પોરબંદરના રમણીય માધવપુર બીચને નીહાળો તસવીરોમાં...
જ્યારે પણ દરિયા કિનારા પર પ્રવાસ જવાનું આપ વિચારતા હશો તો આપના મનમાં સૌથી પહેલા ગોવા, દિવ અથવા કેરળના કોઇ દરિયા કિનારા નજર સમક્ષ આવી જતા હશે. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથી ટોચના ક્રમે આવે છે. પરંતુ આપને જણાવી દઇએ કે ગુજરાતની પાસે પણ સૌથી સૌથી મોટો દરિયા કિનારો છે, અને અન્ય રાજ્યોને ટક્કર આપે તેવા સમુદ્ર તટો અહીં આવેલા છે.
અમે અમારી આ લેખશ્રેણી થકી આપને ગુજરાતના ઘણા દરિયા કિનારાઓથી આપને અવગત કરાવી ચૂક્યા છીએ. આજે એ ક્રમમાં અમે આપને લઇ જઇ રહ્યા છીએ પોરબંદર જિલ્લામાં આવેલા માધવપુર બીચ પર. પોરબંદરનો આ રમણીય બીચ એટલો સુંદર છે કે અત્રે હવે સિરિયલ, જાહેરાત અને ફીલ્મોનું પણ શૂટિંગ પણ થાય છે.
માધવપુર ઘેડ મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે. તેનાં આજુબાજુનાં પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. સિંહોની ત્રાડ જેવા ઘુઘવાટા કરતો પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, લીસી રેશમ જેવી રેતી, અફાટ જળરાશિ, નાળિયેરીના અખુટ વન અને અમાપ લીલોતરીથી આંખો અને હદયને ભરી દેતુ માધવપુરનું કુદરતી સૌંદર્ય ચારે તરફ પથરાયેલ જોવા મળે છે. આ ભુમિ ખાસતો ભગવાનશ્રી કૃષ્ણની લગ્નભુમિ તરીકે વધારે પ્રખ્યાત છે.
માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર આવેલું છે,આ ભગ્નમંદીર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું ગણાય છે. મંદીર ઉતમ શિલ્પખચિત છે. તેની પ્રાચીનતા અને કલાસમૃધ્ધિ નયનાર્ષક છે. સમુદ્રકિનારા પર રેતીથી અર્ધ દટાઈને ઇતિહાસ જાળવીને હજુ પણ આ મંદીર બેઠુ છે. જો આપ પણ પોરબંદર આવેલા હોવ કે અહીં આસપાસ વસતા હોવ તો આપે પણ એક વાર માધવપુર બીચની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ...
માધવપુરના સુંદર બીચને જુઓ તસવીરોમાં...

માધવપુર બીચ
પોરબંદરના રમણીય માધવપુર બીને નીહાળો તસવીરોમાં...

માધવપુર બીચ
અમે અમારી આ લેખશ્રેણી થકી આપને ગુજરાતના ઘણા દરિયા કિનારાઓથી આપને અવગત કરાવી ચૂક્યા છીએ. આજે એ ક્રમમાં અમે આપને લઇ જઇ રહ્યા છીએ પોરબંદર જિલ્લામાં આવેલા માધવપુર બીચ પર.

પોરબંદરનો રમણીય બીચ
પોરબંદરનો આ રમણીય બીચ એટલો સુંદર છે કે અત્રે હવે સિરિયલ, જાહેરાત અને ફીલ્મોનું પણ શૂટિંગ પણ થાય છે.

ઘેડ પ્રદેશ
માધવપુર ઘેડ મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે. તેનાં આજુબાજુનાં પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે.

સિંહોની ત્રાડ
સિંહોની ત્રાડ જેવા ઘુઘવાટા કરતો પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, લીસી રેશમ જેવી રેતી, અફાટ જળરાશિ, નાળિયેરીના અખુટ વન અને અમાપ લીલોતરીથી આંખો અને હદયને ભરી દેતુ માધવપુરનું કુદરતી સૌંદર્ય ચારે તરફ પથરાયેલ જોવા મળે છે.

કૃષ્ણની લગ્નભુમિ
આ ભુમિ ખાસતો ભગવાનશ્રી કૃષ્ણની લગ્નભુમિ તરીકે વધારે પ્રખ્યાત છે.

શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર
માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર આવેલું છે,આ ભગ્નમંદીર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું ગણાય છે.

મંદીર ઉત્તમ શિલ્પખચિત
મંદીર ઉત્તમ શિલ્પખચિત છે. તેની પ્રાચીનતા અને કલાસમૃધ્ધિ નયનાર્ષક છે.

સમુદ્રકિનારો
સમુદ્રકિનારા પર રેતીથી અર્ધ દટાઈને ઇતિહાસ જાળવીને હજુ પણ આ મંદીર બેઠુ છે.

માધવપુર બીચની મુલાકાત ચોક્કસ લેવી
જો આપ પણ પોરબંદર આવેલા હોવ કે અહીં આસપાસ વસતા હોવ તો આપે પણ એક વાર માધવપુર બીચની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ...

માધવપુર બીચ
માધવપુર બીચ

જો હૈદરાબાદ જશો, તો તમે ફરવા ક્યાં જશો?!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
