એક લટાર અમદાવાદમાં: સ્વામીનારાયણ મંદિર
સામાન્ય રીતે, ગુજરાત માત્ર તેની વેપારવૃત્તિના કારણે જ વિશ્વભરમાં જાણીતું નથી, પરંતુમાં સુંદરતાની સાથોસાથ અદભૂત કલાકૃતિનો ખજાનો પણ છુપાયેલો છે. એક પ્રવાસન રાજ્ય તરીકે ઉભરી રહેલા ગુજરાતના અન્ય ભાગોની વાત કરીએ તે પહેલા રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં એક લટાર મારી લઇએ. અમદાવાદ માત્ર વ્યવસાયીઓને જ આકર્ષી રહ્યું નથી, પરંતુ તેમાં છૂપાયેલા પ્રાચિન વારસાના કારણે વિદેશીઓ અને પ્રવાસ પ્રેમી લોકોને પણ પોતાના તરફ આકર્ષવામા સફળ રહ્યું છે. આ પહેલા અમે અહીં અમદાવાદમાં આવેલા એક આહલાદક જૈન મંદિર અને સીદી સઇદની મસ્જિદ એટલે કે સીદી સઇદની જાળીની આછેરી માહિતી આપી હતી. આ વખતે અમે સ્વામીનારાયણ મંદિરની આછેરી માહિતી આપી રહ્યાં છીએ. આ મંદિરને સ્વામીનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
આપણે બધા એ વાતથી વાકેફ છીએ કે સ્વામીનારાયણ સંપ્રદાય માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં ફેલાયેલો છે અને વિશ્વભરમાં તેના મંદિરો આવેલા છે, જે રીતે જૈન મંદિરો તેના કોતરકામ અને કલાકૃતિ માટે જગવિખ્યાત છે તેવી જ રીતે સ્વામીનારાયણ મંદિરો પણ તેની બાધણી અને કોતરણી માટે પ્રખ્યાત છે. અમદાવાદ ખાતે આવેલું સ્વામીનારાયણ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય માટે બાંધવામાં આવેલું સૌથી પ્રથમ મંદિર હોવાનું કહેવામાં આવે છે. 1822માં, મંદિરના બાંધકામ માટે અંગ્રેજ સરકારે આ જમીન આપી હતી, અને સ્વામિનારાયણે તેમની જાતે આનંદઆનંદ સ્વામીનું મંદિરનું નિર્માણ કરવાની જવાબદારી સ્વીકારી હતી.
મંદિરની કોતરણી બર્માના સાગના લાકડામાં કરવામાં આવી છે, અને દરેક સ્થળે સ્વામિનારાયણ મંદિરની ચોક્કસ લાક્ષણિકતા મુજબ દરેક કમાન અને પોખરા તેજસ્વી રંગો દ્વારા રંગવામાં આવ્યા છે. સ્વામીનારાયણ દ્વારા કેટલીક મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે સાથો સાથ કેટલીક તેમની વ્યક્તિગત વસ્તુઓ અને શિલ્પોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. નિકટવર્તી હવીલીમાં, યાત્રાળુ સંપ્રદાય માટે રહેવાની જગ્યાઓ છે, મહિલાઓ માટે એક વિશિષ્ટ વિભાગ છે, જ્યાં માત્ર મહિલાઓ માટે ઉજવણી અને શિક્ષાના સત્રોનું આયોજન થાય છે. જૂના શહેરના પૂર્વ વિસ્તારમાં કાલુપુરની નજીક આવેલું સ્વામિનારાયણ મંદિર, રાખોડી શહેના મધ્યમાં રંગથી રંગાયેલું છે અને જૂના શહેરની પોળો દ્વારા અસ્મિતા યાત્રા માટેનું શરૂઆતનું સ્થળ છે.
સ્થાનઃ
જૂના શહેરના પૂર્વ ભાગમાં કાલુપુર નજીક.
સમયઃ
જાહેરજનતા માટે દરરોજ સવારે 6:00 થી રાત્રે 7:00 સુધી.
અહીં કેવી રીતે પહોંચશો
સડક માર્ગેઃ ભારતમાં ગુજરાત પાસે એક સારું વિકસિત માર્ગોનું નેટવર્ક છે. અમદાવાદ માર્ગ દ્વારા દરેક મુખ્ય શહેરો અને તાલુકાઓ સાથે સારી રીતે જોડાયેલું છે. જાણીતા બસ સ્ટોપ કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક ગીતામંદિર અને પાલડી ખાતે આવેલાં છે. ગુજરાત રાજ્ય પરિવહન બસો અને ખાનગી સંચાલકો દ્વારા રાજ્યના તમામ મુખ્ય સ્થળો સુધી નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે
રેલ્વે માર્ગેઃ મુખ્ય રેલ્વે સ્ટેશન કાલુપુર વિસ્તારમાં આવેલું છે. આ સ્ટેશનનો મુખ્ય રાષ્ટ્રીય રેલ્વે સર્કીટ હેઠળ આવે છે. અને ભારતના તમામ મહત્તવના શહેરો સાથે જોડાયેલું છે. જો તમે સાબરમતી નદીના પશ્ચિમ બાજુએ છો તો તમે રેલ્વે ટિકિટો સહેલાઈથી મેળવવા માટે આશ્રમ રોડ નજીક ગાંધીગ્રામ સ્ટેશન જઈ શકો છો.
હવાઈ માર્ગેઃ અમદાવાદ ખાતે આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ યુએસએ, યુકે, સિંગાપુર, દુબઈ અને અન્ય આંતરાષ્ટ્રીય મુખ્યકેન્દ્રો પર સીધી ફ્લાઈટો સાથેનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે. અસંખ્ય ઘરેલુ (દેશના શહેરોમાં) ઉડાણોનું સંચાલન અહીંથી થાય છે.

એક લટાર અમદાવાદમાં: સ્વામીનારાયણ મંદિર

એક લટાર અમદાવાદમાં: સ્વામીનારાયણ મંદિર

એક લટાર અમદાવાદમાં: સ્વામીનારાયણ મંદિર

એક લટાર અમદાવાદમાં: સ્વામીનારાયણ મંદિર

એક લટાર અમદાવાદમાં: સ્વામીનારાયણ મંદિર
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
