કોણ છે ભારતીય મુળના રેસલર જિંદર મહાલ?, 10 પોઇન્ટમાં જાણો
વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE) ની મહાન સ્પર્ધા 6 વર્ષ પછી ફરી એકવાર ભારતમાં પરત આવી છે. શુક્રવાર એટલે કે 8મી સપ્ટેમ્બરે, પ્રો રેસલિંગ લિજેન્ડ્સ હૈદરાબાદના GMC બાલયોગીના ગચીબોવલી ઇન્ડોર સ્ટેડિયમમાં તેમની તાકાત બતાવવા માટે તૈયાર છે.
ખાસ વાત એ છે કે રેસલર ધ ગ્રેટ ખલી, સેઠ રોલિન્સ, જોન સીના અને જિંદર મહાલ જેવા સુપરસ્ટાર પણ આ શાનદાર મેચનો ભાગ બની રહ્યા છે. જિન્દર મહેલ બીજા એવા વ્યક્તિ છે જેમણે કુસ્તીમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. આવો અમે તમને 10 પોઈન્ટમાં કેનેડામાં રહેતા ભારતીય રેસલર જિન્દરનો પરિચય કરાવીએ...

કેનેડામાં 19 જુલાઈ 1986ના રોજ જન્મેલા યુવરાજ સિંહ ધેસી (37) એક પ્રખ્યાત રેસલર છે. તે તેની રેસલિંગ રિંગના નામ જિંદર મહાલથી ઓળખાય છે. તે ભારતીય પંજાબી શીખ મૂળના પંજાબી છે.
જિંદર મહાલ ભૂતપૂર્વ WWE ચેમ્પિયન રહી ચૂક્યા છે. ધ ગ્રેટ ખલી બાદ જિંદર મહાલે WWEમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે.
જિંદરના પરિવારમાં ગદોવર સિંહ સહોતા નામના કાકા છે, જે એક ભારતીય-કેનેડિયન અર્ધ-નિવૃત્ત વ્યાવસાયિક કુસ્તીબાજ ગામા સિંહ તરીકે ઓળખાય છે. જિંદર કેલગરી યુનિવર્સિટીમાંથી બિઝનેસ ઑફ કોમ્યુનિકેશન્સ એન્ડ કલ્ચરમાં ડિગ્રી લીધી છે.
જિંદર મહાલે ત્રણ વખત PWA હેવીવેઇટ ચેમ્પિયનશિપ, PWA ટેગ ટીમ ચેમ્પિયનશિપ અને બે વાર "સ્ટેમ્પેડ રેસલિંગ ઇન્ટરનેશનલ" ટેગ ટીમ ચેમ્પિયનશિપ જીતી છે.
જિંદર પાસે યુનિવર્સિટી ઓફ કેલગરીમાંથી કોમ્યુનિકેશન અને એગ્રીકલ્ચરમાં બિઝનેસ ડિગ્રી પણ છે. જિંદરનો મિત્ર-એમેચ્યોર રેસલિંગ ચેમ્પિયન અને UFC ફાઇટર અર્જન ભુલ્લર.
જિંદર પ્રથમવાર 2010 માં WWE માં જોડાયો અને 2011 માં મુખ્ય રોસ્ટરમાં ગયો. તેણે હીથ સ્લેટર અને ડ્રુ મેકઇન્ટાયર સાથે 3MB નામનું ગ્રુપ બનાવ્યું હતુ.
2014માં જિંદર મહાલને વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE)માંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
WWE છોડ્યા બાદ જિંદરે સખત મહેનત કરી. દિવસ-રાત ટ્રેનિંગ કરીને જિંદરે પોતાના શરીરને વધુ સુધાર્યું. જેનું પરિણામ તેને WWEમાં પરત ફરવાની સાથે મળ્યું.
સ્મેકડાઉન લાઈવના વિશિષ્ટ PPV બેકલેશમાં, જિંદર મહાલે રેન્ડી ઓર્ટનને હરાવીને પ્રથમ વખત WWE ચેમ્પિયનશિપ જીતી હતી.
ચેમ્પિયનશિપ અને સિદ્ધિઓ
ઓલ-સ્ટાર કુસ્તી: ગામા સિંહ જુનિયર સાથે વન ટાઇમ ચેમ્પિયનશિપ.
કોન્ટિનેંટલ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ: CWE હેવીવેઈટ ચેમ્પિયનશિપ (1 વખત)
પ્રેઇરી રેસલિંગ એલાયન્સ: ગામા સિંહ જુનિયર સાથે વન-ટાઇમ ચેમ્પિયનશિપ "PWA".
સ્ટેમ્પેડ રેસલિંગ: ગામા સિંહ જુનિયર સાથે બે વખતની ચેમ્પિયનશિપ.
WWE: WWE ચેમ્પિયનશિપ (1 વખત), WWE યુનાઈટેડ સ્ટેટ્સ ચેમ્પિયનશિપ (1 વખત), WWE 24/7 ચૅમ્પિયનશિપ (2 વખત)
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
