રાજકુમારીની સુંદરતાના કારણે તબાહ થયું હતું ભાનગઢ!
દુનિયામાં એવા ઘણા સ્થળો છે જ્યાં આત્માઓએ પોતાનો કબ્જો જમાવી લીધો હોય. ઇતિહાસના પાનાઓને પલટીએ તો આ એ જ સ્થાન છે, જે એક સમયે ખૂબ જ ખુશખુશાલ હતું. બસ એક ખરાબ નજરના કારણે આ સ્થાન શાપિત થઇ ગયુ, જ્યાં પહેલા ચારે તરફ ખુશીઓ જ ખુશીઓ હતી તે સ્થળ પર આજે કાળના અંધારામાં ખોવાઇ ગયું.
આવું જ એક સ્થાન છે રાજસ્થાનના અલવર જિલ્લામાં સ્થિત ભાનગઢ કિલ્લો, જે ભૂતિયા વાર્તાને લઇને ખૂબ જ ચર્ચામાં છે. ખૂબ જ ઓછા લોકો એ જાણે છે કે આ વાર્તા નથી બલકે એક ખતરનાક વાસ્તવિકતા છે જેને વાંચીને આપના રૂવાટા ઉભા થઇ જશે.
ભાનગઢ કિલ્લો સતરમી સદીમાં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લાનું નિર્માણ માનસિંહના નાના ભાઇ રાજા માઘો સિંહે કરાવ્યું હતું. રાજા માધો સિંહ એ સમયે અકબર સેનામાં જનરલ પદ પર તૈનાત હતા. તે સમયે ભાનગઢની જનસંખ્યા અંદાજે 10 હજાર હતી. ભાનગઢ અલ્વાર જિલ્લામાં સ્થિત એક શાનદાર કિલ્લો છે, જે ઘણા જ વિશાળ આકારમાં તૈયાર કરવામાં આવ્યો છે.
ચારેકોર પર્વતોથી ઘરેલાયેલા આ કિલ્લામાં શ્રેષ્ઠ શિલ્પકલાઓનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ કિલ્લામાં ભગવાન શિવ, હનુમાન વગેરેના શ્રેષ્ઠ અને અતિ પ્રાચિન મંદિરો આવેલા છે. આ કિલ્લાના કુલ પાંચ દ્વારા છે અને સાથોસાથ એક મુખ્ય દીવાલ છે. આ કિલ્લામાં મજબૂત પથ્થરોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અતિ પ્રાચિન કાળથી પોતાની યથા સ્થિતિમાં પડેલા છે.
કેમ કિલ્લામાં સૂર્યાસ્ત બાદ પ્રવેશ નિષેધ છે?, કેમ આ કિલ્લો શાપિત છે? કેમ કિલ્લામાં આત્માઓનો વાસ છે વાંચો સ્લાઇડરમાં...

ભાનગઢ કિલ્લા પર કાળા જાદૂગર સિંઘિયાનો શાપ
ભાનગઢ કિલ્લો જે દેખાવે જેટલો સુંદર છે એટલું જ તેનું અતીત પણ ભયાનક છે. તમને જણાવી દઇએ કે ભાનગઢ કિલ્લા અંગે એક પ્રસિદ્ધ કહાણી છે, જે અનુસાર ભાનગઢની રાજકુમારી રત્નાવતી જે નામ અનુરૂપ ઘણી જ સુંદર હતી. તે સમયે તેમના રૂપની ચર્ચા આખા રાજ્યમાં હતી અને સાથે જ દેશના ખુણે-ખુણેથી રાજકુમાર તેમની સાથે લગ્ન કરવા ઇચ્છૂક હતા. તે સમયે માત્ર 18 વર્ષની હતી અને તેમનું યોવન તેમના રૂપમાં વધુ નિખાર લાવી ચૂક્યું હતું. તે સમયે ઘણા રાજ્યોમાંથી તેમના લગ્નના પ્રસ્તાવ આવી રહ્યાં હતા.

કાળા જાદૂગર સિંઘિયાનો શાપ
એ દરમિયાન તે એક વાર કિલ્લામાં પોતાની સકીઓ સાથે બજારમાં નીકળી હતી. રાજકુમારી રત્નાવતી એક દૂકાને પહોચી અને અત્તરને પોતાના હાથોમાં લઇને તેની ખૂશ્બૂ લઇ રહી હતી. એ સમયે એ જ દૂકાનથી થોડેક દૂર એક સિંધિયા નામની વ્યક્તિ ઉભી રહી અને ધારી-ધારીને રાજકુમારીને જોઇ રહ્યો હતો.

