બેકલઃ સૌમ્ય પાણી સાથે શાંતિપૂર્ણ હોલિડે
બેકલ એક નાનું શહેર છે, જે અરબ સાગરના તટીય વિસ્તારોમાં શાંતિપૂર્વક સ્થિત છે. આ પલ્લિકારે ગામની અંદર છે, જે કેરળના કાસરગોડ જિલ્લા હેઠળ આવે છે. બેકલનું નામ બલિઅકુલમ પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે, મોટો મહેલ. સ્થાનિક મિથકો અનુસાર ભૂતકાળમાં અહી એક મહેલ હતો. બેકલ એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ છે. જેના અનેક મુખ્ય આકર્ષણો છે. આ નગરની સુરમ્ય સુંદરતા ઉલ્લેખનીય છે, જે સંપૂર્ણ વિશ્વના પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.
બેકલ પોતાના આતિથ્ય માટે જાણીતું છે. બેકલના સ્થાનિક નિવાસીઓ દ્વારા બનાવવામાં આવતા પાયસમનો સ્વાદ અવશ્ય લેવો જોઇએ. બેકલના પ્રત્યે મંદિર અલગ-અલગ પરિસર સંબંધિત છે અને પ્રત્યેક મંદિર એક અલગ દેવતાને સમર્પિત છે. જો તમે વર્ષના પ્રારંભના મહિનાઓમાં આ સ્થળની મુલાકાત લો છો તો તમારે થેય્યમ પ્રદર્શનમાં ભાગ લેવો જોઇએ. બેકલ કિલ્લાનું પુરાતાત્વિક અને ઐતિહાસિક મહત્વ છે. આ મોટા કિલ્લાઓમાનો એક છે અને તેને ભારત સરકારના પુરાતાત્વિક વિભાગ દ્વારા સંરક્ષિત કરવામાં આવ્યો છે.
આ કિલ્લાની ચારેકોર વિશાળ સમુદ્રની મંત્રમુગ્ધ કરી દેતી સુંદરતાના કારણે આ કિલ્લાની પોતાની એક ચમક છે. બેકલ કિલ્લાની અંદર યાત્રી બંગલો છે, જેને કેરળ સરકારના પીડબલ્યુડી વિભાગ દ્વારા સંરક્ષિત કરવામાં આવ્યો છે. ભગવાન હનુમાનને સમર્પિત એક મંદિર અને ટીપુ સુલતાન દ્વારા સ્થાપિત એક જૂની મસ્જિદ અહીનું અન્ય આકર્ષણ છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ કેરળના બેકલને.

બેકલ બીચ
કેરળમાં આવેલો બેકલ બીચ

મલિક દીનાર મસ્જિદ
બેકલમાં આવેલી મલિક દીનાર મસ્જિદ

મસ્જિદ પાસે સૂર્યાસ્તનો નજારો
બેકલમાં આવેલી મલિક દીનાર મસ્જિદ પાસે સૂર્યાસ્તનો નજારો

નિલેશ્વરમ મહેલ
બેકલમાં આવેલો નિલેશ્વરમ મહેલ

અનંથાપુરા મંદિર
બેકલમાં આવેલા અનંથાપુરા મંદિરની સુરક્ષા મગરમચ્છ કરે છે.

કાપિલ બીચ
બેકલમાં આવેલો કાપિલ બીચ

બેકલ કિલ્લો અને સુંદર કિનારો
બેકલમાં આવેલો કિલ્લો અને સુંદર કિનારો

જૂનો કિલ્લો
બેકલમાં આવેલો જૂનો બેકલ કિલ્લો

દિલને સ્પર્શી જાય તેવી તસવીર
બેકલ બીચની દિલને સ્પર્શી જાય તેવી તસવીર

બીચ પર આવેલા રસદાર નારિયેળના ઝાડ
બેકલ બીચ પર આવેલા રસદાર નારિયેળના ઝાડ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
