WPL 2023 : RCB અને ગુજરાત જાયન્ટ્સ ટુનાર્મેન્ટમાંથી બહાર, યુપી વોરિયર્સ પ્લેઓફમાં
વિમેન્સ પ્રીમિયર લીગના પ્રથમ તબક્કામાં મુંબઈ ઈન્ડિયન્સ, યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.

વિમેન્સ પ્રીમિયર લીગ હવે રોમાંચક સ્થિતીમાં પહોંચી ગઈ છે. આજે એક રોમાંચક મુકાબલામાં યુપી વોરિયર્સે ગુજરાત જાયન્ટ્સને હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. 179 રનનો પીછો કરતા યુપી વોરિયર્સે જીત મેળવીને પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. યુપી વોરિયર્સ માટે પ્રથમ સિઝન શાનદાર રહી છે. બીજી તરફ ગુજરાત જાયન્ટ્સ હાર સાથે ટુનાર્મેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ગુજરાત ઉપરાંત આરસીબી પણ પ્લેઓફમાંથી બહાર થઈ છે.
વિમેન્સ પ્રીમિયર લીગના પ્રથમ તબક્કામાં મુંબઈ ઈન્ડિયન્સ, યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. આજે ગુજરાત જાયન્ટ્સ માટે એશ્લે ગાર્ડનર અને હેમલતાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું પરંતુ બંનેની ઇનિંગ્સ એળે ગઈ. ગાર્ડનરે 39 બોલમાં 60 રન બનાવ્યા અને હેમલતાએ 33 બોલમાં 57 રન બનાવી શાનદાર બેટિંગ કરી.
યુપી વોરિયર્સને જીત માટે છેલ્લી ઓવરમાં 7 રનની જરૂર હતી. સોફી એક્લેસ્ટને આખરી રન સાથે ટીમને જીત અપાવી હતી. આ પહેલા એક્લેસ્ટન આ મેચમાં સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની હતી. 179 રનના લક્ષ્યનો પીછો કરતા યુપીની શરૂઆત ખરાબ રહી હતી. એલિસા હિલી પહેલા આઉટ થઈ હતી. કિરણ નવગીરે પણ તેની પાછળ આઉટ થઈ. દેવિકા વૈદ્ય પણ ટકી નહીં અને 7 રન બનાવીને આઉટ થઈ. અહીંથી તાહલિયા મેકગ્રા અને ગ્રેસ હેરિસે ધમાકેદાર બેટિંગ કરી ટીમ માટે જીતનો રસ્તો બનાવ્યો.
ગ્રેસ હેરિસે સિઝનની બીજી ફિફ્ટી ફટકારી હતી. તેણે ગુજરાત જાયન્ટ્સ સામે બંને અડધી સદી ફટકારી છે. તેણે 72 રન બનાવીને યુપીને જીતની નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. ગુજરાત જાયન્ટસ તરફથી કિમ ગાર્થે સૌથી વધુ 2 વિકેટ લીધી. તનુજા કંવર, સ્નેહ રાણા, એશ્લે ગાર્ડનર, મોનિકા પટેલને 1-1 વિકેટ મળી હતી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
