કોહલીની સદીએ શ્રીલંકા કર્યા સૂપડા સાફ, શ્રીલંકાને 5-0થી હરાવ્યું
રાંચી, 17 નવેમ્બર: ભારત અને શ્રીલંકાની પાંચ એકદિવસીય મેચોની સીરીઝમાં ભારતે પોતાની અંતિમ વન ડે પણ રાંચીમાં રવિવારે જીતી લીધી. જીત માટે શ્રીલંકા દ્વારા ભારતીય ટીમને 287 રનનો ટાર્ગેટ મળ્યો હઓત જેને ભારતે એકદમ સરળતાથી પુરો કરી લીધો અને આઠ બોલ બાકી હતા અને ભારતે જીત પ્રાપ્ત કરી લીધી. આ મેચની જીત સાથે ભારતે શ્રીલંકા પર ક્લીન સ્વીપ જીત નોંધાવી. આ જીતમાં વિરાટ કોહલીની સદી મહત્વપૂર્ણ રહી.
આ જીત દરેક પ્રકારે ઘણું મહત્વ ધરાવે છે. પહેલાં આ જીત ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ 2015ના થોડા મહિના પહેલાં વન ડે મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું, જેથી લાગે છે કે ભારત વર્લ્ડકપ માટે પુરી રીતે તૈયાર છે. તો બીજી તરફ આ જીત ભારતને વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં નોંધાવી છે જો કે વિરાટ કોહલીના ભવિષ્ય માટે પણ શુભ સંકેત છે. ત્રીજું કારણ એ પણ છે કે આ સીરીઝના લીધે રોહિત શર્મા, શિખર ધવન જેવા ધુરંધરો પોતાના જુના લયમાં જોવા મળી રહ્યાં છે. જેનો ફાયદો ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતને મળી શકે છે.
તમને જણાવી દઇએ કે કેપ્ટન વિરાટ કોહલીને સીરીઝમાં તેમના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઑફ સીરીઝ પસંદ કરવામાં આવ્યા, વિરાટ કોહલીએ સીરીઝમાં બે અડધી સદી અને આ મેચમાં ફટકારેલી સદીના લીધે પાંચ ઇનિંગમાં 329 રન બનાવ્યા. જ્યારે શ્રીલંકાના કેપ્ટન એંજેલે મૈથ્યૂઝને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા.

વિરાટ કોહલી બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ
અત્રે ઉલ્લેખનીય છે કે રાંચી વનડેમાં ભારતની શરૂઆત સારી રહી નહી. ચોથી વન ડેના હિરો રોહિત શર્મા માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. ત્યારબાદ રહાણે માત્ર 2 રન બનાવીને આઉટ થઇ ગયો.
ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીએ અને અંબાતી રાયડૂ (59)ની સાથે ત્રીજી વિકેટની ભાગીદારીમાં 136 રન બનાવીને ટીમને પાટા પર લાગી. રાયડૂ 150 રનના સ્કોર પર રન આઉટ થઇને પેવેલિયન પરત ફર્યો. રાયડૂએ 69 બોલમાં આઠ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.
વિરાટ ફટાકારી કેરિયરની 21મી સદી
રાયડૂના ગયા બાદ પણ કોઇપણ બેસ્ટમેન લાંબા સમયથી કેપ્ટનનો સાથ આપી શક્યો નહી. રોબિન ઉથપ્પા (19) અને કેદાર જાદવ (20) નાની-નાની ભાગીદારી બનાવતાં ગતા. જાદવની આ પ્રથમ વન ડે મેચ હતી. વિરાટ કોહલીએ ધીરે-ધીરે લક્ષ્ય તરફ આગળ વધતાં તેમણે 107 બોલમાં કેરિયરની 21મી સદી ફટકારી. વિરાટ કોહલીએ 126 બોલમાં પોતાની અણનમ સદી ઇનિંગમાં 12 ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી.
શ્રીલંકા માટે મેડિંસે ચાર અને મૈથ્યૂઝે બે વિકેટ પ્રાપ્ત કરી
આ પહેલાં, કેપ્ટન એંજેલો મૈથ્યૂઝ (139 અણનમ) અને લાહિર થિરિમાને (52)ની અંતિમ ઓવરોમાં ઝડપી રન ફટકારતાં શ્રીલંકાને નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 286 રન બનાવ્યા. ભારત તરફથી કુલકર્ણી સૌથી સફળ બોલર રહ્યાં. તેમણે ત્રણ વિકેટ પ્રાપ્ત કરી. અક્ષર પટેલ અને અશ્વિન પટેલને બે-બે જ્યારે બિન્નીને એક સફળતા પ્રાપ્ત થઇ.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
