World Cup 2023 : વર્લ્ડકપમાં ભારતના નામે પહેલી વખત અનોખી ઉપલબ્ધિ
વર્લ્ડ કપની સેમિફાઈનલમાં જગ્યા પાકી કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા નેધરલેન્ડ સામે તેનો આખરી મુકાબલો રમી રહી છે. આ મેચમાં ભારતીય ટીમે અનોખી ઉપલબ્ધિ પોતાના નામે કરી છે.
વર્લ્ડ કપની 45મી મેચમાં બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન ભારતે ટૂર્નામેન્ટમાં આ મોટી સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે.

આ પહેલી વખત છે જ્યારે તમામ ટોચના 5 બેટ્સમેનોએ એક જ વર્લ્ડ કપ ઇનિંગ્સમાં 50 પ્લસ રન બનાવ્યા હોય. નેધરલેન્ડ વિરૂદ્ધ બેઈસ ડી લીડેની ઓવરમાં શ્રેયસ અય્યરે શાનદાર ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી અને ભારતીય ટીમના નામમાં એક મોટી સિદ્ધિ ઉમેરી. ઐય્યર બાદ કેએલ રાહુલે અડધી સદી ફટકારીને આ સિદ્ધિને વધુ મોટી બનાવી.
ઓપનિંગ કરવા આવેલા કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ અડધી સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યા. શુભમન ગિલે 32 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા. આ પછી કેપ્ટન રોહિત શર્માએ 54 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા.
ગિલ અને રોહિત બાદ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ નેધરલેન્ડ સામે 53 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન પૂરા કર્યા. આ પછી શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી. પાંચમા બેટ્સમેન તરીકે કેએલ રાહુલે પણ 40 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ રીતે વર્લ્ડ કપમાં પ્રથમ વખત ભારતના ટોપ-5 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
