World Cup 2027 : જાણો ક્યારે અને ક્યાં રમાશે હવે પછીનો વન ડે વર્લ્ડ કપ?
ઓસ્ટ્રેલિયાની જીત સાથે વર્લ્ડ કપ 2023 પુરો થઈ ગયો છે. હવે ફેન્સ અત્યારથી જ આવનારા વર્લ્ડ કપની જગ્યા અને તારીખ મુદ્દે ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે.
હવે ભારતીય ક્રિકેટ ફેન્સને ભારતના હાથમાં વર્લ્ડ કપ જોવા ચાર વર્ષ રાહ જોવી પડશે. ODI ક્રિકેટમાં આગામી વર્લ્ડ કપ વર્ષ 2027માં યોજાવાનો છે.

આ વર્લ્ડ કપની યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરી રહ્યા છે. ત્રણેય દેશો સાથે મળીને આગામી વર્લ્ડ કપની યજમાની કરશે.
આ બીજી વખત બનશે જ્યારે આફ્રિકા ખંડમાં વર્લ્ડ કપ રમાશે. આ પહેલા વર્લ્ડકપ 2003નું આફ્રિકામાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કેન્યાએ દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સાથે વિશ્વ કપની મેચોની યજમાની કરી હતી.
તે વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયા પરંતુ કેન્યા સેમિફાઈનલમાં પહોંચી હતી. કેન્યાને સેમિફાઇનલમાં ભારતીય ટીમના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
20 વર્ષ પહેલા આફ્રિકામાં આયોજિત આ વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયા માટે યાદગાર રહ્યો હતો. ભારતીય ટીમ 1983 બાદ પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. જો કે તે પછી ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો.
કેટલી ટીમો વર્લ્ડ કપ રમશે?
આગામી વર્લ્ડ કપમાં 14 ટીમો ભાગ લેશે. આમાંથી બે ટીમો પહેલેથી જ નક્કી છે. આ પછી ICC વન ડે રેન્કિંગમાં ટોચની 8 ટીમોને વર્લ્ડ કપ પહેલા એક નિશ્ચિત સમય મર્યાદા માટે સીધી વર્લ્ડ કપની ટિકિટ મળશે. બાકીની ચાર ટીમો ક્વોલિફાયર મેચો દ્વારા ક્રિકેટની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાં પ્રવેશ કરી શકશે.
ફોર્મેટ કેવુ હશે?
વર્લ્ડ કપ 2027માં 7 ટીમોના બે ગ્રુપ હશે. અહીં રાઉન્ડ રોબિન તબક્કા પછી બંનેમાંથી ટોચની 3 ટીમો આગળ જશે. એટલે કે બીજા રાઉન્ડમાં 6 ટીમો હશે. એક ગ્રુપની ટીમ બીજા ગ્રુપની તમામ ટીમો સામે એક-એક મેચ રમશે. આ રીતે દરેક ટીમ આ રાઉન્ડમાં ત્રણ મેચ રમશે. આ તબક્કામાં બે ટીમો બહાર થઈ જશે અને પછી સેમીફાઈનલ મેચ રમાશે.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
