વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી પર ICCએ 6 વર્ષનો પ્રતિબંધ મુક્યો, જાણો કેમ કરાઈ કાર્યવાહી?
વર્લ્ડ કપ પુરો થયા બાદ ICC નિયમોને લઈને સતત કાર્યવાહી કરી રહી છે. પહેલા શ્રીલંકન ક્રિકેટ બોર્ડ અને હવે વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી પર કાર્યવાહી કરી છે.
ICCએ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર માર્લોન સેમ્યુઅલ્સ પર છ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. સેમ્યુઅલ્સ નિવૃત્તિ બાદ તે ઘરેલુ લીગમાં રમી રહ્યો છે. પરંતુ હવે તેના પર ભ્રષ્ટાચારમાં દોષી સાબિત થતા કાર્યવાહી કરાઈ છે.

સેમ્યુઅલ્સને અમીરાત ક્રિકેટ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા સાથે સંબંધિત નિયમોનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. આઈસીસી એચઆર અને ઈન્ટિગ્રિટી યુનિટના વડા એલેક્સ માર્શને ગુરુવારે આ પ્રતિબંધની જાહેરાત કરી.
તેમણે કહ્યું કે, સેમ્યુઅલ્સ લગભગ બે દાયકાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે ઘણી વખત ભ્રષ્ટાચાર વિરોધી સત્રોમાં ભાગ લીધો. તે જાણતા હતા કે ભ્રષ્ટાચાર વિરોધીની જવાબદારી શું છે. તેઓ નિવૃત્ત થયા છે. પરંતુ જ્યારે ગુનો આચરવામાં આવ્યો ત્યારે તે ટીમનો ભાગ હતા.
આરોપ છે કે સેમ્યુઅલ્સે 2019માં અબુ ધાબી T10 લીગ દરમિયાન ભ્રષ્ટાચાર સંબંધિત નિયમો તોડ્યા હતા. તેના પર ચાર આરોપ લગાવવામાં આવ્યા છે. અગાઉ 2008માં તેના પર પૈસા લેવાનો આરોપ લાગ્યો હતો.
આઈસીસીએ ત્યારે પણ સેમ્યુઅલ્સને દોષિત ગણાવ્યો હતો અને બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2015માં ICCએ બોલિંગ એક્શન પર પણ એક વર્ષ માટે પ્રતિબંધ મુક્યો હતો.
જણાવી દઈએ કે સેમ્યુઅલ્સે 2016માં વેસ્ટ ઈન્ડિઝ માટે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. છેલ્લી વનડે 2018માં રમી હતી. તેણે 71 ટેસ્ટ મેચમાં 3917 રન બનાવ્યા છે. આ દરમિયાન 41 વિકેટ લીધી છે. તેણે 207 ODI મેચમાં 5606 રન બનાવ્યા છે. આ દરમિયાન 89 વિકેટ લીધી છે. વનડે મેચમાં સેમ્યુઅલ્સનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 12 રનમાં 3 વિકેટ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
