Year Ender 2023 : ક્રિકેટની દુનિયામાં આ વર્ષ કોના નામે રહ્યુ? જાણો ભારતનું પ્રદર્શન કેવુ રહ્યું?
2023 નું વર્ષ ક્રિકેટની દુનિયા માટે શાનદાર રહ્યું છે. કોરોના બાદ આ વર્ષે ક્રિકેટની દુનિયા પુરી રીતે પાટા પર ચડી. આ વર્ષે ભારત માટે ઘણી ઉપલબ્ધિ લઈને આવ્યુ અને કેટલાક એવા જખ્મો આપ્યા જેને ક્યારેય નહીં ભુલાય.

2023માં ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન
2023માં ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર પોતાના શાનદાર પ્રદર્શનથી દુનિયાને ચોંકાવી. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને પછી કરોડો ભારતીયોના દિલ તોડીને વન ડે પોતાના નામે કર્યો.
આ વર્ષે ઓસ્ટ્રેલિયાએ ત્રણેય ફોર્મેટમાં કુલ 41 મેચ રમી અને તેમાંથી 22 મેચ જીતી છે. 16 મેચ હારી અને ત્રણ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયાની જીતની સરેરાશ 33.11 ટકા રહી.
2023માં ભારતનું પ્રદર્શન કેવું રહ્યું?
વર્ષ 2023માં ટીમ ઈન્ડિયાએ આઈસીસીના બે મોટા ખિતાબ જીતવાનો મોકો ગુમાવ્યો. જો કે ભારતીય ટીમનું ઓલ ઓવર પ્રદર્શન શાનદાર રહ્યું. ભારતે વર્લ્ડ કપ 2023માં સતત 10 મેચ જીતી, જે સૌથી વધુ જીતની સંખ્યા છે. કોઈપણ ICC વર્લ્ડ કપમાં આ સતત જીતનો નવો રેકોર્ડ છે.
ભારતે વર્ષ 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી પરંતુ નસીબે તેમનો સાથ ન આપ્યો અને બંને ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ વર્ષે ભારતે કુલ 60 મેચ રમી અને તેમાંથી 42 મેચ જીતી અને 14માં હારનો સામનો કરવો પડ્યો, જ્યારે એક મેચ ડ્રો રહી અને 2 મેચ અનિર્ણિત રહી. વર્ષ 2023માં ત્રણેય ફોર્મેટમાં નંબર વન રેન્કિંગ ધરાવતી ટીમ ઈન્ડિયાની જીતની સરેરાશ 38.58 રહી છે.
દક્ષિણ આફ્રિકા ત્રીજા નંબરે રહ્યું
2023માં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમે ઘણો પરસેવો પાડ્યો અને શાનદાર પ્રદર્શનના આધારે વન ડે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી. જો કે, સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો ત્યારે તેમની સફરનો અંત આવ્યો. વર્ષ 2023માં દક્ષિણ આફ્રિકાએ 31માંથી 18 મેચ જીતી અને 12 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
2023માં ન્યુઝીલેન્ડનું પ્રદર્શન કેવું રહ્યું?
એક સમયે ન્યૂઝીલેન્ડને વર્લ્ડકપ 2023માં ટાઈટલ માટે દાવેદાર માનવામાં આવતું હતું પરંતુ સેમિફાઈનલમાં તેનો મુકાબલો ટીમ ઈન્ડિયા સાથે થયો અને અહીંથી તેની આશાઓ પણ ખતમ થઈ ગઈ અને ન્યૂઝીલેન્ડને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. આ વર્ષે કુલ 55 મેચોમાંથી ન્યુઝીલેન્ડ 25 જીત્યું અને 25 હારી, જ્યારે એક મેચ ટાઈ, એક ડ્રો અને 2 મેચ અનિર્ણિત રહી.
2023માં પાકિસ્તાનનું પ્રદર્શન કેવું રહ્યું?
પાકિસ્તાન ટીમ માટે આ વર્ષ દુખદ સ્વપ્ન જેવુ રહ્યું છે. આ વર્ષે તેનું પ્રદર્શન એટલું ખરાબ હતું કે તે સેમિફાઇનલ સુધી પણ પહોંચી શકી. આ વર્ષે પાકિસ્તાને કુલ 39 મેચ રમી અને તેમાંથી 20 જીતી છે અને 16 મેચ હારી છે, જ્યારે એક મેચ ડ્રો રહી છે અને 2 મેચ કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ છે.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