જાદૂગર સિંઘિયાનો શાપ
સિંધિયા એ જ રાજ્યમાં રહેતો હતો અને કાળા જાદૂનો મહારથી હતો. એવું જણાવવામાં આવે છે કે તે રાજકુમારીના રૂપનો દિવાનો હતો અને તેણે પ્રગાઢ પ્રેમ કરતો હતો. તે કોઇપણ રીતે રાજકુમારીને હાંસલ કરવા માગતો હતો. તેથી તેણે આ દૂકાન પાસે આવીને એક અત્તરની બોટલ કે જેને રાણી પસંદ કરી રહી હતી, તેણે એ બોટલ પર કાળો જાદૂ કરી નાખ્યો અને રાજકુમારી પર વશીકરણ કરી નાંખ્યું હતું.

કિલ્લા પર કાળા જાદૂગર સિંઘિયાનો શાપ
રાજકુમારી રત્નાવતીએ એ અત્તરી બોટલ ઉઠાવી, પરંતુ તેણે ત્યાં જ નજીકના એક પથ્થર પર ફેંકી દીધી. પથ્થર પર પટકાતા બોટલ તૂટી ગઇ અને બધુ અત્તર એ પથ્થર પર ઢોળાઇ ગયું. ત્યાર બાદ પથ્થર એ લપસ્યો અને તાંત્રિક સિંધિયાની પાછળ જોતો રહ્યો અને તાંત્રિકને કચડી નાંખ્યો, જેનું ત્યાં જ મોત થઇ ગયું. મરતા પહેલા તાંત્રિકે શાપ આપ્યો કે તે કિલ્લમાં રહેનારા તમામને મારી નાંખશે અને તેઓ બીજી વખત જન્મ નહીં લઇ શકે અને આખી જિંદગી એ લોકોની આત્મા આ કિલ્લામાં ભટકતી રહેશે.

ભાનગઢ અને અજબગઢ વચ્ચે યુદ્ધ થયું
આ તાંત્રિકના મોતના થોડા સમય બાદ જ ભાનગઢ અને અજબગઢ વચ્ચે યુદ્ધ થયું જેમાં કિલ્લામાં રહેતા તમામ લોકો માર્યા હતા. ત્યાં સુધી કે રાજકુમારી રત્નાવતી પણ એ શાપથી બચી શકી નહીં અને તેમનું મૃત્યું થયું. એક જ કિલ્લામાં એક સાથે આટલા મોટા કત્લેઆમ બાદ ત્યાં મોતની ચીંખો ગુજી અને આજે પણ એ કિલ્લામાં તેમની આત્માઓ ભટકતી રહે છે.

કિલ્લામાં સુર્યાસ્ત બાદ પ્રવેશ નિષેધ
હાલ આ કિલ્લાની દેખરેખ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે, કિલ્લાની ચારેકોર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ હાજર રહે છે. એએસઆઇએ સખત શબ્દોમાં કહ્યું છે કે સૂર્યાસ્ત બાદ આ વિસ્તારમાં કોઇપણ વ્યક્તિને રોકાવાની મનાઇ છે. આ કિલ્લામાં જે પણ સૂર્યાસ્ત બાદ ગયો છે તે ક્યારેય પણ પરત ફર્યો નથી. ઘણી વાર લોકોને આત્માઓએ પરેશાન કર્યા છે અને કેટલાક લોકોએ પોતાની જાન ગુમાવવાનો વારો આવ્યો છે.

કિલ્લા પર આત્માઓનો કબજો
આ કિલ્લામાં કત્લેઆમ કરવામાં આવેલા લોકોની આત્મા આજે પણ ભટકે છે. ઘણી વાર આ સમસ્યાથી લોકો રૂબરૂ થયા છે. એક વાર ભારત સરકારએ અર્ધસૈનિક દળોની એક ટૂકડી ત્યાં લગાવી હતી જેથી એ વાતનું સત્ય જાણી શકાય, પરંતુ તે પણ અસફળ રહ્યાં, ઘણા સૈનિકોએ આત્માઓ આ વિસ્તારમાં હોવાની પૃષ્ટિ કરી હતી. આ કિલ્લામાં આજે પણ જ્યારે તમે એકલા જશો તો તલવારોની ટનકાર અને લોકોની બૂમોને અનુભવી શકો છો. ઉપરાંત કિલ્લાની અંદરના રૂમોમાં મહિલાઓની રડવાનો અવાજ સાંભળવા મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
