હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીની વાપસી ક્યારે? જાણો શું કહ્યું જય શાહે?
ભારતીય ક્રિકેટ ટીમ હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીની ઈજાને કારણે પરેશાન છે. ફેન્સ બન્નેની જલ્દી વાપસીની રાહ જોઈ રહ્યા છે. હવે જય શાહે આ બન્ને ખેલાડીને લઈને મહત્વના સમાચાર આપ્યા છે.
વર્લ્ડ કપમાં ભારતની ચોથી મેચ દરમિયાન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારથી તે ટીમ બહાર છે તો મોહમ્મદ શમી વર્લ્ડ કપ સમાપ્ત થયા પછી ઇજાગ્રસ્ત થવાને કારણે બહાર છે.

ભારતીય ક્રિકેટ ટીમને ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ત્રણેય ફોર્મેટની શ્રેણી રમવાની છે. ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ આ શ્રેણી માટે હાર્દિક પંડ્યાનો સમાવેશ કર્યો નથી, જ્યારે મોહમ્મદ શમીની ઈજા ઠીક થયા બાદ તેને રમવાની તક આપવામાં આવી શકે છે.
હવે BCCI સેક્રેટરી જય શાહે ટીમ ઈન્ડિયાના આ બે મુખ્ય ખેલાડીઓની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું છે.
BCCI સેક્રેટરી જય શાહે હાર્દિક પંડ્યાની ઈજા અંગે અપડેટ આપતા કહ્યું કે, હાર્દિક પંડ્યા ફિટ થઈ રહ્યો છે અને તે અફઘાનિસ્તાન શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે રમી શકે છે.
તમને જણાવી દઈએ કે, જાન્યુઆરીમાં ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે 3 મેચની T20 સીરીઝ રમવા જઈ રહી છે અને તે સીરીઝમાં હાર્દિક પંડ્યાની વાપસી થઈ શકે છે.
જય શાહે મોહમ્મદ શમીની ઈજા અંગે કહ્યું કે, શમી દક્ષિણ આફ્રિકા શ્રેણી દરમિયાન ફિટ થઈ શકે છે. ભારતીય ટીમ લગભગ એક મહિના માટે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં ટીમ ઈન્ડિયાએ પહેલા ત્રણ મેચની T20 શ્રેણી, પછી 3 મેચની ODI શ્રેણી અને અંતે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. હવે જોવાનું એ રહેશે કે મોહમ્મદ શમી આ પ્રવાસમાં બોલિંગ કરી શકશે કે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
