મહેલો અને મંદિરોની નગરી છે અગરતાલા
પૂર્વોત્તર ભારતમાં ગુવાહાટી બાદ અગરતાલા સૌથી મહત્વપૂર્ણ શહેર છે. ત્રિપુરાની રાજધાની અગરતાલા ક્ષેત્રફળ અને જનસંખ્યાની દૃષ્ટિએ આ રાજ્યનું બીજું સૌથી મોટું શહેર છે. બાંગ્લાદેશથી માત્ર બે કિમી દૂર સ્થિત આ શહેર સાંસ્કૃતિક રીતે ઘણું જ સમૃદ્ધ છે. અગરતાલા ત્રિપુરાના પશ્ચિમ ભાગમાં સ્થિત છે અને હરોઆ નદી શહેરમાંથી પસાર થાય છે. પ્રવાસન દ્રષ્ટિકોણથી આ એક એવું શહેર છે, જ્યાં મનોરંજનના તમામ સાધન છે, એંડવેન્ચરના અનેક વિકલ્પો છે અને સાંસ્કૃતિક રીતે ઘણું જ સમૃદ્ધ છે. આ ઉપરાંત અહીં મળી આવતા અલગ-અલગ પ્રકારના જીવજંતુઓ, વૃક્ષો અને છોડ અગરતાલાના પ્રવાસને વધુ રોચક બનાવે છે.
ભૌગૌલિક દ્રષ્ટિથી અગરતાલા આ ક્ષેત્રના અન્ય રાજ્યોની રાજધાનીથી ઘણું અલગ છે. બીજી રાજધાનીઓથી અલગ અગરતાલા બાંગ્લાદેશ સુધી ફેલાયેલા ગંગા-બ્રહ્મપુત્ર મેદાની વિસ્તારના પશ્ચિમી છોર સુધી સ્થિત છે. અહીં મોટા ભુભાગ પર જંગલ ફેલાયેલું છે, જેથી આ શહેર ઘણું જ હરિયાળીવાળુ જણાઇ આવે છે.
રાજ્યની રાજધાની હોવા છતાં અગરતાલા પછાત છે. અન્ય બીજા શહેરોની જેમ અહીં વધારે ભાગદોડ કે પછી હલચલ નથી. સંસ્કૃતિ અને પ્રકૃતિ વચ્ચે અહીં શાંત અને નિર્મલ માહોલ પ્રવાસી માટે રજાઓ ગાળવાનું એક આદર્શ સ્થાન સાબિત થઇ શકે છે.
અગરતાલા એ સમયે પ્રકાશમાં આવ્યું, જ્યારે માણિક્ય વંશે તેને પોતાની રાજધાની બનાવ્યું. 19મી સદીમાં કુકીઓના સતત હુમલાઓથી પરેશાન થઇને મહારાજ કૃષ્ણ માણિક્યના ઉત્તરી ત્રિપુરાના ઉદયપુર સ્થિત રંગામાટીથી પોતાની રાજધાનીને અગરતાલામાં લઇ ગયા.
રાજધાની બદલવાનું અન્ય એક કારણ એ પણ છે કે, મહારાજ પોતાના સામ્રાજ્ય અને પાડોશમાં સ્થિત બ્રિટિશ બાંગ્લાદેશ સાથે સંપર્ક બનાવવા માગતા હતા. આજે અગરતાલા જે રૂપમાં દેખાય આવે છે, તેની પરિકલ્પના 1940માં મહારાજ વીર વિક્રમ કિશોર માણિક્ય બહાદુરે કરી હતી.
તેમણે એ સમયે રસ્તા, માર્કેટ બિલ્ડિંગ અને નગરનિગમની યોજના બનાવી. તેમના આ યોગદાનને જોઇને જ અગરતાલાને વીર વિક્રમ સિંહ માણિક્ય બહાદુરનું શહેર પણ કહેવામાં આવે છે. શાહી રાજધાની અને બાંગ્લાદેશ જનીક હોવાના કારણે અતીતમાં અનેક મોટી નામચીન હસ્તીઓએ અગરતાલાનું ભ્રમણ કર્યું. રવિન્દ્રનાથ ટાગોર અનેકવાર અગરતાલા આવ્યાહતા. તેમના અંગે કહેવામાં આવે છે કે, ત્રિપુરાના રાજાઓ સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતા. તો ચાલો તસવીરો થકી નિહાળીએ અગરતાલાને.

વેનુબન બુદ્ધ વિહાર
અગરતાલામાં આવેલું વેનુબન બુદ્ધ વિહારની કોપર કલરની સરંચના

ત્રિપુરા રાજ્ય સંગ્રહાલય
સંગ્રહાલયમાં સ્થિત બુદ્ધની એક છબી

કૃષ્ણની મૂર્તિ પર કરાયેલી કોતરણી
ત્રિપુરા રાજ્ય સંગ્રહાલયમાં કૃષ્ણની મૂર્તિ પર કરવામાં આવેલી કોતરણી

સુકાંતા એકેડમી
અગરતાલામાં આવેલી સુકાંતા એકેડમીનું ભવન

અગરતાલાનું પુર્બાસા
અગરતાલાના પુર્બાસામાં પ્રદર્શિત આઇટમ

અગરતાલાનું પિલક
અગરતાલાના પિલકમાં કરવામાં આવેલી કોતરણી

અગરતાલાનો નહેરુ પાર્ક
અગરતાલાના નહેરુ પાર્કની દૂરની તસવીર

અગરતાલાનો નીરમહલ
અગરતાલાના નીરમહલનું સુંદર લોકેશન

નીરમહલની દૂરની તસવીર
અગરતાલાના નીરમહલની દૂરની તસવીર

નીરમહલનું અંદરનુ દ્રશ્ય
અગરતાલાના નીરમહલનું અંદરનું દ્રશ્ય

નીરમહલમાં નૌકા વિહાર
અગરતાલાના નીરમહલમાં નૌકા વિહાર

અગરતાલાનો કમલાસાગર
અગરતાલાના કમલાસાગરનું એક દ્રશ્ય

જમ્પુઇ હિલ
અગરતાલાના જમ્પુઇ હિલની એક તસવીર

અગરતાલાનું જગન્નાથ મંદિર
અગરતાલામાં આવેલું જગન્નાથ મંદિર

ઉજ્જયાંતા પેલેસ
અગરતાલાના ઉજ્જયાંતા પેલેસની સાંજની તસવીર

ઉજ્જયાંતા પેલેસનું મનોરમ દ્રશ્ય
અગરતાલામાં આવેલા ઉજ્જયાંતા પેલેસનું મનોરમ દ્રશ્ય

પેલેસનું દૂરનુ દ્રશ્ય
અગરતાલામાં આવેલા ઉજ્જયાંતા પેલેસનું દૂરનુ દ્રશ્ય

ઉજ્જયાંતા પેલેસની હરિયાળી
અગરતાલામાં આવેલા ઉજ્જયાંતા પેલેસની હરિયાળી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
