આ દિવાળી વેકેશનમાં મુલાકાત લો અંદામાનના આ સ્થળોની
દિવાળીના રજાઓ થોડા જ સમયમાં શરૂ થવાની છે, ત્યારે આ વખતે અંદામાન ફરવાની કરો તૈયારી. ત્યા શું-શું છે જોવા જેવું છે? વાંચો અહીં..
થોડા જ દિવસોમાં દિવાળી આવી રહી છે, એટલે કે તહેવાર અને રજાઓ બંનેના એંધાણ છે. આ રજાઓમાં કઈ જગ્યાએ ફરવા જવું તે અંગે જો હજુ તમે કશુ નક્કી ન કર્યું હોય, તો અમે તમને તેમાં મદદ કરી શકીએ છીએ. દિવાળીનો તહેવાર એ એવો સમય છે, જ્યારે થોડી થોડી ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ હોય છે. આ ઠંડી પણ તમારા મુસાફરીના રોમાંચમાં વધારો કરે એવી જગ્યાએ જવાનુ થાય તો? અમે વાત કરી રહ્યા છીએ અંદામાનની. ચારે તરફ દરિયો અને ટાપુઓની વચ્ચે આનંદ માણવાનો આ યોગ્ય સમય છે. તમે અંદામાન તમારા મિત્રો સાથે, તમારા પરિવાર સાથે અથવા તો તમારા જીવનસાથી સાથે પણ જઇ શકો છો. દરેક પ્રકારના આઉટિંગ માટે આ સ્થળ શ્રેષ્ઠ છે.
અંદામાનમાં 300થી પણ વધારે ટાપુઓ આવેલા છે. પરંતુ પર્યટન માટે માત્ર 36 ટાપુઓ જ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ત્યાંના સ્થાનિક લોકોને પણ બીજા ટાપુઓ વિશે ખાસ જાણકારી નથી. પરંતુ આ બધા ટાપુઓ એટલા સુંદર છે કે, તેના પર ફરવાની અને તેની દુરથી તેની સુંદરતા નિહાળવાની પણ અલગ જ મજા છે. તો ચાલો આ સુંદર ટાપુઓ અને તેની ખાસ ફરવા લાયક જગ્યાઓ અંગે વધુ માહિતી મેળવીએ...

મેંગ્રૂવ કાયકિંગ
અંદામાનના માયાબુંડેર આઇલેન્ડ પર મેંગ્રૂવ કાયકિંગનો આનંદ તમે લઈ શકો છો. ભારતના કુલ વનની સંખ્યામાં મેંગ્રૂવના જંગલોની સંખ્યા 1/5 છે, જે ખાસ અંદામાનમાં જોવા મળે છે. પર્યટકોને આ જંગલોમાં ફરવું ખુબ જ ગમે છે. દરિયામાં ઉગતી અને પાણીની બહાર આવતી વનસ્પતિમાં મેંગ્રૂવ સૌથી આગળ છે અને અંદામાનના દરિયા કિનારે તે ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે.PC:Bob Peterson

સી વોકિંગ
અંદામાનમાં થોડા સમય પહેલા જ સી વોકિંગની શરૂઆત કરવામાં આવી છે. ટાપુઓ પર ફરતા ફરતા તમે પાણીની અંદરની દુનિયાને પણ જોઈ શકો છો. જેમાં તમે સબલાઇમ મરીન લાઇફ, અંડરવોટર વનસ્પતિ, કોરલ અને અનેક નવી નવી માછલીઓ અને દરિયાઇ જીવને ખુબ જ નજીકથી જોવાનો અનેરો આનંદ માણી શકો છો.PC: Holobionics

ટાપુ પર હોપ્પિંગ
અંદામાનના મુખ્ય ટાપુ પોર્ટ બ્લયેરથી તમારી યાત્રાની શરૂઆત થાય છે. અહીં તમને ભારત સરકાર દ્વારા ટાપુઓ પર ફરવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. નીલલ અને હેવલોક જેવા ટાપુઓ અહીંના પ્રખ્યાત ટાપુઓ છે. જો તમને વોટર સ્પોર્ટમાં રસ હોય તો આ ટાપુઓ પર તમે તેનો ભરપૂર આનંદ માણી શકો છો.PC: Mvbellad

ગ્લાસ બોટમ બોટિંગ
જો તમને સ્નોરકેલિંગ અને સ્કુબા ડાઇવિંગ કરવુ પસંદ નથી, તો કશો વધો નહી. આ ટાપુઓ પર આનંદ કરવા માટે બીજો એક વિકલ્પ પણ ઉપલ્બધ છે અને તે છે ગ્લાસ બોટમ બોટિંગ. આ ઉપરાંત બોટ રાઇડ એટલે કે બોટમાં બેસીને બંગાળની ખાડીની મરીન લાઇફને જોવાનો આનંદ પણ મેળવી શકો છો. આ માટે તમારે હેવલોક ટાપુ પર જવુ પડશે. આ ટાપુ પર આવેલો ડોલ્ફિન બીચ પણ ઘણો લોકપ્રિય છે.PC:Craig Stanfill

સીપ્લેન રાઇડ
અંદામાનમાં તમે બધા ટાપુની સુંદરતાને એક સાથે જોઈ શકો છો. તે માટે સીપ્લેન રાઇડ ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ રાઇડથી અંદામાન અને નિકોબારના જાણીતો ટાપુઓ જેવા કે પોર્ટ બ્લેયર, નીલ ટાપુ, હેવલોક ટાપુ અને લોન્સ ટાપુનો નજારો ઉપરથી જોઇ શકાય છે.PC: Florida Memory

ડોલ્ફિન જોવાનો આનંદ
તમે ડોલ્ફિનને જોવા માંગો છો? તો તમારી આ ઇચ્છા પુરી કરવા માટે અંદામાન એકદમ યોગ્ય સ્થળ છે. અહીં તમને અનેક સ્થળોએ ડોલ્ફિનને જોવા મળશે. જેમાં ખાસ કરીને લોન્ગ ટાપુનું લાલાજી બે બીચ પ્રખ્યાત છે, આ ઉપરાંત જોલી બોય ટાપુ તથા હેવલોક ટાપુના મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્કમાં પણ તમે ડોલ્ફિન જોઇ શકો છો અને તેની સાથે વાતો પણ કરી શકો છો.PC: brian
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
