ને યુવરાજ સિંહ થયો સચિન આગળ નતમસ્તક
લોર્ડ્સના મેદાન ખાતે રમાયેલી એક્ઝિબિશન મેચમાં ભારતીય સંસ્કૃતિની ઝલક ત્યારે જોવા મળી જ્યારે ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન અને રેસ્ટ ઓફ વર્લ્ડ તરફથી રમી રહેલા યુવરાજ સિંહ મેલબોર્ન ક્રિકેટ વિરુદ્ધ 132 રનની ઇનિંગ રમ્યા બાદ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પગે લાગ્યો હતો.
યુવરાજ સિંહે કપરા સમયમાં 132 રનની ઇનિંગ રમીને આરઓડબલ્યુને 293ના સ્કોર સુધી પહોંચાડી હતી. જોકે એમસીસી સાત વિકેટથી આ મેચ જીતી ગયું હતું. યુવરાજે મેચની 41મી ઓવર પૂર્ણ થયા બાદ પોતાની વરિષ્ઠ પૂર્વ ખેલાડી સચિન તેડુંલકર પાસે જઇને તેના પગને સ્પર્શ કરીને તેના આશીર્વાદ લીધા હતા. જે રીતે ભારતીય સંસ્કૃતિમાં કોઇ સારું કાર્ય બાદ કે સારું કરતા પહેલા આપણે મોટાના આશીર્વાદ લઇએ છીએ. યુવરાજને આ રીતે પોતાના પગે પડતો જોઇને અમુક ક્ષણ સુધી સચિન આશ્ચર્ય પામ્યો હતો, પરંતુ બાદમાં તેના ચહેરા પર સ્મિત રેલાઇ ગયું હતું અને તેણે યુવરાજને આશીર્વાદ આપ્યા હતા.
લોર્ડ્સના મેદાનમાં આવેલા દર્શકો પણ આ ક્ષણ જોઇને ઝૂમી ઉઠ્યા હતા. નોંધનીય છેકે 2011માં રમાયેલા વિશ્વકપ દરમિયાન યુવરાજ સિંહ અને સચિન તેંડુલકર બન્ને ભારતીય ટીમનો હિસ્સો હતા. યુવરાજ સિંહે શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયાને વિશ્વકપમાં વિજયી બનાવી હતી અને સચિનનું વિશ્વકપ જીતવાનું સ્વપ્ન પૂર્ણ કરવામાં મહેનત કરી હતી. નોંધનીય છેકે થોડાક સમય પહેલા યુવરાજે કહ્યું હતું કે, સચિન તેંડુલકર તેના માટ આઇડલ છે. તેમજ સચિને પણ કહ્યું હતું કે, યુવરાજ સિંહ 2015ના વિશ્વકપનો હિસ્સો હોવો જોઇએ.

યુવી નતમસ્તક
લોર્ડ્સના મેદાનમાં રમાયેલી એક ફ્રેન્ડલી મેચ દરમિયાન સચિન તેડુંલકરના ચરણ સ્પર્શ કરી રહેલો યુવરાજ સિંહ

સચિને પાઠવી શુભેચ્છા
લોર્ડ્સના મેદાનમાં સદી ફટકારવા બદલ સચિને યુવરાજને શુભેચ્છા પાઠવી હતી.

બન્ને ટીમના ખેલાડીઓએ પાઠવી શુભેચ્છા
એક તરફ પોતે જે ટીમ તરફથી રમી રહ્યો છે તે રેસ્ટ ઓફ ધ વર્લ્ડની બેટિંગ લાઇન લથડી રહી હતી તો બીજી તરફ યુવરાજે છેડો સંભાળતા 132 રન ફટાકાર્યા હતા જે બદલ તેને તમામ ખેલાડીઓએ શુભેચ્છા પાઠવી હતી.

યુવરાજની શાનદાર ઇનિંગ
આ મેચમાં યુવરાજ સિંહે 134 બોલનો સામનો કરીને છ છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 132 રન ફટકારી ટીમને 293ના સન્માન જનક સ્કોર સુધી પહોંચાડવામા મદદ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
