પરંતુ દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી વધુ રહે છે. ગરમી દરમિયાન દેશના આ વિસ્તારમાં ફરવા ન જવું જોઈએ કારણ કે ઉનાળા દરમિયાન અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે.

દક્ષિણ ભારતના લોકોનો સ્વભાવ
જો તમે અહીં ફરવા દરમિયાન કોઈને રસ્તા કે સ્થળો વિશે પૂછશો તો અહીંના લોકો તમને સારો સાથ આપશે. દક્ષિણ ભારતના લોકો જિજ્ઞાસુ અને મૈત્રીપૂર્ણ હોય છે. સાથે જ તમને લોકો રસપ્રદ વાતો અને અનુભવ પૂછશે. દક્ષિણ ભારતમાં રહેતા લોકોનો સ્વભાવ મિલનસાર અને સારો હોય છે, આ વાતનો અંદાજ તમને ફરવા દરમિયાન આવી જ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
