યુવરાજ ભારતીય ક્રિકેટનો ચેમ્પિયન : ધોની

કોલંબો, 13 સપ્ટેમ્બર : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કોલંબોમાં જણાવ્યું હતું કે 'વર્તમાનમાં ભારતીય ટીમનું પ્રદર્શન સારું છે. આ ટીમ ટ્વેન્ટી20 વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.' કોલંબોના પ્રવાસમાં ધોનીએ યુવરાજ સિંહના ભરપૂર વખાણ કર્યા હતા અને યુવરાજને ભારતીય ક્રિકેટ ટીમના ચેમ્પિયન ખેલાડી તરીકે ઓળખાવ્યો હતો.
ટ્વેન્ટી20 વર્લ્ડ કપના પ્રવાસમાં ધોનીએ જણાવ્યું કે 'લાંબા સમયે ક્રિકેટમાં પાછા ફરેલા યુવરાજ પૂરા ફોર્મમાં છે. યુવરાજ આપણી ટીમનો ચેમ્પિયન છે અને તેઓ ક્રિકેટમાં પાછા ફર્યા તેનો મને આનંદ છે. ધોનીએ યુવરાજની બેટિંગના વખાણ કર્યા અને જણાવ્યું કે યુવરાજની બેટિંગ ટ્વેન્ટી20 વર્લ્ડકપ માટે મહત્વની ભૂમિકા ભજવશે.'
ધોનીએ બુધવારે કોલંબો પહોંચીને જણાવ્યું હતું કે આપણી ટીમ એકદમ યુવાન છે. ટીમમાં ધણા ખેલાડીઓ ઑલરાઉન્ડરની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. રોહિત, વિરાટ, રૈના, યુવી અને સહેવાગ જેવા અનેક ખેલાડીઓ ટીમમાં છે જે ટ્વેન્ટી20માં એક કે બે ઓવર બોલિંગ કરી મેચનું પાસું પલટાવી શકવાની શક્યતા ધરાવે છે. ભારત ટ્વેન્ટી20ની પહેલી મેચ 19 સપ્ટેમ્બરે અફધાનિસ્તાન સામે રમશે. આ પહેલા સૌની નજર 17 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે યોજાનારી અભ્યાસ મેચમાં હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
