World Cup 2023 : સોનાથી બનેલી હોય છે વર્લ્ડ કપની ટ્રોફી, જાણો કેટલા કિલો વજન હોય છે?

ભારતમાં ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત થઈ ગઈ છે. ભારત સહિતના તમામ દેશોની નજર ટ્રોફી જીતવા પર છે. આ સ્થિતીમાં તમે જાણો છો કે વર્લ્ડકપની ટ્રોફી શેની બને છે અને તેમાં કેટલા કિલો ધાતુ વપરાય છે?

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટ્રોફીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગોલ્ડ અને સિલ્વર કલરની ટ્રોફી દેશના વિવિધ જાણીતા સ્થળો પર પ્રદર્શન માટે પણ મુકાઈ રહી છે.

World Cup 2023

ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફીની ડિઝાઇન સરળ છતાં ભવ્ય બનાવવામાં આવી છે. ટ્રોફીમાં દેખાતો ગ્લોબ ક્રિકેટ બોલનું પ્રતિનિધિત્વ કરે છે અને કૉલમ ક્રિકેટના ત્રણ મૂળ પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

જણાવી દઈએ રે, ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી ચાંદી અને સોનાની બનેલી છે. ટ્રોફીમાં દેખાતો સોનેરી બોલ સોનાનો બનેલો છે અને ત્રણેય સ્તંભ ચાંદીના બનેલા છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી માત્ર ક્રિકેટની શ્રેષ્ઠતાનું પ્રતીક નથી પરંતુ અત્યાર સુધી આપવામાં આવેલી મોંઘી સ્પોર્ટ ટ્રોફીની યાદીમાં પણ સૌથી આગળ છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે વર્લ્ડ કપ ટ્રોફીની અંદાજિત 30,000 ડોલર છે. વર્તમાન ICC ટ્રોફી વિશ્વની ટોપ-10 સૌથી મોંઘી સ્પોર્ટ્સ ટ્રોફીમાંની એક છે, તેની કિંમત અંદાજે 24,76,650 રૂપિયા છે.

આ 1999 થી ચાલી આવે છે અને લેટેસ્ટ સંસ્કરણ છે. ટ્રોફીની ઊંચાઈ 60 સેમી છે અને અંદાજિત વજન 11.0567 કિલો . તમને જણાવી દઈએ કે આ વખતે એટલે કે વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં કરવામાં આવી રહ્યું છે. પ્રથમ મેચ 5મી ઓક્ટોબરે રમાશે.

ઘણા વર્ષો પછી ભારતને ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરવાની તક મળી છે, જેની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપની પ્રથમ અને છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપની પ્રથમ મેચ વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X