World Archery Championship: અદિતિ ગોપીનાથે ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઇતિહાસ
ભારતની અદિતિ ગોપીચંદે વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં વ્યક્તિગત કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે તેના અભિયાનનો અંત બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ સાથે કર્યો હતો. અંતિમ દિવસે, અદિતિએ મહિલાઓની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અદિતિએ મેક્સિકોની એન્ડ્રીયા બસેરાને હરાવ્યા. અદિતિએ 149-147થી મેચ જીતી હતી. આ સાથે તે સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટોપ કરનારી સૌથી નાની વયની તીરંદાજ બની હતી. અદિતિની ઉંમર માત્ર 17 વર્ષની છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પણ અદિતિની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી અને એક ટ્વિટ પણ કર્યું. ઓથોરિટીએ લખ્યું કે 17 વર્ષની અદિતિએ એન્ડ્રીયાને હરાવીને ઈતિહાસ રચ્યો. વ્યક્તિગત કમ્પાઉન્ડમાં ભારત માટે ગોલ્ડ જીતવા બદલ અદિતિને ખૂબ ખૂબ અભિનંદન.
#KheloIndia Athlete Aditi Gopichand Swami crowned World Champion at the #ArcheryWorldChampionships🇩🇪🏹
— SAI Media (@Media_SAI) August 5, 2023
The 17 year old created history by defeating 🇲🇽's Andrea Beccera 149-147 in the Women's Individual Compound final and winning the glorious🥇for 🇮🇳
Heartiest congratulations! pic.twitter.com/polCvgfFUW
વર્લ્ડ આર્ચરીએ પણ અદિતિની આ સિદ્ધિની પ્રશંસા કરી હતી. વિશ્વ તીરંદાજી આ રમતની વૈશ્વિક સંસ્થા છે. વર્લ્ડ આર્ચરી દ્વારા લખવામાં આવ્યું હતું કે અદિતિએ ભારત માટે પ્રથમ વ્યક્તિગત ખિતાબ જીત્યો છે. 17 વર્ષનો આ તીરંદાજ હવે વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે.
ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટીમમાં જ્યોતિ સુરેખા, પ્રનીત કૌર અને અદિતિ ગોપીચંદનો સમાવેશ થતો હતો. આર્ચરી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કોઈપણ કેટેગરીમાં આ વખતે આ પહેલો ગોલ્ડ મેડલ હતો. આ પછી અદિતિએ વ્યક્તિગત ઈવેન્ટ જીતી લીધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
