World Cup 2023 : હાર્દિક પંડ્યાનું વર્લ્ડકપમાંથી બહાર થવુ ભારત માટે કેટવુ ઘાતક? થઈ શકે છે મોટુ નુકસાન
આમ તો ભારતીય ટીમ વર્લ્ડકપમાં ધમારેદાર પ્રદર્શન કરી રહી છે પરંતુ હાર્દિક પંડ્યાની ઈજાએ ટીમ માટે મુશ્કેલી વધારી છે. હાર્દિકની ઈજા ભારતને મોટુ નુકસાન કરી શકે છે.
ભારતે 7 મેચ રમી છે અને તે તમામ જીતી છે. સેમિફાઇનલ પહેલા ભારતે વધુ બે મેચ રમવાની છે. આ પહેલા ટીમને ઝટકો લાગ્યો છે અને હાર્દિક પંડ્યા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

ઈજા બાદ હાર્દિક ફિટ નથી અને તેની ગેરહાજરીમાં પ્રસિદ્ધ કૃષ્ણને ટીમમાં એન્ટ્રી મળી છે. હાર્દિક પંડ્યાની ઈજા ભારતને ચેમ્પિયન બનવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે.
હાર્દિક પડ્યાનું ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી સારૂ પ્રદર્શન રહ્યું છે. ઓલરાઉન્ડર તરીકે તે ટીમનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો. પરંતુ હવે ભારતને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
હાર્દિક ફિનિશર તરીકે મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ હતો. પરંતુ હવે ભારત આ ભૂમિકા સૂર્યકુમાર યાદવને સોંપી શકે છે. ટીમ ઈન્ડિયાની બેટિંગ માત્ર 6 નંબર સુધી જ સીમિત રહેશે. આ સ્થિતિમાં તે પાંચ બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. જો ટીમ ઈન્ડિયાનો કોઈ બોલર નહીં ચાલે તો મુશ્કેલી વધી જશે.
બીજી તરફ સૂર્ય કુમાર યાદવ વિશે વાત કરીએ તો તે એક સારો ખેલાડી છે પરંતુ ODI ફોર્મેટના આંકડા સારા નથી. સૂર્યકુમાર શ્રીલંકા સામે 12 રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા તે ન્યુઝીલેન્ડ સામે 2 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીની મેચમાં તે 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
સૂર્યકુમાર ભારત માટે અત્યાર સુધીમાં 33 ODI મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 730 રન બનાવ્યા છે. તે માત્ર 4 અડધી સદી ફટકારી શક્યો છે.
જણાવી દઈએ કે, ભારતની આગામી મેચ દક્ષિણ આફ્રિકા સામે છે, જે રવિવારે કોલકાતામાં રમાશે. આ પછી 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે મેચ રમાશે. વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે અને બીજી સેમિફાઇનલ 16 નવેમ્બરે રમાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
