IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ
RCB vs SRH: IPLની આ સીઝનની પ્રથમ મેચ RCBના નામે રહી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે 9 વિકેટે 201 રન બનાવ્યા હતા, જેની સામે RCBએ માત્ર 4 વિકેટ ગુમાવીને સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
RCBએ પોતાની ટીમમાં બોલિંગને મજબૂત કરવા માટે જેકબ ડફી અને અભિનંદન સિંહ જેવા ખેલાડીઓનો સમાવેશ કર્યો હતો. બીજી તરફ હૈદરાબાદની ટીમમાં સલિલ અરોરાને તક આપવામાં આવી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત નબળી રહી હતી. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ બંને લાંબુ ટકી શક્યા નહીં. અભિષેક શર્મા 8 બોલમાં 7 રન બનાવી આઉટ થયો, જ્યારે હેડે 9 બોલમાં 11 રન બનાવ્યા. 5 ઓવરમાં નીતીશ રેડ્ડીના રૂપમાં હૈદરાબાદે ત્રીજી વિકેટ ગુમાવી હતી, તે માત્ર 1 રન બનાવી શક્યો અને સ્કોર 29/3 થઈ ગયો. ત્યારબાદ ઈશાન કિશને કેટલાક સારા શોટ્સ ફટકારીને 6 ઓવરમાં સ્કોર 49 રન સુધી પહોંચાડ્યો હતો.
ઈશાન કિશન ચમક્યો (RCB vs SRH)
અહીંથી હૈદરાબાદની ઇનિંગ્સ કેપ્ટન ઈશાન કિશન અને હેનરિક ક્લાસેને સંભાળી હતી. બંનેએ શાનદાર શોટ્સ ફટકારીને 10 ઓવરમાં સ્કોર 3 વિકેટે 87 સુધી પહોંચાડ્યો હતો. કિશન 24 બોલમાં 45 રન બનાવી ક્રિઝ પર હતો અને ક્લાસેનનો સ્કોર 19 હતો. ત્યારબાદ કિશને 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. તેણે વર્લ્ડ કપના ફોર્મને જાળવી રાખતા ટીમને 100 રનને પાર પહોંચાડી દીધી. 15 ઓવરમાં હૈદરાબાદનો સ્કોર 5 વિકેટે 142 રન હતો. ત્યારબાદ ઈશાન કિશન 38 બોલમાં 80 રન બનાવીને આઉટ થયો, જેમાં તેણે 8 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.
અંતમાં અનિકેત વર્માએ તોફાની બેટિંગ કરતા ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો અને 18 બોલમાં 43 રનની ઇનિંગ રમી. તેણે 4 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા. તેની આ ઇનિંગના કારણે હૈદરાબાદે 9 વિકેટે 201 રનનો સ્કોર બનાવ્યો. RCB તરફથી ડફી અને રોમારિયો શેફર્ડે 3-3 વિકેટ ઝડપી હતી.
જવાબી ઇનિંગમાં રમતા RCBની શરૂઆત પણ ખરાબ રહી હતી, ઓપનર બેટ્સમેન ફિલ સોલ્ટ માત્ર 8 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ દેવદત્ત પડિક્કલ અને વિરાટ કોહલીએ મેદાન ગજવ્યું હતું. પડિક્કલે તોફાની અંદાજમાં રમતા 26 બોલમાં 61 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. રજત પાટીદાર 12 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો. આ દરમિયાન કોહલી એક છેડે ટકી રહ્યો અને 33 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. 14 ઓવરમાં RCBએ 4 વિકેટે 170 રન બનાવી લીધા હતા.
કોહલીનો તોફાની અંદાજ (RCB vs SRH)
કોહલીએ આક્રમક બેટિંગ કરતા 38 બોલમાં અણનમ 69 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. ટિમ ડેવિડે અણનમ 16 રન ઉમેર્યા. આ રીતે RCBએ 16મી ઓવરમાં 4 વિકેટે 203 રન બનાવીને સરળતાથી મેચ જીતી લીધી હતી.
-
IPL 2026નો આવતીકાલથી પ્રારંભ, ચેમ્પિયન RCBનો સામનો SRH સાથે, LIVE જોવા માટે મળી ગયો જોરદાર જુગાડ! -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં








Click it and Unblock the Notifications
