World Cup Final : વર્લ્ડ કપમાં અત્યારસુધીમાં 3 ભારતીયો જીતી ચુક્યા છે ગોલ્ટન બેટ, આ વખતે પણ આ ભારતીય દાવેદાર
વર્લ્ડ કપમાં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે અને ફેન્સને પુરો વિશ્વાસ છે કે ભારતીય ટીમ રવિવારે વર્લ્ડ કપ ઉઠાવશે. આ વર્લ્ડ કપ સાથે સાથે ગોલ્ડન બેટ પર પણ એક ભારતીયનો મજબુત દાવો છે.
વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ગોલ્ડન બેટથી સન્માનિત કરવામાં આવે છે. જે સૌથી વધુ વિકેટ લે છે તેને ગોલ્ડન બોલ આપવામાં આવે છે.

આ વખતે વિરાટ કોહલી 711 રન બનાવીને ગોલ્ડન બેટની રેસમાં સૌથી આગળ છે. તેના પહેલા અન્ય ત્રણ ભારતીય બેટ્સમેન ગોલ્ડન બેટ જીતી ચૂક્યા છે.
સચિન તેંડુલકર
ક્રિકેટની દુનિયામાં સચિન તેંડુલકરનો દરજ્જો ભગવાનનો છે. 1996ના વર્લ્ડ કપમાં સચિને 7 મેચ રમી હતી અને કુલ 523 રન બનાવ્યા હતા. તેણે બે સદી અને બે અડધી સદી ફટકારી હતી. પ્રથમ વખત કોઈ ભારતીયે ગોલ્ડન બેટ પોતાના નામે કર્યુ હતું.
2003ના વર્લ્ડ કપમાં તેણે ફરી એકવાર ગોલ્ડન બેટ પોતાના નામે કર્યુ. આ વખતે સચિને 11 મેચમાં 673 રન બનાવ્યા. તેના બેટમાંથી છ અડધી સદી અને એક સદી આવી હતી.
રાહુલ દ્રવિડ
રાહુલ દ્રવિડ પણ એક વખત વર્લ્ડ કપમાં ગોલ્ડન બેટ જીતી ચુક્યો છે. દ્રવિડે આ સિદ્ધિ 1999ના વર્લ્ડ કપમાં હાંસલ કરી હતી. તેણે 8 મેચમાં કુલ 461 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી હતી. તેનો સર્વોચ્ચ સ્કોર 145 રન હતો.
રોહિત શર્મા
રોહિત શર્મા પણ ગોલ્ડન બેટ જીતી ચુક્યો છે. તેણે 2019 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડમાં રમાયેલા આ વર્લ્ડ કપમાં રોહિત શર્માએ માત્ર 8 મેચ રમી અને પોતાના બેટથી 648 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે રેકોર્ડ 5 સદી ફટકારી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
