ક્રિકેટ જગતનો અનોખો રેકોર્ડઃ એક ખેલાડીએ લીધી છે 4202 વિકેટ
ક્રિકેટની વાત થાય ત્યારે આપણી સમક્ષ ક્રિકેટ જગત સાથે જોડાયેલા અનેક રેકોર્ડ આંખો સમક્ષ તરી આવે છે. જેમાના કેટલાક રેકોર્ડ બનાવ્યાની ક્રિકેટર્સને ખુશી હોય છે તો કેટલાક એવા રેકોર્ડ્સ પણ છે કે, જે રેકોર્ડ બનાવવાનું એક પણ ક્રિકેટર સ્વપ્ને પણ વિચારતો નહીં હોય. જેમકે ટેસ્ટ ક્રિકેટમાં એક સુકાની તરીકે વિદેશમાં સૌથી વધુ ટેસ્ટ હારવાનો રેકોર્ડ. આ રેકોર્ડ હાલ બ્રાયન લારા અને સ્ટિફન ફ્લેમિંગના નામે છે અને ધોની પણ આ રેકોર્ડ પોતાના નામે નોંધાવવાની નજીક છે. પંકજ સિંહે પણ એક ખરાબ રેકોર્ડ પોતાના નામે તાજેતરમાં રમાયેલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં નોંધાવી દીધો છે.
જો કે આ રેકોર્ડ એવા છે જે તાજેતરમાં ભારતના ઇંગ્લેન્ડ સામેના પ્રદર્શનના કારણે ચર્ચામાં આવ્યા છે, પરંતુ કેટલાક એવા રેકોર્ડ પણ છે, જે વર્ષો પહેલા ક્રિકેટ જગતમાં બની ગયા છે અને તેને આવનારા સમયમાં પણ કોઇ તોડી શકશે કે કેમ તે એક પ્રશ્નાર્થ છે. આજે અમે ક્રિકેટ જગત સાથે જોડાયેલા આવા જ એક રેકોર્ડ અંગે વાત કરી રહ્યાં છીએ. હેડિંગ વાંચીને જ તમે સમજી ગયા હશો કે અમે કયા રેકોર્ડ અંગે વાત કરી રહ્યા છીએ. તો ચાલો તસવીરો થકી એ રેકોર્ડ અને આ રેકોર્ડ બનાવનારા ખેલાડી અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- આઉટઓફ ફોર્મ કોહલી ‘ફોર્મ'માં, વોર્મ અપમાં ભારતનો વિજય
આ પણ વાંચોઃ- ઘરની નહીં આઇપીએલની ટીમો માટે રમશે વિદેશી ક્રિકેટર્સ

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 4202 વિકેટ
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ એક અનોખો રેકોર્ડ છે. ઇંગ્લેન્ડના બોલર વિલ્ફ્રેડ રોડ્સે 1898થી 1930 દરમિયાન પોતાની કારકિર્દીમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 4202 વિકેટ લીધી હતી. જેમાં તેમણે 68 વખત 10 અને 286 વખત પાંચ વિકેટ લીધી હતી.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 39969 રન
રોડ્સના બેટિંગ પ્રદર્શન અંગે વાત કરવામાં આવે તો તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1110 મેચો રમી હતી. જેમાં તેમણે 30.81ની એવરેજ સાથે 39969 રન બનાવ્યા હતા. જેમાં 197 અડધી સદી અને 58 સદી સામેલ છે. તેમનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સર્વાધિક સ્કોર અણનમ 267 રનનો છે.

સૌથી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ રમવાનો રેકોર્ડ
આ સાથે જ તેમના નામે અન્ય એક રેકોર્ડ પણ બોલે છે. જેમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ 1110 મેચો રમવાનો રેકોર્ડ છે. આટલી મેચો તેમના સિવાય કદાચ કોઇ રમ્યું નથી.

ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન
ટેસ્ટ ક્રિકેટના પદર્શન અંગે વાત કરવામાં આવે તો તેમણે ઇંગ્લેન્ડ તરફથી 58 મેચો રમી હતી. જેમાં તેમણે 30.19ની એવરેજથી 2325 રન બનાવ્યા હતા, જેમાં બે સદી અને 11 અડધી સદી છે. જ્યારે 2.49ના ઇકોનોમી રેટથી 127 વિકેટ લીધી હતી. જેમાં એક વખત 10, 6 વખત 5 અને 6 વખત ચાર વિકેટ ઝડપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
