World Cup 2023 : પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર રહેવુ ભારતને ભારી પડી શકે છે, જાણો શું કહે છે આંકડા?
ભારતે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા લીગ રાઉન્ડને પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર રહીને પુરો કર્યો છે. જો કે ભારત માટે પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર રહેવુ ઘાતક સાબિત થઈ શકે છે.
જણાવી દઈએ કે, વર્લ્ડ કપ 2024 રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ રહ્યો છે અને આ ફોર્મેટમાં ટોપ-4 ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય થાય છે. પહેલી સેમિફાઇનલ ટોપ અને ચોથા નંબરની ટીમ તેમજ બીજી સેમિફાઇનલ બીજા અને ત્રીજા નંબરની ટીમો વચ્ચે રમાય છે.

જો કે આ પહેલા રાઉન્ડ રોબિન ફોર્મેટ કરોડો ભારતીય ચાહકોના દિલ તોડી ચુક્યો છે. આ જ કારણ છે કે ભારતનું પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેવુ તેના માટે ઘાતક સાબિત થઈ શકે છે.
અત્યાર સુધી વર્લ્ડ કપ બે વખત રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાયો છે અને તે 2023 માં ત્રીજી વખત યોજાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ પ્રથમ વખત 1992માં આ ફોર્મેટમાં રમાઈ હતી અને ત્યારબાદ 2019માં બીજી વખત આ ફોર્મેટ પસંદ કરાયુ હતુ.
જ્યારે ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ ત્યારે પોઈન્ટ ટેબલમાં નંબર વન રહેલી ટીમ મુશ્કેલીમાં મુકાઈ છે. આ આંકડો ભારતીય ચાહકો માટે ખરેખર ડરામણો છે. 2023 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ લીગ તબક્કામાં તમામ મેચ પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે.
1992માંપ્રથમ વખત વર્લ્ડ રાઉન્ડ રોબિન ફોર્મેટ રમાયું ત્યારે ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતું પરંતુ નંબર વન કિવી ટીમને સેમીફાઈનલમાં પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો.
આ પછી 2019 ટૂર્નામેન્ટમાં જ્યારે રાઉન્ડ રોબિન ફોર્મેટ બીજી વખત આવ્યું ત્યારે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં નંબર વન પર હતી પરંતુ સેમિફાઈનલમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો.
હવે 2023માં પણ ટીમ ઈન્ડિયા ફરી એકવાર પોઈન્ટ્સમાં પ્રથમ સ્થાને છે અને ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ રહી છે.
2019 માં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલ મેચ રમી હતી અને ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ફરી એકવાર ભારતીય ટીમનો મુકાબલો સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે થશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
